કોરોનાનો કહેર : ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસ 695 થયા, 56 નવા કેસ સામે આવ્યા, 8 દર્દી વેન્ટીલેટર પર

કોરોનાનો કહેર : ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસ 695 થયા, 56 નવા કેસ સામે આવ્યા, 8 દર્દી વેન્ટીલેટર પર
કુલ 30નાં મોત

સૌથી વધારે 404 પોઝિટિવ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયો, અમદાવાદમાં અત્યાર સુધી 13 મોત, 13 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

 • Share this:
  ગાંધીનગર : રાજ્યમાં કોરોના પોઝિટિવ (Coronavirus) કેસની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. 15મી એપ્રિલના રોજ સ્વાસ્થ્ય વિભાગ (Health Department)ની યાદી પ્રમાણે બે લોકોનાં મોત થયા છે જ્યારે નવા 56 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ એકલામાં જ 42 કેસ નવા સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોનાને કારણે અત્યાર સુધી કુલ 30 લોકોનાં મોત થયા છે, હાલ 8 લોકો ક્રિટિકલ એટલે કે વેન્ટિલેટર પર છે.

  56 નવા કેસ સામે આવ્યા  15મી એપ્રિલના રોજ રાજ્યમાં 56 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી સૌથી વધારે 42 કેસ અમદાવાદ જિલ્લામાં સામે આવ્યા છે. આ ઉપરાંત સુરતમાંથી 6, વડોદરામાંથી 3, બોટાદમાંથી 1, પંચમહાલમાંથી 3, ખેડામાંથી 1 કેસ સામે આવ્યો છે. આજના દિવસમાં એક પણ દર્દી સાજો થઇને ઘરે નથી ગયો. અત્યાર સુધી રાજ્યમાં કોરોનાની બીમારીમાંથી કુલ 59 લોકો સાજા થયા છે. હાલ આઠ દર્દી વેન્ટીલેટર પર અને 598 લોકો સ્ટેબલ છે.

  આ પણ વાંચો : લૉકડાઉન પાર્ટ-2 માર્ગદર્શિકા : સ્મશાનયાત્રામાં 20થી વધારે લોકોને એકઠા થવા પર પ્રતિબંધ

  બે લોકોનાં મોત

  બુધવારે બે લોકોનાં મોત નોંધાયા છે. જેમાં વડોદરામાં 14 વર્ષની કિશોરી કે જે મગજની બીમારીથી પણ પીડિત હતી અને સુરતની 45 વર્ષીય મહિલા કે જે હાયપર ટેન્શનથી પીડિત હતી તેનો સમાવેશ થાય છે.

   

  22 જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા

  અત્યાર સુધી ગુજરાતના કુલ 33માંથી 22 જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જામનગર, બોટાદ, મોરબી, સાબરકાંઠા અને ખેડામાં એક એક કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં સૌથી વધારે 404 કેસ નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે 13 મોત નોંધાયા છે. વડોદરા અને સુરતમાં પાંચ-પાંચ મોત, ભાવનગરમાં ત્રણ, ગાંધીનગર, પાટણ, પંચમહાલ અને જામનગરમાં એક-એક મોત નોંધાયું છે.

  આ પણ વાંચો : Lockdwon Phase 2 : શું ખુલ્લું રહેશે અને શું બંધ? કેન્દ્ર સરકારની વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર  ઇમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લેવાય

  મંગળવારે અમદાવાદ કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદમાં તેમના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લેવાયા છે. મળતી માહિતી પ્રમાણે ખેડાવાલાના સંપર્કમાં આવેલા 30 લોકોના સેમ્પલ લેવાયા છે. આ ઉપરાંત જમાલપુર સ્થિત દેવળીવાડા ફ્લેટને સેનિટાઇઝ કરવામાં આવ્યો છે. ફ્લેટમાં રહેતા 30 લોકોનાં સેમ્પલ લેવાયા છે. ધારાસભ્ય ગ્યાસુદીન શેખનું પણ સેમ્પલ લેવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમને હોમ ક્વોરન્ટીન કરવાની સૂચના આપવામાં આવી છે.

  ઇમરાન ખેડાવાલાના ડ્રાઇવર અને ભત્રીજાને હોમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઇમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા જમાલપુરના કાઉન્સિલર અઝરા કાદરીને હોમ ક્વૉરન્ટી કરવામાં આવ્યા છે. જમાલપુર કૉંગ્રેસ વોર્ડ પ્રમુખ અને ઇમરાન ખેડાવાલાના બહેનને પણ હૉમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.
  Published by:News18 Gujarati
  First published:April 15, 2020, 12:03 pm

  ટૉપ ન્યૂઝ