ગુરુવાર ગુજરાત માટે ભારે રહ્યો : કોરોનાના 55 નવા કેસ, એકલા અમદાવાદમાં 50 કેસ નોંધાયા

News18 Gujarati
Updated: April 9, 2020, 11:14 AM IST
ગુરુવાર ગુજરાત માટે ભારે રહ્યો : કોરોનાના 55 નવા કેસ, એકલા અમદાવાદમાં 50 કેસ નોંધાયા
પ્રતિકાત્મક તસવીર

આઠમી એપ્રિલ સુધી ગુજરાતના 33માંથી 17 જિલ્લામાં કોરોનાનો પેસારો, સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા.

  • Share this:
ગાંધીનગર : કોરોના વાયરસ સામે હાલ આખું વિશ્વ લડી રહ્યું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુરુવારે 10 વાગ્યા સુધી કોરોના વાયરસના નવા 55 કેસ સામે આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 241 થવા પામી છે. બુધવારનો દિવસ ગુજરાત માટે સારો રહ્યો હતો. આ દિવસે રાજ્યમાં એક પણ મોત નોંધાયું ન હતું. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા પણ અન્ય દિવસ કરતા ઓછી રહી હતી.

નવમી એપ્રિલની સ્થિતિ:

9મી એપ્રિલના રોજ સવારે 10 વાગ્યા સુધી કોરોના વાયરસના 55 નવા કેસ સામે આવ્યા છે. આરોગ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવીના જણાવ્યા પ્રમાણે આગામી બે ત્રણ દિવસમાં હજુ પણ કેસની સંખ્યા વધી શકે છે. 55 નવા કેસમાંથી એકલા અમદાવાદમાં જ 50 નવા કેસ સામે આવ્યા છે. નવમી તારીખે ગુજરાતમાં કુલ કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 241 પર પહોંચી છે. અત્યાર સુધી કુલ 17 લોકોનાં મોત થયા છે. જ્યારે 26 લોકો સારવાર બાદ સાજા થઈને ઘરે પર ગયા છે. આ સાથે આજની સ્થિતિમાં બે દર્દીઓ હાલ વેન્ટીલેટર પર છે.

55 નવા કેસમાંથી 50 અમદાવાદના

નવમી એપ્રિલના રોજ જે નવા કેસ સામે આવ્યા છે તેમાં સૌથી વધારે 50 કેસ અમદાવાદમાં, સુરતમાં બે કેસ અને દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં એક એક કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ગત અખબારની યાદી બાદ એસ.વી.પી. હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક 48 વર્ષના પુરુષનું નિધન થયું છે.

9મી એપ્રિલના રોજ સવારે 10 વાગ્યાની સ્થિતિ
 

તા. 8મી એપ્રિલની સ્થિતિ

આઠમી એપ્રિલના રોજ ગુજરાતમાં કોરોના કોરોના વાયરસના કુલ 11 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ દિવસે રાજ્યમાં સરકારી ચોપડે બે મોત નોંધાયા હતા. જોકે, બંને મોત સાતમી એપ્રિલના રોજ રાત્રે થયા હતા. આ સાથે જ આઠમી એપ્રિલ સુધી રાજ્યમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 186 હતી. જેમાંથી બે દર્દીઓ વેન્ટીલેટર પર હતા. જ્યારે 143 લોકોની હાલત સ્થિત હતી. જ્યારે કોરોના વાયરસને કારણે આઠમી એપ્રિલ સુધી 26 દર્દીઓને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી ચુકી છે. કુલ 16 મોત નોંધાયા છે.

આ પણ વાંચો :  ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીના ફરી વખાણ કર્યા, કહ્યું- આપના નેતૃત્વમાં માનવતાને મદદ મળી

17 જિલ્લામાં કોરોનાના પેસારો 

આઠમી એપ્રિલ સુધી ગુજરાતમાં કુલ 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં 83 નોંધાયા હતા. છ જેટલા જિલ્લામાં કોરોના વાયરસના એક એક કેસ નોંધાયા હતા.
First published: April 9, 2020, 10:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading