રાજ્યમાં Corona બેફામ, 24 કલાકમાં 524 નવા કેસ, 28નાં મોત, અમદાવાદ બાદ સુરતમાં ચિંતા વધી

News18 Gujarati
Updated: June 16, 2020, 8:06 PM IST
રાજ્યમાં Corona બેફામ, 24 કલાકમાં 524 નવા કેસ, 28નાં મોત, અમદાવાદ બાદ સુરતમાં ચિંતા વધી
પ્રતિકાત્મક તસવીર

છેલ્લા 24 કલાકમાં 418 દર્દીઓ સાજા થયા જોકે, સામે એક માત્ર અમદાવાદમાં 332 કેસ નોંધાયા, સુરતમાં 71 આવતા ચિંતા વધી

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના બેફામ બન્યો છે. રાજ્યમાં કોરોના વાયસના નવા 524 કેસ 16મી જૂન સાંજે 5.00 સુધીમાં નોંધાયા છે. કોરોનાના આ કેસમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લાના છે. અમદાવાદ જિલ્લામાં 332 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 24 કલાકમાં 28 કમનસીબોનાં મોત પણ થયા છે. સરકારે આપેલા આંકડા મુજબ 24 કલાકમાં 418 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જોકે, અમદાવાદ બાદ હેવ કોરોનાના મોરચે સુરતમાં ચિંતા વધી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 332, સુરતમાં 71, વડોદરામાં 41, ગાંધીનગરમાં 22, રાજકોટમાં 10, પંચમહાલમાં 5, ભરૂચમાં 6, અરવલ્લીમાં 4, અમરેલીમાં 4, મહેસાણામાં 3, પાટણ, કચ્છમાં, જામનગર, સુરેન્દ્રનગરમાં 3, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ખેડામાં 2-2 કેસ નોંધાયા છે. જ્યારે બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબીમાં 1-1 નોંધાયો છે.

આ પણ વાંચો :  સુશાંત સિંઘ રાજપૂત ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી અલગ ઘરમાં રહેવાનો હતો, પિતરાઈ ભાઈએ કહ્યું કે નવેમ્બરમાં...

રાજ્યમાં હાલમાં કુલ 6004 કેસ એક્ટિવ છે. આ પૈકીના 64 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે બાકીના 5940 દર્દીઓ સ્ટેબલ છે. આજદિન સુધીમાં રાજ્યમાં 17090 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુનો આંકડો 1534 પર પહોંચ્યો છે.

રાજ્યમાં અત્યારસુધીમાં રાજયમાં છેલ્લા 24 કલાકમાં 28 દર્દીના નિધન થયા છે. જેમાં 21 દર્દી સુરતના, વડોદરા અને સાબરકાંઠાના 2-2 અને પંચમહાલના એક દર્દીનું મોત નીપજ્યું છે.

અત્યારસુધીમાં રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 24268 પર પહોંચી છે. આ દર્દીઓમાંથી 17090 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ જિલ્લો કોરાનોનો મુખ્ય હોટસ્પોટ છે. અહીંયા આજદિન સુધી 17299 કેસ નોંધાયા છે, જેમાંથી 12057 દર્દી રિકવર થયા છે જ્યારે 1231 દર્દીના દુખદ મોત થયા છે. જ્યારે સુરતમાં આજદિન સુધી 2714 કેસ નોંધાયા છે જ્યારે 1967 રિકવર થયા છે અને 112 દર્દીના દુખદ મોત થયા છે.
First published: June 16, 2020, 7:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading