ડુપ્લીકેટ નોટોથી માત્ર દારૂ ખરીદવાનો જ આગ્રહ રાખતા 2 ભાઈઓ ને પોલીસે ઝડપી લીધા, કોર્ટે જામીન આપ્યા

ડુપ્લીકેટ નોટોથી માત્ર દારૂ ખરીદવાનો જ આગ્રહ રાખતા 2 ભાઈઓ ને પોલીસે ઝડપી લીધા, કોર્ટે જામીન આપ્યા
કોર્ટે આરોપીઓના વકીલની દલીલીને માન્ય રાખતા જામીન આપ્યા હતા.

સારી કંપનીમાં નોકરી કરનારા બંને ભાઈઓ માત્ર 21 અને 22 વર્ષની ઉંમરના છોકરા પાસેથી દારૂની બોટલો અને દસ હજાર સુધીની  કિંમતની નોટો મળી આવેલી.

  • Share this:
અમદાવાદ : ડુપ્લીકેટ નોટનો રાષ્ટ્રવિરોધી પ્રવૃતિમાં ઉપયોગ કરવાના અનેક કિસ્સા સામે આવ્યા છે પરંતુ અમદાવાદનો આ કિસ્સો જાણીને તમે ચોંકી જશો. અમદાવાદમાં ડુપ્લીકેટ નોટોથી માત્ર દારૂ ખરીદવાનો આગ્રહ રાખતા બે પિતરાઈ ભાઈઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જોકે, કોર્ટમાં આ કેસ ચાલી જતા કોર્ટે બંને ભાઈઓને જામની આપ્યા છે પરંતુ તેમના કારસ્તાનની કહાણી ઘણી જ રસપ્રદ છે.

સમગ્ર ઘટના ની હકીકત એવી છે કે તારીખ 28 જુલાઈ 2020 ના રોજ સાંજે બાઈક ઉપર પસાર થઈ રહેલા ઉદય પ્રજાપતિ મિત પ્રજાપતિ બંને પિતરાઈ ભાઈઓને પોલીસે બાતમી ને આધારે ઝડપી લીધા હતા અને તેમના ખીસ્સાની તપાસ કરતા પોલીસને ડુપ્લીકેટ નોટો મળી આવેલી. જે પ્રાથમિક દ્રષ્ટિએ કલર કોપી દેખાતી હતી એવું પોલીસને લાગતા પોલીસે બંને ભાઈઓ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને કેસ બનાવ્યો.ઉપરાંત  ત્યાર પછી તરત તેમના ઘરની પણ તપાસ કરી એટલે ઘરે એમની પાસેથી અમુક ડુપ્લીકેટ નોટો મળી અને દારૂની બોટલો મળી આવી જેથી દારૂનો અલગ કેસ પણ બનાવ્યો અને નોટો, fake currency માટેની આઈપીસીની કલમ 489 A થી 489 D સુધીની કલમો લગાવી.. કે જે ડુપ્લીકેટ  કરન્સી બનાવી બજારમાં ફરતી કરવી. નોટ બનાવવા માટેના સાધનો રાખવા તેવી વ્યાખ્યા આપે છે.

આ પણ વાંચો :  અમદાવાદ : સાયબર ક્રાઇમે પહેલીવાર પાસાનો કેસ કર્યો, પ્રધાનમંત્રી યોજનાના નામે ઠગનાર ધૂતારો જેલમાં

આ ગુના માટે આજીવન કેદ સુધીની સજા પણ છે. પોલીસે ગંભીર પ્રકારનો ગુનો નોંધી બન્ને છોકરાઓ જેઓ સ્ટુડન્ટ છે એક લો નો સ્ટુડન્ટ છે બીજાએ msc સુધીનો અભ્યાસ કરેલો છે.. અને સારી કંપનીમાં નોકરી કરનારા બંને ભાઈઓ માત્ર 21 અને 22 વર્ષની ઉંમરના છોકરા પાસેથી દારૂની બોટલો અને દસ હજાર સુધીની  કિંમતની નોટો મળી આવેલી. એનો કેસ પોલીસે અલગ બનાવ્યા પછી જ્યારે આ કેસમાં આરોપીઓની  જામીન અરજી મૂકવામાં આવી હતી તે સમયે અધિકારી એક સોગંદનામું  રજૂ કર્યું હતું કોર્ટમાં.

જેમાં એવી હકીકત હતી કે આ નોટો છે એ નોટો દારૂ ખરીદવા માટે વપરાઈ છે એટલે સર્ક્યુલેશન થયું છે એટલે ગંભીર પ્રકારનો દેશના અર્થતંત્રને તોડી પાડવાનો પ્રયાસ રૂપે ગંભીર ગુનો કહેવાય એટલે જામીન આપવા જોઇએ નહિ તેવી રજૂઆત કરવામાં આવી હતી. કોર્ટે પોલીસ નું આવું સ્ટેટમેન્ટ  હોવાને કારણે તેની ગંભીર નોંધ લીધી અને તે સમયે chargsit બાકી હોઇ અને તપાસ અધૂરી હોઇ તે સમયે જામીન મંજૂર કર્યા નહીં.

ત્યારબાદ પોલીસ તપાસ પૂર્ણ થતાં અને ચાર્જશીટ ફાઈલ થતાં ફરી આરોપીઓ તરફી જામીન અરજી મુકવામાં આવી હતી. જેમાં કોર્ટે બંનેને પિતરાઈ ભાઈઓ આરોપીઓના રેગ્યુલર જામીન મંજૂર રાખ્યા છે. પોલીસ ની કોર્ટે માં આ વખતે પણ એ જ રજૂઆત હતી કે ઝડપાયેલી આ જે નોટો છે તે કલર ઝેરોક્ષ જણાઈ આવે છે અને આ આરોપીએ પોતે કબૂલ્યું છે કે આ નોટો દારૂ ખરીદવા માટે વાપરી છે. એટલે જ્યારે સર્ક્યુલેશન થયું હોય એ ગંભીર બાબત છે.

આ પણ વાંચો :   સાબરકાંઠા : ઈડરના યુવકોની યુવતીઓનાં સ્વાંગની બીભત્સ તસવીરો Viral થઈ, લાલબત્તી સમાન કિસ્સો

આરોપીઓ નાં વકીલ એડવોકેટ આર જે ગોગદા તરફથી રજૂઆત કરવામાં આવેલી કે પોલીસ સમક્ષ કરેલી કબૂલાત તે કાયદા માં ગ્રાહ્ય નથી અને જો ખરેખર આવી કબૂલાત આરોપીઓએ કરી હોત તો પોલીસ તપાસ કરી શકી હોત કે તેઓ દ્વારા જે  દારૂ ખરીદવામાં આવ્યો છે તે ક્યાંથી લાવ્યા તેમાં એક ખરીદનાર અને વેચનાર નું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હોત ઉપરાંત કેટલા રૂપિયા એની પાસેથી મળ્યા છે એવું  કશું સામે આવ્યું નથી, આમ આવી આધારહીન પોલીસની રજૂઆત ને કોર્ટે  ધ્યાનમાં લેવી જોઈએ નહિ અને કોર્ટે અરજદારની રજૂઆતોને ધ્યાનમાં લેતા અને ઉચ્ચ અદાલતોનાં ચુકાદા ધ્યાને લેતા ખાલી કલર ઝેરોક્ષ કોપી રાખવી તે ગુનો બનતો નથી તેવી રજૂઆતો ને ગ્રાહ્ય રાખતા આરોપીઓને જામીન આપ્યા છે.

આ પણ વાંચો :  ખંભાળિયા : લોખંડની સીડી વીજ તારને અડકી જતા યુવકનું મોત, વિચલિત કરતો CCTV વીડિયો

ઉપરાંત કોર્ટે એમની ઉંમર એમનો અભ્યાસને એમનાં ભવિષ્યને ધ્યાનમાં રાખી જામીન મંજૂર કર્યા અને હાલ તેઓ જામીન પર બહાર આવ્યા છે.. કોરોના કાળમાં ટ્રાયલ ચાલતા સમય લાગે તેમ છે અને જ્યારે ટ્રાયલ ચાલશે ત્યારે આ બધા મુદ્દાઓ જે બાકી છે તે ખરેખર કાઉન્ટર ફીટ કહેવાય કે કેમ તે સામે આવશે. જો કે હાલ તો ઉદય પ્રજાપતિ અને  મીત પ્રજાપતિ બંને પિતરાઈ ભાઈઓના જામીન સેશન્સ કોર્ટે મંજૂર રાખ્યા છે.  બંને અમદાવાદમાં અભ્યાસ માટે રોકાયેલા હતા અને મૂળ પાટણ નાં વતની છે.
Published by:Jay Mishra
First published:October 21, 2020, 18:56 pm

ટૉપ ન્યૂઝ