અમદાવાદ : કોરોનાથી બચવા માટે યાત્રીઓએ PPE કિટ પહેરીને ફ્લાઇટમાં મુસાફરી કરી


Updated: May 25, 2020, 4:36 PM IST
અમદાવાદ : કોરોનાથી બચવા માટે યાત્રીઓએ PPE કિટ પહેરીને ફ્લાઇટમાં મુસાફરી કરી
બેંગ્લોરથી PPE કીટ પહેરીને આવેલા મુસાફરો

બેંગ્લોર થી આવેલા હિતેશ અને અલકા બે પ્રવાસીએ વિશેષ કાળજી રાખી, કોરોનાથી બચવાનો કારગર ઉપાય

  • Share this:
ફ્લાઇટ સેવા શરૂ થાય તે પહેલાં આરોગ્ય વિભાગે ગાઈડલાઈન બહાર પાડી હતી.અને એરલાઇન્સ કંપની અને પ્રવાસીઓ બંને એ ગાઈડલાઈનનું પાલન કરવાનું છે.આજે અમદાવાદ એરપોર્ટ પરથી ફ્લાઇટ સેવા શરૂ થઈ છે.જોકે પ્રવાસી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રહે તે માટે વ્યવસ્થા કરાઈ છે.અને હેન્ડ સેનિટાઈઝ રખાયું છે. પ્રવાસી અને સિક્યુરિટી વચ્ચે પણ અંતર રહે તે માટે કાચ લગાવ્યા છે.જોકે આતો તંત્રએ તકેદારી રાખીને પગલાં લીધા છે.પણ લોકોની પણ જવાબ7 છે કે પોતાના સ્વાસ્થ નું ધ્યાન પોતે રાખે.

પ્રવાસી પણ પોતાના સ્વાસ્થ્ય ની ચિંતા કરતા જવો મળ્યા.ડરવાનું નથી પણ ધ્યાન ચોકસ રાખવાનું છે ત્યારે બેંગ્લોરથી બે પ્રવાસી ફ્લાઈટમાં અમદાવાદ આવ્યા હતા.જોકે આમ તો તમામ પ્રવાસીએ માસ્ક અને ગ્લોઝ પહેર્યા હતા.પરંતુ બેંગ્લોર થી આવેલા હિતેશ અને અલકા બે પ્રવાસીએ વિશેષ કાળજી રાખી હતી. આ બંને પ્રવાસી અમદાવાદ એરપોર્ટ આવ્યા અને ટર્મિનલ ની બહાર નીકળ્યા ત્યારે લાગ્યું હતું કે તેઓ એરપોર્ટ ના કર્મચારીઓ હશે.

આ પણ વાંચો :  સુરત : દિલ્હીની ફ્લાઇટ રદ, પત્નીનું મૃત્યુ થતા અમૃતસર જવા માંગતો યાત્રી અટવાયો

તેઓની સાથે વાત કરતા જણાવ્યું હતું કે તે બંને બેંગ્લોર થી અમદાવાદ આવ્યા છે.અને બંને પોતાના સ્વસ્થ્ય ની સલામતી માટે પીપીઈ કીટ પહેરીને ફ્લાઈટમાં પ્રવાસ કર્યો છે. જોકે પીપીઈ કીટ પહેર્યા બાદ ગરમી ખૂબ થાય છે.પરંતુ ફ્લાઈટમાં એસી હોવાના કારણે કોઈ મુશ્કેલી પડતી નથી.અને કોરોનાના સંક્રમણથી બચી શકાય છે.અમદાવાદ એરપોર્ટ પર આવતા પ્રવાસીઓ તો તકેદારી રાખી હતી પરંતુ નાના બાળકો પણ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.
First published: May 25, 2020, 4:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading