ગુજરાતમાં coronavirus: રાજકોટ-સુરતના દર્દીના સંપર્કમાં આવેલા 25 વ્યક્તિને ક્વૉરન્ટીન કરાયા

News18 Gujarati
Updated: March 20, 2020, 9:24 AM IST
ગુજરાતમાં coronavirus: રાજકોટ-સુરતના દર્દીના સંપર્કમાં આવેલા 25 વ્યક્તિને ક્વૉરન્ટીન કરાયા
આઇસોલેશન વોર્ડની ફાઇલ તસવીર

લંડનથી આવેલી સુરતની યુવતી અને મક્કા મદીનાતથી આવેલો રાજકોટનો યુવક કોરોના પોઝિટીવ. તંત્ર સાબદું કરાયું

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસ (Coronavirus) ચીનથી શરૂ થઈને સમગ્ર વિશ્વના દેશોમાં પ્રસરી રહ્યો છે. ત્યારે ભારતમાં (India) પણ ધીમે ધીમે કોરોના વાયરસના કેસ વધતા જાય છે. અને હવે ગુજરાતમાં (Gujarat) પણ કોરોના વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતમાં બે કેસ પોઝિટીવ (Postivie case) નોંધાયા છે. ગુજરાતના સુરત અને રાજકોટમાં કોરોના વાયરસના બે કેસ પોઝેટીવ નોંધાયા છે. સુરતમાં લંડનથી (London) આવેલી યુવતી અને રાજકોટમાં મક્કા મદીનાથી (Madina) આવેલો યુવક કોરોના પોઝિટવ જાહેર થયા છે. સરકારે આ બંને દર્દીના સંપર્કમાં આવેલા કુલ 25 લોકોને પણ ક્વૉરેન્ટીન કર્યા છે.

આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોડી રાત્રે જણાવ્યું કે 'બંને દર્દીના ટેસ્ટ લેવાયો ત્યારથી આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આરોગ્ય વિભાગે બંને દર્દીના પરિચીતો અને પરિવારને પણ ક્વોરેન્ટીન કર્યો છે. ' બંને દર્દીના પરિવારજનોને હાલ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : coronavirus ઉપર PM મોદીએ જનતા કર્ફ્યૂની અપીલ કરી, 22 માર્ચે લોકો ઘરમાં રહે

રાજકોટના દર્દીની સ્થિતિ સારી

આ મામલે રાજકોટના દર્દી વિશે માહિતી આપતા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું કે રાજકોટમાંથી મળી આવેલા પોઝિટીવ કેસની વિગતો એવી છે કે દર્દીની સ્થિતિ હાલ સારી છે. તેમના પરિવારજનોને પણ કોઈ લક્ષણો દેખાયા નથી છતાં તેમને કોઈ ખતરામાં ન મૂકતા ક્વોરેન્ટીન કર્યા છે. એમાંથી ચાર લોકોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જેમને લક્ષણો હતા તે પરિવારજનો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના વાયરસની Entry, સુરત અને રાજકોટમાં કુલ બે કેસ પોઝેટીવરહીશ 21 વષર્ના મહિલા જે લંડન ખાતે અભ્યાસ કરતા હતા. લંડનથી મુંબઇ આલીને ત્યાંથી સુરત ખાતે આવ્યા હતા. 6 માર્ચનાના રોજ ઉધરસ, ખાંસી અને તાવની તકલીફ થતાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેઓની વિગતવાર તપાસ હાથ ધરતાં તેઓના લક્ષણો કોરોના વાયરસ રોગને મળવતા આવતાં ત્વરીત આ સેમ્પલ બી.જ.મેડીકલ કોલેજ અમદાવાદ ખાતે તપાસ માટે મોકલવામાં આવેલા. અને કોરોના વાયરસ પોઝિટીવ જણાયેલ છે. તે ધ્યાને લઇ રાજય સરકારે તેઓના સંપકર્માં આવેલ 9 વ્યક્તિઓ ને તાત્કાલિક કોરોન્ટાઇન કરવામાંઆવેલ છે.
First published: March 20, 2020, 8:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading