અમદાવાદઃ પેટ્રોલ પંપ માલિક જીતુ રાણાના ત્રાસથી પંચરની દુકાન ધરાવતા યુવકે સળગીને કરી આત્મહત્યા, વીડિયોમાં કરી મદદની અપીલ

અમદાવાદઃ પેટ્રોલ પંપ માલિક જીતુ રાણાના ત્રાસથી પંચરની દુકાન ધરાવતા યુવકે સળગીને કરી આત્મહત્યા, વીડિયોમાં કરી મદદની અપીલ
યુવકના વીડિયો પરની તસવીર

મૃતક સીબ્બુ મણીયન ઇરાવાએ IOC પાસેથી કોન્ટ્રાકટથી રૂપિયા 3 લાખની ડિપોઝીટ ભરીને દર મહિને 16 હજારના ભાડે પંચરની દુકાન રાખી હતી.

  • Share this:
અમદાવાદઃ કોરોના મહામારીના (coronavirus) કારણે લોકડાઉન (lockdown) લાગ્યું હતું. જોકે, અનલોક થયા અનેક નાના-નાના વેપારીઓ અને દુકાનદારોને વેપાર ધંધામાં તકલીફ પડી રહી છે. ધીમે ધીમે વેપાર-ધંધા પાટા ઉપર આવી રહ્યા છે. જોકે, કેટલાક એવા લોકો છે જે હજી પણ આર્થિકભીંસના (money crisis) કારણે આપઘાતનું પગલું ભરી રહ્યા છે. આવી જ એક ઘટના અમદાવાદમાં (suicide case in Ahmedabad) બની હતી. જ્યાં પેટ્રોલ પંપના માલિક દ્વારા પેટ્રોલપંપમાં (petrol pump) પંચરની દુકાન ધરાવનાર યુવકને હેરાનગતી (persecution) કરતા હતા. જેના પગલે દુકાનદારે જાહેરમાં સળગીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતા પહેલા યુવકે (video before suicide)પોતાની મદદ કરવા અંગેનો વીડિયો પણ વાયરલ (video viral) કર્યો હતો. વીડિયોમાં પેટ્રોલપંપના માલિકે વીજ કનેક્શન અને હવા બંધ કર્યાનો ઉલ્લેખ કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે પેટ્રોલ પંપ પર ભાડેથી પંચરની દુકાન રાખી પોતાનું ગુજરાન ચલાવતા એક વ્યક્તિએ આત્મહત્યા કરતા મેમનગર વિસ્તારમાં હાહાકાર મચ્યો છે. મૃતક પરિસ્થિતિ સાથે નહિ લડી શકતા પોતાનો જીવ ગુમાવી પરિવારે પણ ઘરનો મોભી ગુમાવવો પડ્યો છે. મૃતક સીબ્બુ મણીયન ઇરાવાએ IOC પાસેથી કોન્ટ્રાકટથી રૂપિયા 3 લાખની ડિપોઝીટ ભરીને દર મહિને 16 હજારના ભાડે પંચરની દુકાન રાખી હતી.પણ તાજેતરમાં જ વર્ષ 2020માં જ સીબ્બુ મણીયન ઇરાવાનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઇ જતાં IOCના કર્મચારી અને મેમનગર ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ માલિક જીતુ રાણા દ્વારા પરેશાન કરી દુકાન ખાલી કરવા માટે દબાણ કરવામાં આવતું હતું. બીજી તરફ સીબ્બુ મણીયન ઇરાવાએ પોતાના કેરળ વતનમાં મકાન બનાવવાનું કામ શરૂ કરાવ્યું  હોવાથી રૂપિયાની જરૂરિયાત ઉભી થઇ હતી.

આ પણ વાંચોઃ-

પરંતુ IOC પંપ દ્વારા ન તો તેને ડિપોઝીટ પરત કરવામાં આવી ન હતો ધંધો કરવા દેવામાં આવ્યો હતો. જેને પગલે કંટાળીને આત્મહત્યાનું પગલું ભર્યું. સીબ્બુ મણીયન ઇરાવા એ આત્મહત્યા કરતા પહેલા પેટ્રોલ પંપ પરથી જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેની કથની લોકો સમક્ષ મૂકી હતી કે તેને કેવી રીતે હેરાનગતિ કરવામાં આવતી હતી.

આ પણ વાંચોઃ-

જોકે હેરાનગતિનો સીલસીલો છેલ્લા બે સપ્તાહથી ચાલતો હતો. જેને પગલે કંટાળીને આત્મવિલોપન પ્રયાસ કર્યો હતો બાદમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હાલમાં પોલીસે ડાઇંગ ડિકલેરેશન ના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.બીજેપીના પૂર્વ કોર્પોરેટર અને પેટ્રોલ પંપના સંચાલક જીતુ રાણાના ત્રાસથી યુવાને આત્મહત્યા કરી લેતા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:January 23, 2021, 20:45 pm

ટૉપ ન્યૂઝ