ઉડતા અમદાવાદ! અમદાવાદનાં પાન પાર્લરમાંથી નશીલી કફ સીરપનો જથ્થો મળ્યો

ઉડતા અમદાવાદ! અમદાવાદનાં પાન પાર્લરમાંથી નશીલી કફ સીરપનો જથ્થો મળ્યો
પ્રતિકાત્મક તસવીર

કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં થોડા વર્ષો પહેલા દેશી દારૂ પીવાથી લઠ્ઠાકાંડ થયો હતો અને હવે નશીલી કફસીરપો આ જ પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાયો છે.

  • Share this:
અમદાવાદઃ શહેરમાં ગાંજો દારૂ ખુલ્લેઆમ વેચાતા હોવાનાં અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે પણ હવે નશીલી કફસીરપ પણ વગર પાસ પરમિટે વેચાતી હોવાનું સામે આવ્યું છે. કાગડાપીઠ પોલીસે બાતમીનાં આધારે એક પાનનાં ગલ્લામાંથી નશીલી કફ સીરપનો સાતેક હજાર બોટલ જેટલો જથ્થો કબજે કરીને એક આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં મુખ્ય સપ્લાયરની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં થોડા વર્ષો પહેલા દેશી દારૂ પીવાથી લઠ્ઠાકાંડ થયો હતો અને હવે નશીલી કફસીરપો આ જ પોલીસ સ્ટેશનની હદમાંથી એટલે કે બહેરામપુરામાંથી ઝડપાતા આ વિસ્તારમાં નશાની હાટડીઓ બંધ નથી થઇ તેવું મનાઇ રહ્યું છે.

ડમી ગ્રાહક બનાવીને પાન પાર્લરમાં મોકલ્યો હતોકાગડાપીઠ પોલીસને બાતમી મળી હતી કે, બહેરામપુરામાં આવેલા દેવાંશી પાન પાર્લરનો માલિક નશીલી દવાઓનો જથ્થો રાખી વેચાણ કરે છે. તેની પાસે કોઇ પાસ પરમિટ નથી. જેથી પોલીસે એક ટીમ બનાવી હતી. આ ટીમે આ પાન પાર્લર પર એક ડમી ગ્રાહક મોકલ્યો હતો અને આ ગ્રાહકે  જઇને કફ સીરપ માંગી હતી. પાનનાં ગલ્લાવાળાએ તેને દવાની બોટલ આપતા જ પોલીસે રેડ કરી અને તપાસ હાથ ધરી હતી. દુકાનમાંથી અનેક બોટલો પોલીસને મળી આવી હતી. જેથી પોલીસે આરોપી પંકજ ડાંગરની ધરપકડ કરી હતી. પંકજ ડાંગરની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ હાથ ધરતા તેણે અન્ય એક જગ્યાએ મકાન ભાડે રાખી ત્યાં પણ માલ સંતાડ્યો હોવાનું કહેતા પોલીસે તે જગ્યાએથી પણ આ નશીલી દવાઓનો જથ્થો કબજે કર્યો હતો.

આ પણ વાંચો : સંબંધ શર્મસાર : દાહોદમાં કૌટુંબિક મામાએ 6 વર્ષની ભાણેજ સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી

દવા સપ્લાય કરનાર ભરત ચૌધરી વોન્ટેડ

પોલીસે કુલ સાતેક હજાર જેટલી કફ સીરપની નશીલી દવાઓનો જથ્થો કબજે કરી નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે. દવા સપ્લાય કરનાર ભરત ચૌધરી છે. જેથી પોલીસે તે વોન્ટેડ ભરતની પણ શોધખોળ હાથ ધરી છે.

સૂત્રોનાં જણાવ્યા મુજબ મોટાભાગનાં યુવાધનમાં આ દવાઓનો નશો કરાતો હોવાથી આ દવા વેચાય છે. આ જ વિસ્તારની અનેક ચાલીઓના લોકોને દારૂ કે અન્ય કોઇ નશો ન મળે તો તે કફસીરપ પીવાનો નશો કરતા હોય છે.

કેમ કફસીરપનો નશો થાય છે?

જાણકાર ડોક્ટરોનું કહેવું છે કે, મોટાભાગની દવાઓમાં ડ્રગ્સ તો હોય જ છે પણ તે માપનું હોય છે. કફસીરપ પીવાથી પીનારને તુરંત જ ઉંઘ આવી જતી હોય છે અને દારૂ પીધા જેવો નશો કર્યો હોવાનું તે લોકો અનુભવ કરતા હોય છે. જેથી અનેક યંગસ્ટર્સ કફસીરપનો નશો કરતા હોય છે.

આ વીડિયો પણ જુઓ :
First published:February 02, 2020, 08:33 am

टॉप स्टोरीज