GTUની હેલ્પલાઇન પર 2000 વિદ્યાર્થીઓનો એક જ સવાલ, પરીક્ષા લેવાશે કે નહીં?

GTUની હેલ્પલાઇન પર 2000 વિદ્યાર્થીઓનો એક જ સવાલ, પરીક્ષા લેવાશે કે નહીં?
GTUની હેલ્પલાઇન પર 2000 વિદ્યાર્થીઓનો એક જ સવાલ, પરીક્ષા લેવાશે કે નહીં

કોરોનાના વધતા સંક્રમણને પગલે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓના કાઉન્સિલિંગ માટે હેલ્પલાઈન શરૂ કરી છે

  • Share this:
અમદાવાદ : કોરોનાના વધતા સંક્રમણને પગલે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓના કાઉન્સિલિંગ માટે હેલ્પલાઈન શરૂ કરી છે. આ હેલ્પલાઇન શરૂ કર્યાના માત્ર 6 દિવસમાં 2 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા લેવાશે કે નહીં અને લેવાશે તો પરીક્ષા ક્યારે લેવાશે અને પરીક્ષાનું ફોર્મેટ શું રહેશે તેવા સવાલો કર્યા છે.

કોરોનાના વધતા કેસના કારણે 21 દિવસના લોકડાઉન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુ 19 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. આ લોકડાઉનના કારણે માનસિક રીતે હતાશ થઈ ગયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓની મેન્ટલ હેલ્થ માટે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જેમાં GTU દ્વારા સાઇકોલોજી વિભાગના 8 પ્રોફેસરના નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ ફોન નંબર પર સવારે 8 થી રાત્રે 8 વાગ્યા દરમિયાન પ્રોફેસરો વિદ્યાર્થીઓ, વાલીઓ અને લોકોની સમસ્યાઓ સાંભળી તે સમસ્યાના નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો હતો.



આ પણ વાંચો - ઇઝરાયલના વૈજ્ઞાનિકે કોરોના વાયરસની વેક્સીન માટે પેટન્ટ મેળવી

ગુજરાતમાં કોરોના વાયરસ સામે તકેદારીના ભાગરૂપે એકાએક લોકડાઉન જાહેર થતા ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની પરીક્ષા અટવાઈ પડી છે. જેને પગલે વિદ્યાર્થીઓને હવે પરીક્ષાને લઈ ચિંતા સતાવી રહી છે. વિદ્યાર્થીઓને ડર છે કે પરીક્ષા લેવાશે કે કેમ અને પરીક્ષા લેવાશે તો તેનું ફોર્મેટ શું રહેશે. વિદ્યાર્થીઓની ચિંતા અને વાલીઓની મેન્ટલ હેલ્થ કન્ડિશનને લઈ હાલમાં જ GTU દ્વારા એક હેલ્પલાઈન શરૂ કરવમાં આવી હતી. આ હેલ્પલાઈન મારફતે માત્ર 6 દિવસમાં જ 2 હજારથી વધુ કોલ્સ આવ્યા હતા.

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના સાઇકોલોજીના એસોસિયેટ પ્રોફેસર ડો જીગર પરીખે જણાવ્યું હતું કે હાલની આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનું મનોબળ ટકાવી રાખવું જરૂરી છે. કારણ કે વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. કેટલાક એવા કોલ્સ પણ આવ્યા છે કે અમારી સ્થિતિ ખરાબ છે અમે ઘરમાં ભરાઈ ગયા છીએ. રાત્રે ઊંઘ નથી આવતી. મહત્વનું છે કે રાજ્ય ભરમાંથી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રાજ્ય ભરની ટેક્નિકલ કોલેજ GTU સાથે સંકળાયેલી છે ત્યારે GTUની આ હેલ્પલાઇન વિદ્યાર્થીઓનું માનસિક સંતુલન જાળવવા અગત્યની સાબિત થઈ રહી છે.
Published by:News18 Gujarati
First published:April 20, 2020, 16:33 pm

ટૉપ ન્યૂઝ