અમદાવાદઃ 'મારું નામ સુનિતા ઝવેરી છે, દંડ નહિ ભરું, જે થાય તે તોડી લો' મહિલાએ પોલીસનો કોલર પકડી તેને ધક્કો માર્યો

અમદાવાદઃ 'મારું નામ સુનિતા ઝવેરી છે, દંડ નહિ ભરું, જે થાય તે તોડી લો' મહિલાએ પોલીસનો કોલર પકડી તેને ધક્કો માર્યો
પ્રતિકાત્મક તસવીર

મારું નામ સુનિતા ઝવેરી છે, જે પણ ફરિયાદ મારા વિરુદ્ધ કરવી હોય તે કરી લેજો પછી હું તારા વિરુદ્ધ માં કેવી લૂંટની ફરિયાદ દાખલ કરાવું છું.

  • Share this:
અમદાવાદ: કોરોનાની (coronavirus) મહામારી માં સરકાર દ્વારા બહાર નીકળતી વ્યક્તિ હોય એવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. અને જો કોઈ વ્યક્તિ માસ્ક (Mask) પહેર્યા વગર બહાર નીકળે છે તો તેની સામે પોલીસ (police) દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ આ માસ્ક ન પહેરવા બદલ કરવામાં આવતી કાર્યવાહી લોકો દ્વારા જાણે કે ત્રાસના સ્વરૂપમાં જોવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. કારણકે માસ્ક ના પહેરવા બદલ દંડ ફટકારતી વખતે પોલીસ સાથેના ઘર્ષણનાી અનેક બનાવ તાજેતરમાં સામે આવ્યા છે. ત્યારે આવું વધુ એક બનાવ શહેરના રખિયાલ (Rakhiyal) વિસ્તારમાં જોવા મળ્યો છે.

મળતી માહિતી પ્રમાણે એચ ડિવિજન ટ્રાફિક પોલીસ ગઈકાલે સાંજે રખીયાલ કલન્દરી મસ્જિદ પાસે ફરજ પર હતો તે દરમિયાન અજીત મીલ ચાર રસ્તા તરફથી એક કાર ચાલક આવ્યો હતો. કારચાલકની બાજુમાં બેસેલી મહિલાને માગ કરી હોવાથી પોલીસે તેને અટકાવી ને માસ્ક પહેરવા બદલ રૂપિયા એક હજારના દંડ ભરવા માટે જાણ કરી હતી.જો કે મહિલાએ કહ્યું હતું કે દંડ નહિ ભરું, જે થાય તે તોડી લો. જેથી પોલીસ કર્મચારીએ તેઓને દંડ ભરપાઈ કરવા માટે કહેતા જ મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી. અને કહેવા લાગી ચાલ તારી સાથે પોલીસ સ્ટેશન આવું તું શું કરી લઈશ. જેથી પોલીસ કર્મચારીએ મહિલા અને તેની સાથેના માણસોને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે પોલીસ સ્ટેશન પહોંચ્યા તેઓએ દોડાદોડી કરીને ભાગવાની કોશિશ કરી હતી પરંતુ પોલીસે તેઓને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ-

જ્યારે મહિલાની સાથે આવેલા અન્ય એક વ્યક્તિએ વિડિયો રેકોર્ડિંગ કરવાનું પણ શરૂ કર્યું હતું. જેથી પોલીસે તેને અટકાવતા મહિલાએ પોલીસ નો કોલર પકડી તેને ધક્કો મારીને પાડી દેવાની કોશિશ કરી હતી. અને વિડિયો ઉતારનાર શખ્સે પોલીસ ને ધમકી આપી હતી કે મારું નામ રોહિત જયેન્દ્ર ઝવેરી છે. હું નવાવાડજ રહું છું તું મને ઓળખતો નથી તારા પટ્ટા ઉતરાવી દઈશ.

આ પણ વાંચોઃ-

તેમ કહીને પોતાની પહેરેલી ટી-શર્ટ કાઢીને પોલીસ સ્ટેશનમાં ફરવા લાગ્યો હતો અને મન ફાવે તેમ ગાળો બોલતો હતો. પોલીસ એ તેને સમજાવતા કહ્યું હતું કે જમાદાર ક્યાંય ખોવાઈ જશો, હજી પણ કહું છું એમને જવા દો નહિ તો કાલે તમારો પત્તો નહી લાગે. એમ કહીને ધમકી આપી હતી.જ્યારે માસ્ક ના પહેરેલ મહિલાએ ધમકી આપી હતી કે મારું નામ સુનિતા ઝવેરી છે, જે પણ ફરિયાદ મારા વિરુદ્ધ કરવી હોય તે કરી લેજો પછી હું તારા વિરુદ્ધમાં કેવી લૂંટની ફરિયાદ દાખલ કરાવું છું. આમ પોલીસને ધમકી આપીને સરકારી કામમાં રૂકાવટ કરતા પોલીસ એ બંનેની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:January 21, 2021, 15:28 pm

ટૉપ ન્યૂઝ