અમદાવાદ : સમાધાનના બહાને બોલાવી યુવક-યુવતીને ફટકાર્યાં, યુવતીનું અપહરણ

News18 Gujarati
Updated: September 11, 2019, 12:17 PM IST
અમદાવાદ : સમાધાનના બહાને બોલાવી યુવક-યુવતીને ફટકાર્યાં, યુવતીનું અપહરણ
માર માર્યાની ઘટના સીસીટીવીમાં કેદ.

પ્રેમ સંબંધ બાદ યુવક અને યુવતીએ આર્ય સમાજમાં લગ્ન કરી લીધા હતા, યુવતીના પરિવારે સમાધાનના બહાને બંનેને અમદાવાદ બોલાવ્યાં હતાં.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : પ્રેમ લગ્ન બાદ યુવતીના પરિવારના લોકોએ યુવક અને તેના પરિવારના લોકોને બોલાવી માર માર્યાની ઘટના સામે આવી છે. યુવતી અને યુવકને માર માર્યા બાદ યુવતીના પિયરપક્ષના લોકો યુવતીનું અપહરણ કરી ગયા હતા. માર મારવાની અને અપહરણની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.

મળતી માહિતી પ્રમાણે સોલામાં રહેતા 28 વર્ષીય યુવક તેમજ વેપારીને થોડા દિવસ પહેલા ફ્લેટમાં જ રહેતી યુવતી સાથે પ્રેમ થયો હતો. જે બાદમાં બંનેએ રાજીખુશીથી આર્ય સમાજમાં લગ્ન કરી લીધા હતા.

લગ્ન બાદ બંને યુવતીના પરિવારથી છુપાઈને રહેતા હતા. લગ્ન બાદ બંને રાજકોટ ચાલ્યા ગયા હતા. આ દરમિયાન યુવતીના પરિવારના લોકોએ બંનેને સમાધાન માટેનો ફોન કરીને મળવા માટે બોલાવ્યા હતા.

જે બાદમાં યુવક અને યુવતી અમદાવાદ આવી ગયા હતા અને મણિનગર ખાતે એક મકાનમાં રોકાયા હતા. યુવતીના પરિવારના લોકો સાથે વાતચીત બાદ નવરંગપુરા ખાતે આવેલા એક જૈન દેરાસરમાં બંને પક્ષ વચ્ચે બેઠક નક્કી થઈ હતી.

બંને પક્ષ વચ્ચે બેઠક ચાલુ હતી ત્યારે બેથી ત્રણ હથિયારધારી લોકો ત્યાં ઘૂસી આવ્યા હતા અને યુવકના સંબંધીઓ અને યુવક તેમજ યુવતીને માર માર્યો હતો. માર માર્યા બાદ આ લોકો યુવતીને પોતાની સાથે લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે નવરંગપુરા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
First published: September 11, 2019, 12:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading