Corona : રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ 33 થયા, બે-ત્રણ દિવસમાં ચાર કોવિડ હૉસ્પિટલ તૈયાર થઈ જશે

News18 Gujarati
Updated: March 24, 2020, 11:04 AM IST
Corona : રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ 33 થયા, બે-ત્રણ દિવસમાં ચાર કોવિડ હૉસ્પિટલ તૈયાર થઈ જશે
પ્રતિકાત્મક તસવીર

સોમવાર સુધી ગુજરાતમાં પોઝિટિવ કેસોની સંખ્યા 29 હતી. સુરત અને ગાંધીનગર ખાતેના બે-બે વ્યક્તિઓના કોરોના વાયરસના ટેસ્ટ પોઝિટિવ (Coronavirus Positive Case)આવ્યા છે.

  • Share this:
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ (Coronavirus) કેસોની સંખ્યા 33 પર પહોંચી ગઈ છે. સોમવાર સુધી ગુજરાતમાં પોઝિટિવ કેસોની સંખ્યા 29 હતી. સુરત અને ગાંધીનગર ખાતેના બે-બે વ્યક્તિઓના કોરોના વાયરસના ટેસ્ટ પોઝિટિવ (Coronavirus Positive Case)આવ્યા છે. આ મામલે ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવિ (Dr Jayanti Ravi)એ પ્રેસ કૉન્ફરન્સ કરીને માહિતી આપી હતી. તેમના જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ સંદર્ભે 10 લાખ લોકોનો સર્વે (Coronavirus Survey) કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 104 હેલ્પલાઇન નંબર પર જે જે લોકો ફોનકોલ કરીને માહિતી મેળવે છે અથવા સમસ્યા રજૂ કરે છે તેમને કોલબેલ કરીને તેમની સમસ્યાનું 100 ટકા સમાધાન લાવવામાં આવી રહ્યું છે.

10 લાખ લોકોનો સર્વે કરાયો

કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપતા આરોગ્ય સચિવે જયંતિ રવિએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રથમ એવું રાજ્ય છે જેણે વિદેશથી આવેલા 27 હજાર જેટેલા લોકોનો સ્ક્રિનિંગ કર્યું છે. આ ઉપરાંત ડોમેસ્ટિક એરપોર્ટ પર એક શહેરમાંથી બીજા શહેરમાં આવેલા લોકો કે રોડથી બીજા શહેરમાં આવેલા લોકોનું સ્ક્રિનિંગ કર્યું છે. એરપોર્ટ પરથી આવેલા લોકોની માહિતી ભારત સરકાર પાસેથી મેળવીને તેમનો ડોર ટુ ડોર સર્વે કર્યો છે. અત્યાર સુધી 10 લાખ લોકોનો સર્વે કર્યો છે. સર્વે કરાયેલા લોકોમાં વિદેશથી આવેલા કે એરપોર્ટ પરથી આવેલા લોકોના સંપર્કમાં આવેલા લોકો કે તેમની આસપાસ રહેતા લોકોનો સમાવેશ થાય છે.

પોઝિટિવ કેસની સંખ્યા 33 થઈ

આરોગ્ય સચિવના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં મંગળવાર સુધી કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં ચારનો ઉમેરો થયો છે. જેમાં સુરતનો બે નવા કેસ અને ગાંધીનગરમાં બે નવા કેસ સામે આવ્યા છે. સુરતમાં બે પુરુષનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી એક વ્યક્તિ દુબઇથી પરત આવ્યો હતો. ગાંધીનગરમાં એક પુરુષ અને એક સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. એટલે કે દુબઇથી પરત આવ્યા સિવાયના ત્રણેય દર્દીઓ કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યાં હતાં.

બે-ત્રણ દિવસમાં ચાર કૉવિડ હૉસ્પિટલ તૈયાર થઈ જશે 

આરોગ્ય સચિવના કહેવા પ્રમાણે ચાર શહેરમાં ચાર કૉવિડ હૉસ્પિટલ બેથી ત્રણ દિવસમાં તૈયાર થઈ જશે. આ માટે તડામાર કામગીરી ચાલી રહી છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભાવનગર અને રાજકોટ માટે ચાર અધિકારીઓને આ માટે જવાબદારી સોંપવામાં આવી છે.

કોરોના સામે લડવા માટે રાજ્ય કેટલું તૈયાર?

- રાજ્યમાં હાલ 11,108 લોકો હૉમ ક્વોરન્ટીન છે.
- હાલ 1583 આઇસોલેશન બેગ ઉપલબ્ધ છે.
- રાજ્યમાં સરકારી હૉસ્પિટલોમાં 609 વેન્ટિલેટર ઉપલબ્ધ છે.
- ખાનગી હૉસ્પિટલોમાં 1500 જેટલી વેન્ટિલેટર ઉપલબ્ધ છે.
- રાજ્યમાં એન95 માસ્ક 45 હજાર જેટલા ઉપલબ્ધ છે.
- ટ્રિપલ લેયર માસ્ક રાજ્યમાં છ લાખ જેટલા ઉપલબ્ધ છે.
First published: March 24, 2020
વધુ વાંચો
अगली ख़बर