coronavirus: શું આ વર્ષે પાર્ટી પ્લોટને બદલે શેરી ગરબા યોજાશે? તૈયાર છે આયોજકો

coronavirus: શું આ વર્ષે પાર્ટી પ્લોટને બદલે શેરી ગરબા યોજાશે? તૈયાર છે આયોજકો
પ્રતિકાત્મક તસવીર

આયોજકો દ્વારા એક ગાઈડલાઇન તૈયાર કરવામાં આવી રહી છે જેમાં ખેલૈયાઓ માટે ગ્રાઉન્ડ સેનિટાઈઝ કરવામાં આવશે.

  • Share this:
અમદાવાદઃ નવરાત્રિને લઈને (Navratri 2020) અમદાવાદીઓ (Amdavadi) તૈયાર છે તો બીજી તરફ આયોજકોએ પણ મુખ્યમંત્રી (Gujarat CM) સાથે વાતચીત કરીને તૈયારીઓ કરી છે. 30 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારની નવી (Gujarat Government) ગાઇડલાઈનમાં (corona Guideline) ખ્યાલ આવશે કે કેવી રીતે ઉજવાશે.

આ ગાઈડલાઈનમાં કયા મુદ્દાઓ મહત્ત્વના રહેશે તે સમય બતાવશે. પરંતુ ગાઈડ લાઇન પહેલા અમદાવાદી ખેલૈયાઓમાં (Khelaiya) થનગનાટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આયોજકો દ્વારા એક ગાઈડલાઇન તૈયાર કરવામાં આવી રહી છે જેમાં ખેલૈયાઓ માટે ગ્રાઉન્ડ સેનિટાઈઝ કરવામાં આવશે. એટલું જ નહિ માત્ર ગ્રાઉન્ડ કેપીસિટી કરતાં 30%  ખેલૈયાઓને મળશે એન્ટ્રી, એન્ટ્રી ગેટ પર સેનીટાઇઝર ટનલ ઊભી કરાશે અને ગ્રાઉન્ડ પર કોર્પોરેશનના (AMC) ધન્વંતરી રથ રહેશે.



આ સાથે ખેલૈયાઓને અપાશે માસ્ક અને સેનીટાઇઝર આ તમામ સજેશન ગુજરાત ના ગરબા આયોજકોએ મુખ્યમંત્રીને પણ આપ્યા છે. આ અંગે વાતચીત કરતા આયોજક ગ્રિષ્મા ત્રિવેદી એ જણાવ્યું કે કોરોના ને કારણે નવરાત્રી બંધ રહશે તો ઘણાં સામાન્ય લોકો ને સૌથી મોટી અસર થશે.લાઈટ સાઉન્ડ અને ડેકોરેશન વાળા ખાસ નવરાત્રિમાં જ કમાણી કરતાં હોય છે ત્યારે તમામ  તૈયારીઓ સાથે અમદાવાદના  આયોજકો અને ખેલૈયાઓ નવરાત્રી માટે તૈયાર થઈ ચૂક્યા છે.

શું સરકાર શેરી ગરબાને જ આપશે પ્રાધાન્ય?
કન્ટેન્મેન્ટ ઝોન માં નવરાત્રી નહીં થાય તે તો પાક્કું છે પરંતુ કન્ટેન્મેન્ટ ઝોન સિવાય જૂની અને જાણીતી જગ્યાએ કેવી રીતે નવરાત્રી કરવી તે પણ મહત્વનો મુદ્દો રહેશે આ વખતે નવરાત્રિમાં પાર્કિંગનો પ્રશ્ન નહીં થાય કારણ કે પહેલેથી જ કેટલા લોકો આવશે તે ફિક્સ થઈ ચૂકયું હશે.

આ પણ વાંચોઃ-શરીર માટે લાભદાયી ગધેડીના દૂધની પહેલી ડેરી શરૂ થશે, 1 લિટરની કિંમત છે રૂ.7000

આ માટે આયોજકોએ ડિજીટલ સિસ્ટમ અપનાવી છે. એટલું જ નહીં જો ગુજરાત સરકાર કરશે કે પાર્ટી પ્લોટ ને બદલે શેરીગરબા નો આદેશ આપશે  તો આયોજકો તેની માટે પણ તૈયાર છે. આ માટે આયોજકો શેરી એટલે કે એપાર્ટમેન્ટ સોસાયટી તથા મોટા ટાવર માં જઈને ગરબા કરશે.

આ પણ વાંચોઃ-સવાર-સાંજ પત્ની ગાળો ભાંડતી હતી, પતિએ સોપારી આપીને કરાવી દીધી હત્યા

આ પણ વાંચોઃ-મહિલાએ કૂવમાં લગાવી છલાંગ, પોલીસકર્મી દોરડું બાધી ઉતર્યો અને જીવ બચાવ્યો, જુઓ દિલધડક રેસ્ક્યૂની તસવીરો

નવરાત્રિ માટે પાર્ટી પ્લોટનું બુકિંગ
લગ્ન પ્રસંગ માટે પાર્ટી પ્લૉટ ના બુકિંગ થઈ ગયા છે પરંતુ નવરાત્રિના બુકિંગ ક્યાં કરવા, કેવી રીતે કરવા તે અંગે પણ ગુજરાત સરકારની જો ગાઈડ લાઈન આવશે તો લોકો તે પ્રમાણે પાર્ટી પ્લોટ બુકિંગ કરવાની તૈયારીમાં છે.

અમદાવાદમાં આશરે 40 ટકા પાર્ટી પ્લૉટ નવરાત્રિમાં ઓફ ધ રેકોર્ડ બૂક થઈ ગયા છે.પરંતુ આગળના સમય માટેની બધો જ મદાર 30 ઓગસ્ટ પર રહેશે. 30 ઓગસ્ટના દિવસે ગુજરાત સરકારની જેવી ગાઈડ લાઇન આવશે તે પ્રમાણે ખેલૈયાઓ અને આયોજકો તૈયારી કરશે હાલ તો ગુજરાતમાં નવરાત્રી થશે કે કેમ તે ઉપર ચોક્કસ પ્રશ્નાર્થ છે.
Published by:ankit patel
First published:August 26, 2020, 20:33 pm

ટૉપ ન્યૂઝ