Coronavirus : ધોરણ 1-9 અને 11નાં વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં બઢતી, સરકારની મોટી જાહેરાત

News18 Gujarati
Updated: March 24, 2020, 4:19 PM IST
Coronavirus : ધોરણ 1-9 અને 11નાં વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં બઢતી, સરકારની મોટી જાહેરાત
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસના કારણે પ્રવર્તેલી સ્થિતિને જોતા સરકારનો મોટો નિર્ણય, હવે ઉનાળાના વેકેશન બાદ જ શાળાઓ ખુલશે.

  • Share this:
ગાંધીનગર : રાજ્યમાં (Gujarat) કોરોના વાયરસના (Coronavirus) કારણે પ્રવર્તેલી સ્થિતિને ધ્યાનમાં રાખતા સરકારે (Government of Gujarat) મોટો નિર્ણય કર્યો છે. સરકારે રાજ્યમાં ધોરણ 1-9નાં (Mass Promotion) અને ધોરણ 11નાં વિદ્યાર્થીઓને (Student of 1-9,11 std) માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અમલમાં આવતા હવે આ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં બઢતી આપવામાં આવશે. સરકારની જાહેરાત બાદ હવે આ વર્ષે અત્યારથી જ શાળાઓમાં ઉનાળાનું વેકેશન લાગુ પડી જશે. ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ સમાપ્ત થઈ ગઈ છે ત્યારે આ નિર્ણય અમલમાં આવતા હવે સીધી ઉનાળું વેકેશન બાદ જ શાળા ખુલશે.

રાજ્યમાં મુખ્યમંત્રી દ્વારા કોરોના વાયરસ સામે લડવા માટે તૈયાર કરવામાં આવેલી કોર કમિટીના સદસ્ય અને રાજ્યના માહિતી ખાતાના સચિવ  અશ્વિની કુમારે આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચરતર માધ્યમિક વિભાગની તમામ શાળાઓ બંધ રાખવામાં આવશે અને ધોરણ 1-9 અને 11નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.

વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોને પણ રજા

રાજ્ય સરકારના નિર્ણય બાદ વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોને પણ રજા આપવામાં આવશે. અશ્વિની કુમારે જણાવ્યું રાજ્યના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકોને પણ વેકેશન અને રજા જાહેર કરવામાં આવી છે. હવે શિક્ષકો પણ શાળાએ નહીં જાય

 આ પણ વાંચો :  coronavirus : કોરોનાના કારણે રાજ્યસભાની ચૂંટણી મોકૂફ, કોંગ્રેસના 'લોકડાઉન' MLA જયપુરથી પરત આવશેમહત્ત્વના નિર્ણયો



    • રાજ્યમાં તમામ આવશ્યક ચીજોની સુવિધા અને તેનો પુરવઠો કાયમ રહેશે. મુખ્યમંત્રી રોજ બેઠક લેશે અને તેની ચકાસણી કરાશે

    • રાજ્યમાં આવશ્યક સેવાઓ અને કામની તમામ કચેરીઓ કાયમ રહેશે. આ ઉપરાંત અન્ય કચેરીઓને પણ જરૂર પડે સમીક્ષા કરી શરૂ રખાશે.

    • રાજ્યમાં શાકભાજી-ફળ ફળાદી, દૂધ- અનાજ કરિયાણાની આપૂર્તિ થાય તે સરકાર સુનિશ્ચિત છે.

    • રાજ્યમાં જીવન જરૂરિયાતની ચીજો તેનો જથ્થો પર્યાપ્ત છે. રાજ્યમાં નાગરિકોએ પેનિક બાયીંગ કરવું નહીં.

    • અન્ન અને નાગરિક પુરવઠાના સચિવ સુનિશ્ચિત કરશે. રાજ્યમાં 17,000 સસ્તા અનાજની દુકાનો કાર્યરત છે.

    • રાજ્યના આરોગ્ય સચિવ રોજ 10.00 વાગ્યે કોરોના વાયરસની માહિતી રજૂ કરશે. આ ઉપરાંત રાજ્યના પોલીસ વડા રોજ સાંજે 4.00 વાગ્યે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરશે.

    • આવશ્યક સેવાઓની કચેરીમાં પણ ન્યૂનતમ સ્ટાફ સાથે કાર્યરત રાખવામાં આવશે.

    • રાજ્યમાં દવા-ખાદ્ય પદાર્થો, આવશ્યક ચીજોનો પુરવઠો જળવાઈ રહે તેનું સતત મોનિટરીંગ કરાશે.




First published: March 24, 2020
વધુ વાંચો
अगली ख़बर