અમદાવાદનો વિચિત્ર કિસ્સો : મોટી ઉંમરે પ્રસૂતિ થતાં સમાજ શું કહેશે તેવા ડરે દંપતી બાળકીને મૂકી ફરાર


Updated: July 31, 2020, 4:45 PM IST
અમદાવાદનો વિચિત્ર કિસ્સો : મોટી ઉંમરે પ્રસૂતિ થતાં સમાજ શું કહેશે તેવા ડરે દંપતી બાળકીને મૂકી ફરાર
બાળકીની મૂકીને ફરાર થઈ જનાર દંપતી.

અમદાવાદનો વિચિત્ર કિસ્સો : મોટી ઉંમરે પ્રસૂતિ થતાં સમાજ શું કહેશે તેવા ડરે દંપતી બાળકીને મૂકી ફરાર.

  • Share this:
અમદાવાદ: કહેવાય છે કે છોરું કછોરું થાય પણ માવતર (Parents) કમાવતર ન થાય. પરંતુ સમાજમાં ક્યારેક આ કહેવતને ખોટી સાબિત કરતા અનેક કિસ્સા સામે આવતા રહે છે. આવો જ એક બનાવ શહેરની સિવિલ હૉસ્પિટલ (Ahmedabad Civil Hospital)માં બન્યો છે. ગત જૂન માસમાં સિવિલ હૉસ્પિટલમાં એક નવજાત બાળકીને ત્યજીને દંપતી ફરાર થઇ ગયું હોવાના મેસેજ શાહીબાગ પોલીસને મળ્યો હતો. જેથી પોલીસે સિવિલ હૉસ્પિટલ પહોંચીને બાળકીની હકીકત મેળવી તપાસ શરૂ કરી હતી.

પોલીસ પાસે બાળકીના માતા-પિતા પાસે પહોંચવા માટેની કોઈ નક્કર કડી મળી ન હતી. કારણ કે દંપતીએ બાળકીને ત્યજી દેવાનો પહેલાથી પ્લાન ઘડ્યો હોય તેમ મોબાઈલ નંબર પણ ખોટો લખાવ્યો હતો. એટલે પોલીસે બાળકીને સિવિલ હૉસ્પિટલ લાવનાર 108 એમ્બ્યુલન્સમાંથી બાળકીને ક્યાંથી અહીં લાવ્યા તેની હકીકત મેળવી હતી. તપાસ બાદ પોલીસ બોપલના આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચી હતી.

આ પણ વાંચો : કોવિડ હોસ્પિટલોમાં ફરજ બજાવતાં કોરોના વૉરિયર્સ માટે રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય

અહીંથી પોલીસને બાળકીના પિતાનો મોબાઈલ નંબર મળી આવ્યો હતો. જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી અને આ દંપતી દાહોદનું હોવાનું જાણવા મળ્યુ હતું. પોલીસને માહિતી મળી હતી કે આ દંપતી મજૂરી કામ કરી રહ્યું છે. જેથી પોલીસે એ દિશામાં તપાસ કરતા આ દંપતીની ભાળ મળી આવી હતી. અંતે પોલીસે આરોપી દંપતીની ધરપકડ કરી છે.

વીડિયોમાં જુઓ : ગુજરાતમાં વરસાદ અંગે શું આગાહી કરવામાં આવી
દંપતીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસનું કહેવું છે કે દંપતીને ચાર સંતાન હતા. પાંચમાં સંતાનનો જન્મ થયો હોવાથી તેઓને ડર હતો કે મોટી ઉંમરે સંતાનનો જન્મ થતાં સમાજમાં બદનામી થશે. બીજી તરફ બાળકીનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી તેનો ખર્ચ પણ વધી જશે, જે ચૂકવવા માટે તેઓની આર્થિક સ્થિતિ સારી ન હતી. જેના ડરથી તેઓ બાળકીને સિવિલમાં મૂકીને ફરાર થઈ ગયા હતા.
Published by: Vinod Zankhaliya
First published: July 31, 2020, 4:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading