અમદાવાદ: સાવકા પિતાએ તમામ હદો પાર કરી, પુત્રી પર આચર્યું દુષ્કર્મ, કોર્ટે જામીન ફગાવ્યા

News18 Gujarati
Updated: October 26, 2019, 9:57 PM IST
અમદાવાદ: સાવકા પિતાએ તમામ હદો પાર કરી, પુત્રી પર આચર્યું દુષ્કર્મ, કોર્ટે જામીન ફગાવ્યા
ફાઈલ ફોટો

આરોપી આરીફ હુસેન કુરેશી હવસ ખોરીના નશામાં એટલો ડૂબી ગયો હતો કે તેણે પોતાના જ ઘરની સાવકી પુત્રી પર દુષ્કર્મ આચરતો હતો

  • Share this:
સંજય જોશી, અમદાવાદ: સાવકો પિતા માણસાઈની તમામ હદો પાર કરીને પોતાની પુત્રી પર દુષ્કર્મ આચરતો હતો. જેમાં નરાધમ પિતાની વેજલપુર પોલીસે ધરપકડ કરી હતી, અને તેને જેલના સળિયા પાછળ ધકેલીને કાયદાનો ભાન કરાવ્યો હતો.

આ કેસના આરોપી આરીફહુસેન કુરેશીએ રેગ્યુલર જામીન માટે મિર્જાપુર કોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર આરોપી આરીફ હુસેન કુરેશી હવસ ખોરીના નશામાં એટલો ડૂબી ગયો હતો કે તેણે પોતાના જ ઘરની સાવકી પુત્રી પર દુષ્કર્મ આચરતો હતો.

સાવકા પિતાએ સાવકી પુત્રી પર દુષ્કર્મ આચર્યાની વાત જ્યારે સામે આવી ત્યારે જુહાપુરાના ફતેહવાડી વિસ્તારમાં જ નહી પરંતુ સરખેજ, વેજલપુર સહિત રાજ્ય ભરમાં હવસખોર પિતા પર લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.

બાપે કરેલી સેતાની હરકતોને ન ચલાવવા માટે ઘરના અન્ય સદસ્યોએ આરોપીને કાયદાનું ભાન કરાવવા માટે પોલીસની મદદ મેળવી હતી. જ્યાં વેજલપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જેલની હવા ખવડાવી હતી, અને ત્યારબાદ આરોપીએ મિજાપુર ગ્રામ્ય કોર્ટ જામીન માટે જજ અમિતા બેનની કોર્ટમાં અરજી કરી હતી. જ્યાં કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવાના આધારે આરોપીના જામીન ફગાવી દીધા હતા.
First published: October 26, 2019, 9:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading