કોરોના અપડેટઃ ગુજરાતમાં 24 કલાકમાં 367 નવા કેસ, અમદાવાદમાં દર્દીઓની સંખ્યા 1100ને પાર

News18 Gujarati
Updated: April 19, 2020, 10:09 PM IST
કોરોના અપડેટઃ ગુજરાતમાં 24 કલાકમાં 367 નવા કેસ, અમદાવાદમાં દર્દીઓની સંખ્યા 1100ને પાર
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં છેલ્લા 24 કલાક 367 નવા કેસ નોંધાયા છે જ્યારે 10ના મોત થતા કુલ મૃત્યુ આંક 63એ પહોંચ્યો છે જ્યારે 105 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના 1743 દર્દીઓ થયા છે.

  • Share this:
ગાંધીગનરઃ અમદાવાદ સહિત ગુજરાતમાં (Gujarat) કોરોના વાયરસે (coronavirus) હાહાકાર મચાવ્યો હતો. દિવસે ને દિવસે કોરોનાના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાક 367 નવા કેસ નોંધાયા છે જ્યારે 10ના મોત થતા કુલ મૃત્યુ આંક 63એ પહોંચ્યો છે જ્યારે 105 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના 1743 દર્દીઓ થયા છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં નવા 99 કેસ નોંધાયા છે જેમાં 77 નવા કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી મળ્યા છે. અમદાવાદમાં કુલ 32 લોકોના મોત થયા છે.

આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ (Health Principal Secretary Jayanti Ravi) જણાવ્યું કે, 10 વાગ્યા બાદ સાંજના પાંચ વાગ્યા સુધીમાં અમદાવાદમાં 99, સુરતમાં 22, વડોદરામાં 14 અને રાજકોટ, ભરૂચ, દાહોદ તથા નર્મદામાં એક-એક પોઝિટિવ કેસ મળીને કુલ 139 કેસ નોંધાયા છે. જ્યારે 5ના મોત થયા છે અને 11 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

કોરોના ગ્રાફિક્સ અપડેટ


કુલ 1743 દર્દીમાંથી 14 વેન્ટીલેટર પર છે જ્યારે 1632ની હાલત સ્થિર છે અને 105 સાજા થયા અને 63ના મોત થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 3002 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 367ના રિપોર્ટ પોઝિટિવ અને 2635ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 29104ના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1743ના રિપોર્ટ પોઝિટિવ અને 27361ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, આવતીકાલે શહેરી વિસ્તારની બહાર આવેલા ઉદ્યોગોને જ મંજૂરી મળશે, શહેરી વિસ્તારના કોઈપણ ઉદ્યોગને મંજૂરી નહીં મળે શહેરી વિસ્તાર બહાર આવેલા ઉદ્યોગેને તબક્કાવાર મંજૂરી અપાશે. શ્રમિકોની 12 કલાકની શિફ્ટ કરવાની મંજૂરી આપી છે અને તે મુજબ વેતન ચૂકવવું પડશે. 6 કલાકના અંતે અડધી કલાકનો વિરામ આપવો પડશે. જ્યારે મહિલા શ્રમિકોને રાતની શિફ્ટ કરવા દેવાશે નહીં.

અમદાવાદ શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 99 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે અમદાવાદમાં કુલ કોરોના પોઝિટિવનો આંકડો 1101 એ પહોંચ્યો છે. જ્યારે 12 કલાકમાં 7ના મોત થયા છે. આ સાથે જ શહેરમાં મૃત્યુઆંક 32 એ પહોંચ્યો છે. આમ રાજ્યના કુલ મૃત્યુઆંક 58ના 50 ટકા મોત અમદાવાદમાં થયા છે.નવા આવેલા કેસમાંથી 77 કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ગ્રેસીયા સોસાયટીમાં 22 માર્ચે જનતા કરફ્યુના દિવસે કલબ હાઉસમાં રહીશોએ ભેગા મળી અને ભોજન સમારંભ કર્યો હતો. જેનો વીડિયો પોલીસને મળતા ઘાટલોડિયા પોલીસે 8 મહિલા સહિત 16 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, 10 વાગ્યા બાદ સાંજના પાંચ વાગ્યા સુધીમાં અમદાવાદમાં 99, સુરતમાં 22, વડોદરામાં 14 અને રાજકોટ, ભરૂચ, દાહોદ તથા નર્મદામાં એક-એક પોઝિટિવ કેસ મળીને કુલ 139 કેસ નોંધાયા છે. જ્યારે 5ના મોત થયા છે અને 11 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

કુલ 1743 દર્દીમાંથી 14 વેન્ટીલેટર પર છે જ્યારે 1632ની હાલત સ્થિર છે અને 105 સાજા થયા અને 63ના મોત થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 3002 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 367ના રિપોર્ટ પોઝિટિવ અને 2635ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 29104ના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1743ના રિપોર્ટ પોઝિટિવ અને 27361ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
First published: April 19, 2020, 10:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading