Home /News /madhya-gujarat /

અમદાવાદ : Coronaની ત્રીજી લહેર પહેલાં સોલા સિવિલ સચેત! બાળકોની સારવાર માટે કરશે આ વ્યવસ્થા

અમદાવાદ : Coronaની ત્રીજી લહેર પહેલાં સોલા સિવિલ સચેત! બાળકોની સારવાર માટે કરશે આ વ્યવસ્થા

પ્રતિકાત્મક તસવીર

Coronavirus Third Wave : 15 બેડનું PICU, 10 બેડનું સ્ટેપડાઉન ICU અને 6 બેડ NICU અને 75 કોવિડ બેડ વોર્ડની વયસ્થા વધારશે

અમદાવાદ : કોરોનાની (Corona) પહેલી અને બીજી લહેરમાં (Second Wave) થયેલી ઘાતક અસરથી હવે આરોગ્ય તંત્ર કોઇ બાંધછોડ કરવાના મૂડમાં નથી. અને તેને લઈને અમદાવાદની વધુ એક સરકારી હોસ્પિટલએ ત્રીજી લહેર (Coronavirus Third wave) આવે તે પહેલાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Sola Civil Hospital Ahmedabad) બાદ સોલા સિવિલ હોસ્પિટલએ પણ બાળકો માટેના વોર્ડમાં બેડ વધારવાની શરૂઆત કરી દીધી છે. સોલા સિવિલ પણ બાળકો માટે 100 બેડ વધારવાની તૈયારી હાથ ધરી છે અને જરૂર પડે ત્યારે આ સંખ્યામાં વધારો કરી શકાય તેનું પણ આગોતરું આયોજન હોસ્પિટલ સંચાલકો દ્વારા કરી દેવાયું છે.

કોરોનાની (corona Third Wave) ત્રીજી લહેર નાના બાળકો માટે ઘાતક નીવડી તેવી નિષ્ણાતોને ધારણા છે જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા પણ ત્રીજી લહેર સામે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે અને બીજીતરફ સરકારી હોસ્પિટલઓ પણ પોતાની રીતે વોર્ડ અને બેડની સંખ્યા વધારવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો : હારીજ : ધોળે દિવસે યુવકની છરીના ઘા ઝીંકી ફાયરિંગથી હત્યા કરનાર 3 ઝડપાયા, ખૂની ખેલનું કારણ બહાર આવ્યું

એશિયાની નંબર વન ગણાતી  અમદાવાદ સિવિલ  હોસ્પિટલ બાદ સોલા સિવિલ હોસ્પિટલમાં પણ બાળકોના વોર્ડમાં બેડ વધારવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે. કોરોનાની ત્રીજી લહેરને લઈ સરકારી હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 100 બેડ બાળકો માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : વલસાડ : ચોરીછુપે બાયોડીઝલ વેચવા જોરદાર પ્લાન બનાવ્યો હતો, યુક્તિ જાણી પોલીસ પણ ચોંકી ગઈ!

હોસ્પિટલમાં પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ગૌરાંગ પબાની જણાવે છે કે સોલાસિવિલ માં તમામ તૈયારીઓ સરકારના નિર્દેશ થી ચાલી રહી છે. અલગથી બાળકો માટે 100 બેડ કોવિડ માટેના તૈયાર કરાયા છે જેમાં 15 બેડનું PICU, 10 બેડનું સ્ટેપડાઉન ICU અને 6 બેડ NICU અને 75 કોવિડ બેડ વોર્ડની વયસ્થા વધારવામાં આવશે. હાલ પૂરતી આ તૈયારી છે બીજીલહેર માં દરેક ફેમીલી માં એક મેમ્બર સંક્રમિત થયું તો બાળકો પણ કેટલેક અંશે સંક્રમિત થઈ ચૂક્યા જ છે.

મોટા ભાગના લોકોનું વેકસીનેશન ઓલમોસ્ટ 50 ટકા જેટલું પતી ગયું છે પણ બાળકો હજુ બાકી છે તેઓની વેકસીન આવતા હજુ 6થી8 મહિના થશે. બેડ વધારવાની જરૂર પડશે તો તે પણ વધારવામાં આવશે. ઘણા કિસ્સામાં બાળકોને પેરેન્ટ્સ ની જરૂર પડતી હોય છે અને ગાઈડલાઈન પણ 5 વર્ષથી નીચેની ઉંમરના બાળકો સાથે રહી શકે તેવું કહે છે.

આ પણ વાંચો : પાણીના બમણા ભાવ લેતી હોટલો સામે જંગે ચઢ્યા અમદાવાદી, એકસાથે 11 Hotel સામે કરી નાખી ફરિયાદ



સોશિયલ ડિસ્ટનસ સાથે નિયમો જાળવી  બાળકોને પેરેન્ટર કેરની વ્યવસ્થા કરાશે. મહત્વનું છે કે  બાળકો માટે શાળાઓ અને બહાર જવાનું બંધ છે તેવામાં ઘરના વડીલોથી જ બાળકો સંક્રમિત થઈ શકે.જેથી એવા માતાપિતા કે જેમના ઘરમાં નાનું બાળક છે તેઓને વેકસીન લેવાની અપીલ તબીબો કરી રહ્યા છે.સંજય ટાંક
Published by:Jay Mishra
First published:

Tags: Ahmedabad Coronavirus Third wave Preparation, Coronavirus third Wave, Coronavirus Third Wave Preparation, COVID-19

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन