સાંસદ એસ. જયશંકર, જુગલજીની જીતને પડકારતી સાત અરજીમાં દલીલો પૂર્ણ

News18 Gujarati
Updated: September 6, 2019, 7:33 PM IST
સાંસદ એસ. જયશંકર, જુગલજીની જીતને પડકારતી સાત અરજીમાં દલીલો પૂર્ણ
ગુજરાત હાઇકોર્ટ (ફાઇલ તસવીર)

તમામ પીટીશનો હાઈકોર્ટમાં ટકવા પાત્ર છે કે કેમ તે અંગે આગામી ૧૩ મી સપ્ટેમ્બરે કોર્ટ આદેશ કરશે.

  • Share this:
સંજય જોશી, અમદાવાદ: ગુજરાતમાંથી ભાજપના રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયેલા વિદેશ પ્રધાન એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારતી કુલ સાત પિટિશનની ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજદારના વકીલ તરફી રજુઆતો પુર્ણ કરવામા આવી છે.

આ તમામ પિટિશનો હાઈકોર્ટમાં ટકવા પાત્ર છે કે કેમ તે અંગે આગામી ૧૩મી સપ્ટેમ્બરે કોર્ટ આદેશ કરશે. આ ચૂંટણીમાં મતદાન અલગ-અલગ યોજાયું હોવાથી કાયદાકીય ગૂંચવણો ટાળવા કોંગ્રેસે પરેશ ધાનાણી અને પરાજીત ઉમેદવારો ગૌરવ પંડયા અને ચંદ્રિકાબહેન ચુડાસમા મારફતે કુલ સાત પિટિશનો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરી છે.

પાંચમી જુલાઇના રોજ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગૌરવ પંડયાનો ભાજપના એસ. જયશંકર સામે પરાજય થયો હતો અને કોંગ્રેસના ચંદ્રિકાબહેન ચુડાસમાનો ભાજપના જુગલજી ઠાકોર સામે પરાજય થયો હતો.

ગૌરવ પંડયાએ એક પિટિશનમાં એસ. જયશંકર તેમજ બીજી પિટિશનમાં એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારી છે. ચંદ્રિકાબહેન ચુડાસમાએ આવી જ રીતે એક પિટિશન જુગલજી ઠાકોર અને બીજી પિટિશન જુગલજી ઠાકોર અને એસ. જયશંકર સામે કરી છે.

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આ ચૂંટણીમાં મતદાર હોવાથી તેમણે એક પિટિશનમાં તેણે એસ. જયશંકરની જીત પડકારી છે, બીજીમાં જુગલજી ઠાકોરની જીત પડકારી છે અને ત્રીજી પિટિશમાં બન્ને ઉમેદવારોની જીતને સંયુક્ત રીતે પડકારવામાં આવી છે.

આ પિટિશનો એક જ જજ સમક્ષ મૂકવાનો આદેશ કાર્યકારી ચીફ જસ્ટિસે આપતા શુક્રવારે આ સાતેય પિટિશનો જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી સમક્ષ મૂકવામાં આવી અને અરજજદારો તરફે આજે રજુઆતો પુર્ણ કરવામા આવી છે.ગૌરવ પંડયાના વકીલે આજે કોર્ટમાં રજુઆતો કરતા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જીતને પડકારતી ઈલેકશન પીટીશનમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાઓ અને અવલોકનોનાં આધારે આ પિટશનો પર સુનાવણી કરવા રજુઆત કરી હતી.

વકીલે કોર્ટમાં એવી પણ રજુઆતો કરી કે ઇલેક્શન પીટીશન માં અમુક મુદ્દાઓ અંગે આદેશ આપવાની હાઈકોર્ટને વધારાની સત્તા છે. તેથી 2 નૉટિફિકેશન ઈસ્યૂ કરવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકારતી અરજી અને બંને નાં વિજય ને પડકારતી અરજી સાંભળવાની સત્તા હાઈકોર્ટને છે. આજે અરજદાર તરફી રજૂઆતો પૂર્ણ થતા હાઈકોર્ટમાં થયેલી સાતે પીટીશન ટકવા પાત્ર છે કે કેમ તે અંગે આગામી ૧૩મી સપ્ટેમ્બરે કોર્ટ આદેશ કરશે.
First published: September 6, 2019, 7:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading