આજથી માસ્ક નહીં પહેરનારને રૂ. 1,000નો 'ચાંદલો'; ASI માસ્ક પહેર્યા વગર દંડ ઉઘરાવતા જોવા મળ્યા

News18 Gujarati
Updated: August 11, 2020, 9:25 AM IST
આજથી માસ્ક નહીં પહેરનારને રૂ. 1,000નો 'ચાંદલો'; ASI માસ્ક પહેર્યા વગર દંડ ઉઘરાવતા જોવા મળ્યા
(વિજય રૂપાણી - ફાઇલ તસવીર, ડાબે-માસ્ક પહેર્યાં વગર લોકોને દંડી રહેલા પોલીસકર્મી)

  • Share this:
અમદાવાદ : આજથી જાહેરમાં માસ્ક (Mask) નહીં પહેરનાર લોકો પાસેથી એક હજાર રૂપિયા દંડ (1000 rupees fine for not wearing mask) વસૂલવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ સોમવારે જણાવ્યું હતું કે રાજ્યમાં મંગળવારથી હાઇકોર્ટ (Gujarat High Court)ના આદેશનો અમલ કરાવવામાં આવશે. જેના પગલે આજથી જાહેરમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી એક હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવશે. બીજી તરફ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે, જ્યાં ભાવનગર (Bhavnagar)ના વરતેજમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી એક પોલીસકર્મી માસ્ક પહેર્યાં વગર દંડી રહ્યો છે. ! માસ્ક અંગે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા જાહેરમાં માસ્ક ન પહેરતા લોકોને મોટો દંડ કરવાની ટકોર કરી હતી. હાઇકોર્ટે માસ્ક ન પહેરતા લોકોને એક હજાર રૂપિયા સુધી દંડ કરવાનું જણાવ્યું હતું. જે બાદમાં સરકાર તરફથી માસ્ક નહીં પહેરવા બદલ એક હજારનો દંડ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

લોકો માસ્ક પહેરીને જોવા મળ્યાં

માસ્ક માટે દંડના વધારાના પ્રથમ દિવસ અમદાવાદ શહેરમાં સવારે લોકો માસ્કમાં જ જોવા મળ્યા હતા. રસ્તાઓ પર લોકો માસ્ક સાથે જ જોવા મળ્યા હતા. લોકોને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે 1000 રૂપિયા દંડ ભરવો તેના કરતા માસ્ક પહેરવું સારું છે. રાજ્યના અન્ય શહેરમાં પણ આવો જ માહોલ જોવા મળ્યો હતો.

માસ્ક નહીં પહેરવા બદલ રૂ. 1,000નો દંડ

કૃષિ ક્ષેત્ર માટે અગત્યની જાહેરાત કરવા માટે સોમવારે ગાંધીનગર ખાતે એક પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. આ દરમિયાન વિજય રૂપાણીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી હતી. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન સવાલ-જવાબ વખતે મુખ્યંત્રીએ આવતીકાલ એટલે કે મંગળવાર 11 ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરવા માટે એક હજાર રૂપિયા દંડ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. એટલે કે માસ્ક ન પહેરવાનો દંડ બે ગણો કરી દેવામાં આવ્યો છે. અગાઉ આ દંડ આખા રાજ્યમાં રૂ. 200 લેવામાં આવ્યો હતો. જે બાદમાં દંડની રકમ વધારીને 500 રૂપિયા કરવામાં આવી હતી.
પોલીસને નિયમ નથી લાગતા?

તાજેતરમાં વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે ભાવનગર જિલ્લાના વરતેજ ખાતે એક પોલીસકર્મી માસ્ક પહેર્યાં વગર માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકારી રહ્યો છે. આ અંગેનો વીડિયો કોઈએ પોતાના મોબાઇલમાં શૂટ કરી લીધો હતો. આ પોલીસકર્મી વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI એન.બી. જાડેજા હોવાનું માલુમ પડ્યું છે. વાયરલ થયેલા વીડિયો પ્રમાણે ASI જાડેજાએ પોતે માસ્ક નથી પહેર્યું પરંતુ તેઓ માસ્ક પહેર્યાં વગર ફરતા અન્ય લોકોને દંડ ફટકારી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં એવી ચર્ચા જાગી છે કે શું નિયમ બધા સામાન્ય લોકો માટે જ છે? વીડિયો શૂટિંગ વખતે જ્યારે કોઈ વ્યક્તિ પોલીસને પૂછે છે કે સાહેબ, શું પોલીસને માસ્કનો નિયમ નથી લાગતો ત્યારે તે કહે છે કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લો. વધુ એક વખત આ જ પ્રશ્ન પૂછાયો ત્યારે એએસઆઈ કહે છે કે આ અંગે કલેક્ટર સાહેબને પૂછો.
Published by: Vinod Zankhaliya
First published: August 11, 2020, 9:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading