Home /News /madhya-gujarat /

ગુજરાતમાં Coronavirus : રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર આજથી તમામ મોટા મંદિરો 31 માર્ચ સુધી બંધ

ગુજરાતમાં Coronavirus : રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર આજથી તમામ મોટા મંદિરો 31 માર્ચ સુધી બંધ

સોમનાથ મંદિર - ફાઈલ ફોટો

સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ, ડાકોર, અક્ષરધામ સહિતનાં અન્ય મોટો દેવ સ્થાનો બંધ

    અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસનો (coronavirus) હાહાકાર મચી ગયો છે. એક બાજુ રાજ્યમાં (Gujarat) બે પોઝિટીવ (Positive case) કેસ નોંધાયા છે ત્યારે આજથી રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર તમામ મોટા દેવસ્થાનો (Temples) આગામી 31મી માર્ચ સુધી બંધ રહેશે. રાજ્યમાં 31મી માર્ચ સુધી બંધ રહેનારા આ મંદિરોમાં સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ, ડાકોર, અક્ષરધામ, ચોટીલા સહિતનાં તમામ મોટા મંદિરોનો સમાવેશ થાય છે.

    દર્શનાર્થીઓને આ તમામ સ્થળો પર અને તે સિવાયના નાના-મોટા દેવસ્થાનોમાં ન જવા સૂચના આપવામાં આવી છે. રાજ્યસરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યની શાળા-કૉલેજો સાથે દેવસ્થાનોએ પણ પોતાના દ્વારા જનતા માટે બંધ કરવા. કોરોના વાયરસના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી બીજી વ્યક્તિને પણ આ વાયરસની અસર થતી હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો : ગુજરાતમાં coronavirus: રાજકોટ-સુરતના દર્દીના સંપર્કમાં આવેલા 25 વ્યક્તિને ક્વૉરેન્ટીન કરાયા

    મોરારિ બાપુએ કથા થંભાવી

    દરમિયાન ગત સપ્તાગમાં સંત મોરારિ બાપુએ પણ રાજુલામાં ચાલી રહેલી રામ કથા થંભાવી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે 'વ્યક્તિના તન-મન-ધનને નુકશાન પહોંચે નહીં તે માટે આ કથા થંભાવામાં આવે છે જે 1 એપ્રિલથી ફરી શરૂ કરવામાં આવશે. આ કથામાં રોજ હજારોની સંખ્યામાં શ્રોતાઓ આવતા હોવાથી નિર્ણય કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચો :  પરબધામના મહંતનો વિશ્વને ચોંકાવનારો વીડિયો Viral, 2020માં વાયરસ દુર્ધટના થશે એવી આગાહી કરી હતી!

    રાજકોટમાં કલમ 144 લાગુ

    દરમિયાન કોરોના વાયરસના ભયનાં પગલે રાજકોટમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. એનો સીધો અર્થ એ છે કે રાજકોટ શહરેમાં કોઈ પણ પ્રકારના જાહેર મેળવાડા નહીં થઈ શકે. શહેરમાં એક સાથે 4 કરતા વધુ વ્યક્તિ એકઠી નહીં થઈ શકે. શહેરના તમામ બાગ-બગીચા, સ્વિમિંગપૂલ, જાહેર સ્થળો, બંધ કરવામાં આવ્યા છે. રાજ્ય બહાર જતી રાજ્યની તમામ બસોને ચેક કરાશે મહારાષ્ટ્ર તરફની સરકારી બસો થંભાવી દેવામાં આવી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Corona effect, Corona in Gujarat, Coronavirus, Dakor, Dwarka, Pavagadh, Somnath

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन