Home /News /madhya-gujarat /

corona effect: AMTS-BRTS બસ 50% ક્ષમતા સાથે ચાલશે આવતી કાલથી કડક અમલ

corona effect: AMTS-BRTS બસ 50% ક્ષમતા સાથે ચાલશે આવતી કાલથી કડક અમલ

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad corona latest news: શહેરમાં એએમટીએસ (AMTS) અને બીઆરટીએસ બસ સેવાના (BRTS bus) 50% કેપેસીટી સાથે હવે પ્રવાસીઓ પ્રવાસ કરવાનો રહેશે. તેમજ વેકિસન બંને ડોઝ લેનાર જ પ્રવાસ કરી શકશે.

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસોમાં (corona case in Ahmedabad) ધડાકો થયો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad municipal corporation) દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે આકરા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. શહેરમાં એએમટીએસ (AMTS) અને બીઆરટીએસ બસ સેવાના (BRTS bus) 50% કેપેસીટી સાથે હવે પ્રવાસીઓ પ્રવાસ કરવાનો રહેશે . તેમજ વેકિસન બંને ડોઝ લેનાર જ પ્રવાસ કરી શકશે.

વેકિસન બીજો ડોઝ સમય થયો હશે અને વેકિસન નહી લીધી હોય તેવા વ્યક્તિ પ્રવેશ આપવામા આવશે નહી.  કમિશનર લોચન સહેરાએ વર્ચ્યુલ બેઠક એએમસી અધિકારીઓ સાથે યોજી હતી . જેમા શહેરમાં કોરોના કેસ વધવા પર ચિંતા વ્યક્ત કરી હતી .

AMC એ સત્તાવાર પ્રેસ દ્વારા જણાવવામાં આવે છે કે , અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભારત વર્ષમાં જાહેર પરિવહનની સુવિધા પુરી પાડવા અંગે કામગીરી કરવામાં અગ્રેસર રહેલ છે અને તેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અમદાવાદ જનમાર્ગ લી . દ્વારા શહેરીજનોને જાહેર પરિવહનની સેવા પુરી પાડવામાં આવે છે.

આ પણ વાંચોઃ-Ahmedabad: 3 ટાબરિયાઓ પોલીસને દોડતી કરી નાખી, ચર્ચાસ્પદ કેસમાં આખરે પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો

હાલમાં AMTSની 580 બસો અને BRTSની 350 બસો મળી કુલ 930 બસો સંચાલનમાં મુકવામાં આવે છે. જે રાબેતા મુજબ ચાલુ રહેશે. વર્તમાન સમયમાં કોરોના વાયરસ (Covid-19)ના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી 50% સીટીંગ કેપેસીટી સાથે તા.6-1-2022થી બસો સંચાલનમાં મુકવામાં આવનાર છે.  એએમટીએસ, બીઆરટીએસ બસની કેપેસીટીના 50% સીટીંગ પ્રવાસીઓ જ લેવામાં આવશે. દરેક પ્રવાસીએ માસ્ક ફરજીયાત પહેરેલુ હોવુ જોઈએ.

ગ્રાફિક્સ


18 વર્ષ કે તેથી વધુ ઉંમરના પ્રવાસીઓના કોવીડ 19 વેકસીનના સર્ટીફીકેટની ખરાઈ કરવામાં આવશે, જે પ્રવાસીઓએ વેકસીન લીધેલ ન હોય અથવા તો જેમનો વેકસીનનો બીજો ડોઝ ડયુ થયેલ હોય અને ડોઝ લીધેલ ન હોય તેવા પ્રવાસીઓને એએમટીએસ,બીઆરટીએસ બસમાં મુસાફરી કરવા દેવામાં આવશે નહી.

આ પણ વાંચોઃ-Rajkot news: 51 વર્ષીય પ્રોઢે પોતાની જાતને ગોળી મારી જીવનલીલા સંકેલી, શું હતું કારણ?

ઉપરોકત તમામ સુચનાઓનું પાલન થાય તે માટે અલગ - અલગ જગ્યાએ અધિકારી સુપરવાઈઝરી ટીમ વિજીલન્સ ટીમને જવાબદારી સોંપવામાં આવેલ છે . ઉપરોકત બાબતો જાણમાં લઈ નાગરિકોને એ.એમ.ટી.એસ., બી.આર.ટી.એસ . બસ સેવાનો લાભ લેવા અને સહકાર આપવા વિનંતી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Coronavirus, Gujarati News News

આગામી સમાચાર