અમદાવાદ : IELTS વગર વર્ક પરમીટ, PR અપાવવાનું કહી બંટી બબલીએ 5 લાખ ખંખેરી લીધા


Updated: June 27, 2020, 7:32 AM IST
અમદાવાદ : IELTS વગર વર્ક પરમીટ, PR અપાવવાનું કહી બંટી બબલીએ 5 લાખ ખંખેરી લીધા
પ્રતિકાત્મક તસવીર

મીડિયામાં આવા કિસ્સા સમાચાર રૂપે આવતા આ યુવક સજાગ થઈ ગયો અને તે આ પ્રોસેસ રોકાવતા 10 લાખ રૂપિયા તેના બચી ગયા હતા.

  • Share this:
અમદાવાદ: વિદેશ જનાર લોકો કન્સલ્ટિંગ એજન્ટનો સંપર્ક સાધતા અનેક લોકોને વિઝા ન મળતા તેઓના નાણાં ચાઉં કરી આવા લેભાગુ લોકો સામે કાર્યવાહી થઈ હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા હતા. પણ હવે વિદેશ જનારા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. એક બંટી બબલીએ ભેગા મળીને એક યુવકને IELTS (આઇ.ઇ.એલ.ટી. એસ) આપ્યા વગર વિદેશ મોકલી વર્ક પરમીટ અને પીઆર અપાવાવની લાલચ આપી પાંચ લાખ પડાવી લીધા હતા. જોકે, મીડિયામાં આવા કિસ્સા સમાચાર રૂપે આવતા આ યુવક સજાગ થઈ ગયો અને તે આ પ્રોસેસ રોકાવતા 10 લાખ રૂપિયા તેના બચી ગયા હતા.

સેટેલાઈટમાં રહેતા ચંદ્રિકા બહેન તેમના પુત્ર દર્શીત સાથે રહે છે અને મોટો પુત્ર અપૂર્વ અનેક વર્ષોથી કેનેડા ખાતે રહે છે. દર્શીતભાઈ સમાજની એક મિટિંગમાં ગયા હતા. ત્યાં તેમનો ભેટો પૂજા રાવલ નામની યુવતી સાથે થયો હતો. પૂજાએ દર્શીતભાઈ ને કહ્યું કે તેઓ તેમના ભાગીદાર ધીરેન ગોર સાથે મળીને આનંદનગર રોડ પર ટાઇટેનિયમ સીટી સેન્ટરમાં એચ.વી. ઇમિગ્રેશન નામની ઓફિસ ધરાવી લોકોને કેનેડા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ મોકલે છે. દર્શીત ભાઈનો ભાઈ અપૂર્વ પણ વિદેશ હોવાથી તેઓએ થોડી વાતચીત શરૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, તેઓને બહુ અંગ્રેજી આવડતું નથી તો આઈ.ઇ.એલ.ટી.એસ (ઇન્ટરનેશનલ ઈંગ્લીશ લેન્ગવેજ ટેસ્ટીંગ સિસ્ટમ) વગર વિદેશ જઈને પીઆર અને વર્ક પરમીટ મેળવી શકશે? જેથી આ પૂજાએ તેમને હા પાડી તેનો 15 લાખ ખર્ચ બતાવ્યો હતો.

આ પણ વાંચો- ચીન બોર્ડ ઉપર તૈનાત ભારતીય જવાને દેશવાસીઓને કરી આવી અપીલ, તમે પણ જોઈલો આ viral video

પાંચ લાખનો પહેલો હપ્તો બાદમાં વર્ક પરમીટ આવે ત્યારે પાંચ લાખ અને બાદમાં ટિકિટ વિઝા આવે એટલે પાંચ લાખ એમ વાત કરી હતી. બાદમાં આ મિટિંગો પણ પૂજાની ઓફિસે થતી રહેતી હતી. બાદમાં એક દિવસ પૂજા દર્શીતભાઈના ઘરે પેમેન્ટ લેવા ગઈ હતી. ત્યાં પેમેન્ટ મળ્યા બાદ દર્શીત ભાઈ તેમની ફાઇલનું સતત અપડેટ લેતા હતા. પણ તેમને કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો.

આ પણ જુઓ - 
દરમિયાનમાં મીડિયામાં આવા લેભાગુ એજન્ટોના સમાચાર આવતા જ દર્શીત ભાઈ અને તેમની માતા ચેતી ગયા હતા. બાદમાં ફાઇલ માંગતા પૂજા અને તેનો પાર્ટનર ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. આખરે પોતે ઠગાઈનો ભોગ બન્યા હોવાનું જાણ થતા તેમણે આ અંગે બંટી બબલી એવા પૂજા અને ધીરેન સામે ફરિયાદ નોંધાવતા આનંદનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
First published: June 27, 2020, 7:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading