અમદાવાદ: કોરોનાનું સંક્રમણ (coronavirus) દિવસે દિવસે વધી રહ્યુ છે. ઘરમાં જો કોઇપણ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય અને ઘરમાં ટેનશનનો માહોલ બની જાય છે કે હવે શું થશે. કોરોનાના આ સમયમાં ખાસ કરીને કોરોના નાના બાળકોને (child care in corona) અસર ન કરે તે માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના (Indian Medical Association) બાળ રોગના નિષ્ણાત તબીબો નાના બાળકો માટે સૂચવી પ્રોટેકટિવ આંબ્રેલાની ફોર્મ્યુલા. જેનાથી ઘરમાં જો નાના બાળકો હોય તો તેઓને કોરોનાથી બચાવી શકાય છે. શુ છે એ પ્રોટેકટિવ આંબ્રેલાની ફોર્મ્યુલા જોઈએ આ અહેવાલમાં.
હાલમાં કોરોનાના વધતા કેસ સામે સરકાર દ્વારા 15થી 18 વર્ષની વયના ટીનેજર્સને વેકસીનથી સુરક્ષિત કરવાનું અભિયાન હાથ ધર્યું છે. જોકે એવા બાળકોનું શુ જે 15 વર્ષથી નીચેના છે. આવા બાળકો માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને અમદાવાદ મેડિકલ એસોસિએશનના નિષ્ણાતો પ્રોટેકટિવ આંબ્રેલાની ફોર્મ્યુલા આપી રહ્યા છે.
IMA હેડક્વાર્ટરના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ડો. ગાર્ગી પટેલ જણાવે છે કે નાના બાળકની સાથે રહેતા લોકો પ્રોટેકટિવ આંબ્રેલાની ફોર્મ્યુલા અપનાવી શકે . બાળક સાથે રહેતા માતા પિતા, ભાઈ બહેન, દાદા દાદી તમામ લોકો વેકસીનના બંને ડોઝ લઈ ફુલ્લિ વેકસીનેટેડ હોવા જોઈએ.
આ તમામ લોકો સ્ટ્રીકલી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવુ જોઈએ. માસ્ક, હેન્ડ સેનિટાઇઝ સહિત ના નિયમોનું પાલન તમામ લોકો કરતા હોવાજ જોઈએ. આ ઉપરાંત હેલ્ધી ખોરાક ખાવો કોઈપણ પ્રકારનું જંક ફૂડ ન ખાવું તેનું પણ સ્ટ્રીકલી પાલન કરવું. આ ઉપરાંત બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે તેની પૂરતી ઊંઘ મળે તે પણ જોવું જોઈએ.
હાલમાં જો બાળકની અન્ય કોઈ રસી તેના સમય પ્રમાણે આવતી હોય તો તે જે જ્ગ્યાએ તમે બાળકને રસી અપાવતા હોય તે લઈ લેવી જોઈએ. તેને સ્કીપ કરવાની કોઈ જ જરૂર નથી. તેનાથી ઉલટાનું તમારા બાળકની ઇમ્યુનિટી વધે છે. એવું પણ આ કોરોના દરમિયાન જાણવા મળ્યું છે કે નાના બાળકોની ઇમ્યુન સિસ્ટમ માતા પિતા કે એડલ્ટ લોકો કરતા અલગ પ્રકારની છે જેથી માતાપિતા એ ચિંતા કરવા કરતાં સાવચેતી રાખવાની વધુ જરૂર છે.