અમદાવાદ : લંડનની ફ્લાઇટમાં આવેલા 271 વ્યક્તિમાંથી 4 કોરોના પોઝિટિવ, તંત્રની આશંકા સાચી ઠરી

અમદાવાદ : લંડનની ફ્લાઇટમાં આવેલા 271 વ્યક્તિમાંથી 4 કોરોના પોઝિટિવ, તંત્રની આશંકા સાચી ઠરી
અમદાવાદ એરપોર્ટ પર સવારે ટેસ્ટ કરવામાં આવ્યા તે સમયની તસવીર

UKમાં કોરોના વાયરસનો નવો ચેપ ફેલાતા અફરાતફરી, ભારત સહિતના અનેક દેશોએ વિમાન સેવા બંધ કરી, અમદાવાદ એરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટ થયા

 • Share this:
  અમદાવાદ : બ્રિટનમાં કોરોનમાં નવો પ્રકાર જોવા મળ્યો છે.જેને લઈ બ્રિટન સરકારે (UK Coronavirus Strain) ઈન્ટરનેશનલ ફ્લાઇટ સેવા 31 તારીખ સુધી બંધ કરી છે.ત્યારે અમદાવાદ એરપોર્ટ થી લંડન આવતી જતી ફ્લાઇટ 31 ડિસેમ્બર સુધી બંધ કરવામાં આવી છે.આજે અમદાવાદ એરપોર્ટ થી 3 કલાકે લંડન જતી ફ્લાઇટ રદ કરવામાં આવી છે.તો લંડનથી આવતી ફ્લાઇટ 10.45 કલાકે અમદાવાદ એરપોર્ટ પણ લેન્ડ કરી હતી. લંડનથી ફ્લાઈટમાં 249 પ્રવાસીઓ અને 22 એરલાઇન્સનો સ્ટાફ આવ્યા હતા.તમામનો અમદાવાદ એરપોર્ટ પર RT PCR સ્ટેટ કરાવવામાં આવ્યા હતા. જોકે, આ મુસાફરોમાંથી 4 વ્યક્તિ કોરોના પોઝિટિવ આવતા તંત્રની આશંકા સાચી ઠરી છે.

  પોઝિટિવ આવેલા મુસાફરો પૈકીના 4 મુસાફરો ગુજરાતી છે જ્યારે બ્રિટિશન નાગરિક છે. તંત્ર દ્વારા તમામના આરટીપીસીઆર ટેસ્ટ કરી અને તેમને રિઝલ્ટ ન આવે ત્યાં સુધી એરપોર્ટ પર જ રાખવામાં આવ્યા હતા. જોકે, આ પૈકી 5 પોઝિટિવ આવતા તંત્રની આશંકા સાચી ઠરી છે. એક બાજુ સરકારે યુકે સાથે 31મી ડિસેમ્બર સુધી ફ્લાઇટ વ્યવહાર બંધ કરી દીધો છે જેના પગલે ડરનો માહોલ છે.  આ પણ વાંચો :    જામનગર : મચ્છુ માતાજીના દર્શને જતા ભરવાડ પરિવારનો અકસ્માત, ત્રણ વ્યક્તિનાં કરૂણ મોત, મંગળવાર બન્યો અમંગળ

  પોઝિટિવ આવેલા દર્દીઓને એસવીપી હૉસ્પિટલમાં સારવાર માટે એડમીટ કરવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા એરપોર્ટ પર યુકેથી આવેલી ફ્લાઇટના મુસાફરોને ચેકાઆઉટ કરાવવા માટેની એક એસઓપી તૈયારીમાં બહાર પાડવામાં આવી હતી. આ એસઓપીના આધારે જ અમદાવાદ એરપોર્ટ પર કામગીરી હાથ ધરાઈ હતી.

  કોરોના વાયરસના નવા સ્ટ્રેન પર સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- આ વધારે લોકોને બીમાર કરનારો છે

  સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Ministry) મંગળવારે કહ્યું કે બ્રિટનમાં (Britain) ફેલાઇ રહેલા કોરોના વાયરસના (Coronavirus)નવા પ્રકારથી બીમારીની ગંભીરતા પર અસર પડી રહી નથી અને તેનાથી મૃત્યુદર વધી રહ્યો નથી.

  અમદાવાદ એરપોર્ટ પર વહેલીસવારે 271 વ્યક્તિના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટમાં 249 મુસાફરો અને 22 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે.


  મંત્રાલયે કહ્યું કે તેને લઈને પરેશાન થવાની જરૂર નથી પણ આ માટે સખત નજર રાખવાની જરૂર છે. સ્વાસ્થ્ય મંત્રાલયની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગના સભ્ય ડો વીકે પોલે કહ્યું કે બ્રિટનમાં જોવા મળેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કેસ ભારતમાં (India)અત્યાર સુધી જોવા મળ્યા નથી.

  આ પણ વાંચો :   સુરત : જીવતી દીકરીને કિરણ હૉસ્પિટલે મૃત જાહેર કરી, ડિસ્ચાર્જ આપતા મોત,પરિવારના ગંભીર આક્ષેપો

  ડો વીકે પોલે કહ્યું કે નવા વાયરસનો આ પ્રકાર લોકોને ઝડપથી સંક્રમિત કરનારો છે. જોકે તેનાથી કેસની ગંભીરતા અને મૃત્યુની આશંકા પર કોઈ અસર પડતી નથી. તેમના મતે આ વધારે લોકોને બીમાર કરી શકે છે. બ્રિટનમાં વાયરસના નવા રૂપ પર ડો. વીકે પોલે કહ્યું કે આ મ્યૂટેશનથી વાયરસના એકથી બીજા વ્યક્તિમાં જવાની ટ્રાન્સમિસિબિલિટી વધી ગઈ છે, એમ પણ કહેવાય છે કે આ ટ્રાન્સમિસિબિલિટી 70% વધી ગઈ છે.
  Published by:Jay Mishra
  First published:December 22, 2020, 18:36 pm

  ટૉપ ન્યૂઝ