કોરોના અપડેટ્સ : 46 નવા કેસ સામે આવ્યા, અમદાવાદના એક ડૉક્ટરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો

News18 Gujarati
Updated: April 10, 2020, 11:01 AM IST
કોરોના અપડેટ્સ : 46 નવા કેસ સામે આવ્યા, અમદાવાદના એક ડૉક્ટરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો
દુનિયામાં પ્રતિ લાખ જનસંખ્યા પર 4.4 મોત થઇ છે. જ્યારે ભારતમાં પ્રતિ લાખ જનસંખ્યા પર 0.3 મોત થઇ છે. જે દુનિયામાં સૌથી ઓછી છે. સ્વાસ્થય મંત્રાલયે મુજબ કોવિડ 19 પછી દેશભરમાં કરવામાં આવેલે લોકડાઉન અને વ્યવસ્થાના કારણે આ શક્ય બન્યું છે.

ગુરુવારે એક જ દિવસમાં રાજ્યમાં કોરોના વાયરસના 95 નવા કેસ સામે આવ્યા હતા, સૌથી વધારે 58 કેસ અમદાવાદમાં નોંધાયા હતા.

  • Share this:
ગાંધીનગર : ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ (Dr Jayanti Ravi)ના જણાવ્યા પ્રમાણે શુક્રવારે ગુજરાતમાં કોરોના વાયરસ (Gujarat Coronavirus Cases)ના નવા 46 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ (Positive Cases) કેસની સંખ્યા 308 પર પહોંચી છે. ગુરુવારે ગુજરાતમાં એક જ દિવસમાં 95 જેટલા કેસ સામે આવ્યા હતા. જોકે, બીજી તરફ આરોગ્ય સચિવનું કહેવું છે કે સેમ્પલિંગ (Coronavirus Sampling)નું પ્રમાણ વધારવાને કારણે કેસમાં અચાનક વધારો થયો છે. આ મામલે લોકોએ વધારે ડરવાની જરૂર નથી. આ સાથે અમદાવાદ ખાતે એક ડૉક્ટરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

સૌથી વધારે કેસ વડોદરામાં સામે આવ્યા

શુક્રવારે 46 નવા કેસ સામે આવ્યા છે તેમાં સૌથી વધારે 17 કેસ વડોદરામાં સામે આવ્યા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 11 કેસ, પાટણમાં 2 કેસ, રાજકોટમાં 5 કેસ, કચ્છમાં 2 કેસ, ભુજમાં 4 કેસ, ગાંધીનગરમાં 1 કેસ અને ભાવનગરમાં ચાર કેસ સામે આવ્યા છે. શુક્રવારે બે લોકોનાં મોત થયા છે. જેમાં અમદાવાદ ખાતે 40 વર્ષીય પુરુષ અને ગાંધીનગર ખાતે એક 81 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. શુક્રવારે ચાર લોકોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધી કુલ 30 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધી કુલ 19 લોકોનાં મોત થયા છે. નવા 11 કેસની સાથે અમદાવાદ શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 153 પર પહોંચી છે.

કયા જિલ્લામાં કેટલા કેસ?ડરવાની જરૂર નથી : ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ 

ગુજરાતમાં વધી રહેલા કેસ મામલે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, વધી રહેલા કેસથી લોકોએ ડરવાની જરૂર નથી. જે કેસ વધી રહ્યા છે તે અંદાજ પ્રમાણે જ વધી રહ્યા છે. ક્લસ્ટર ક્વૉરન્ટીનમાં સેમ્પલિંગ વધારતા કેસ વધશે તેવો અંદાજ પહેલાથી જ હતો. અમદાવાદમાં જે કેસ સામે આવ્યા છે તે વિસ્તારોમાં કાલુપુર, માણેકચોક, જુહાપુરા, બાપુનગર, શાહઆલમ, નવા વાડજ, દુધેશ્વર, હરીઓમ સોસાયટી-બાવળાનો સમાવેશ થાય છે.

10મી એપ્રિલના રોજ સામે આવેલા કેસઆ પણ વાંચો :  સલામ છે ગુજરાતીઓને! લૉકડાઉનનું સમર્થન કરતા કહ્યું, જરૂર પડે તો કર્ફ્યૂ પણ લાદો


ગુરુવાર ગુજરાત માથે ભારે રહ્યો

ગુરુવારે એક જ દિવસમાં રાજ્યમાં કોરોના વાયરસના 95 નવા કેસ સામે આવ્યા હતા. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા હતા. ગુરુવારે અમદાવાદ શહેરમાં કુલ 58 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુરુવાર સાંજ સુધી ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 262 પોઝિટિવ કેસ નોંધાયેલા હતા. જેમાંથી ત્રણ લોકોની હાલત ખૂબ ગંભીર હતી. જ્યારે 212 લોકોની હાલત સ્થિર હતી. આ સાથે જ ગુરુવાર સુધી રાજ્યમાં કોરોના વાયરસને પગલે 17 લોકોનાં મોત થયા હતા, તેમજ 26 લોકોને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું.


First published: April 10, 2020, 10:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading