Coronavirus : કોરોના વાયરસના કહેર વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદે 'બાજી' બગાડી

News18 Gujarati
Updated: March 25, 2020, 12:39 PM IST
Coronavirus : કોરોના વાયરસના કહેર વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદે 'બાજી' બગાડી
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદ અને માવઠું, હવામાન વિભાગની 27મી સુધી માવઠાની આગાહી

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં (gujarat) એક તરફ કોરોના વાયર (Coronavirus)એ માઝા મૂકી છે ત્યારે બીજી બાજુ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ઠેરઠેર કમોસમી વરસાદ થયો છે. (Non-Seasonal Rain) વરસ્યો છે. આ વરસાદના પગલે હવામાન પલટાયું છે. આ કમોસમી વરસાદે એક પ્રકારે રાજ્યના વાતાવરણમાં દહેશત ફેલાવી દીધી છે. વરસાદના પગલે લોકોમાં ડરનો માહલો છે અને વાયરસના સંક્રમણની બીક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગે આગામી 27મી માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે.

આજે રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદ સહીત અનેક શહેરોમાં ઠેકઠેકાણે માવઠું વરસ્યું છે. હળવા છાટાના કારણે વાતાવરણમાં ઉકળાટ વધી ગયો છે. લોકો લોકડાઉનના માહોલ વચ્ચે પેનિક બાઇંગ કરી રહ્યા છે ત્યારે માવઠાના કારણે સૌથી વધુ ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે. ખેડૂતોને રવિ પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે. આ માવઠાના કારણે શાકભાજી-અનાજ, રોકડિયા પાકોને નુકશાનની ભીતિ છે.

આ પણ વાંચો :  કોરોના લૉકઆઉટે 1975ની કટોકટીની યાદ અપાવી, સમગ્ર દેશમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ

27મી માર્ચ સુધી માવઠાની આગાહી

રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ થઇ શકે છે. જેમાં જૂનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, ઉત્તર ગુજરાત, આણંદ, ખેડા, સુરત, નવસારી, વલસાડ, તાપી સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. રાજ્યના વાતાવરણને લઇને હવામાન વિભાગે સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાતાં વાતાવરણમાં પલટો જોવા મળે તેવી આગાહી કરી છે.

રાજકોટમાં મેડિકલ સ્ટોર બહાર એક કિલોમીટરની લાંબી લાઇન લાગીનાને નાથવા માટે દેશમાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જે પ્રમાણે ઇમરજન્સી સિવાય લોકોને ઘર બહાર નીકળવા નથી દેવામાં આવી રહ્યા. વડાપ્રધાન મોદીએ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગની અપીલ કરી છે ત્યારે શહેરોમાં ઠેર ઠેર કરિયાણની દુકાનો અને મેડિકલ સ્ટોર બહાર લોકો અંતર જાળવી રહ્યા છે.
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर