દંપતીએ ઓનલાઈન રૂ. 1 લાખની વસ્તુઓ મંગાવી પેમેન્ટ ન ચૂક્યું, સેલ્સમેનની ધમકી આપી

News18 Gujarati
Updated: October 19, 2019, 9:56 AM IST
દંપતીએ ઓનલાઈન રૂ. 1 લાખની વસ્તુઓ મંગાવી પેમેન્ટ ન ચૂક્યું, સેલ્સમેનની ધમકી આપી
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદની કિસ્સો : 'પોલીસ આવે કે આર્મી, હું કોઇનાથી ડરતો નથી,' પેમેન્ટ માંગતા ગ્રાહકે સેલ્સમેનને ધમકી આપી હતી.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં ધમકી આપવાની એક ફરિયાદ નોંધાઇ છે. જેમાં ઓનલાઇન પ્રોડક્ટ વેચનારા સેલ્સમેને એક દંપતી સામે ફરિયાદ આપી છે. દંપતીએ એકાદ લાખની વસ્તુઓ ઓનલાઇન મંગાવી હતી. સેલ્સમેન ડિલિવરી કરવા જતા દંપતીએ ધમકી આપી હતી કે, જે કરવું હોય તે કરી લો, પૈસા નહીં મળે અને વસ્તુ પણ પાછી નહીં મળે. આ મામલે તારા મેનેજરને જાણ કરવી હોય તો પણ કરી દે.

બાપુનગરમાં રહેતા જનાર્દન નાયક નરોડા જીઆઇડીસીમાં એકાર્ટ ઓફિસમાં સેલ્સ એક્ઝિક્યુટીવ તરીકે નોકરી કરે છે. ગઇકાલે તેઓ ટેમ્પો લઇને ઓર્ડરના માલની ડિલિવરી કરવા નીકળ્યો હતો. વેજલપુરમાં આવેલા વિનસ પાર્ક લેન્ડ ખાતે એક ડિલિવરી કરવાની હોવાથી તે ગ્રાહકને તેણે ફોન કરીને જાણ કરી હતી.

વિનસ પાર્ક લેન્ડમાં રહેતા હિતેશભાઇએ ફોન ઉપાડતા જનાર્દનભાઇએ માલ ડિલિવરી કરવા બાબતે વાત કરી અને પેમેન્ટ કેશથી કરશે કે ડેબિટ કાર્ડથી તેવું પૂછતા હિતેશભાઇએ કેશથી પેમેન્ટ કરવાનું કહ્યું હતું. બાદમાં જનાર્દન ભાઇ માલ લઇને પહોંચી ગયા હતા. બેલ મારતા જ હિતેશભાઇ બહાર આવ્યા અને માલ લઇ લીધો હતો. બાદમાં પેમેન્ટ બાબતે જનાર્દનભાઇે 1.3 લાખ રૂપિયા ચૂકવવાનું કહેતા હિતેશભાઇએ ધમકી આપી કે, "હું કોઇનાથી ડરતો નથી. તારા મેનેજરને કહી દે કે પેમેન્ટ પણ નહીં મળે અને માલ પણ નહીં મળે. પોલીસ આવે કે આર્મી, હું કોઇનાથી ડરતો નથી."

આ મામલો વધારે બીચકે તે પહેલા જનાર્દનભાઇએ પોલીસને જાણ કરતા વેજલપુર પોલીસ આવી પહોંચી હતી. પોલીસે હિતશભાઇ અને તેમના પત્ની સોનલબેન સામે આક્ષેપ કરતી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
First published: October 19, 2019, 9:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading