Home /News /madhya-gujarat /અમદાવાદ : હજુ પણ સમય છે સમજો, વેકસીન લીધી નથી તેવા કોરોના પોઝિટિવ દર્દીઓની સ્થિતિ ગંભીર

અમદાવાદ : હજુ પણ સમય છે સમજો, વેકસીન લીધી નથી તેવા કોરોના પોઝિટિવ દર્દીઓની સ્થિતિ ગંભીર

હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની દાખલ થવાની સંખ્યા વધી રહી છે

Coronavirus Case In Gujarat - વેકસીન લીધી નથી તેવા દર્દીઓની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે. તેનો સીધો મતલબ છે કે વેકસીન લીધી નથી તેને કોરોનાની વધુ અસર થાય છે

અમદાવાદ : કોરોના (Coronavirus)સામે વેક્સીન (Coronavirus vaccine)જ સંજીવની છે. લોકો વેક્સીનના (vaccine)બે ડોઝ ઝડપથી લે તે માટે સરકાર (Government)દ્વારા પણ સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વેકસીન લોકો લે તે માટે અલગ-અલગ પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા છે. તેમ છતાં પણ કેટલાક લોકોએ હજુ પણ વેકસીન લીધી નથી. પરંતુ ફરી કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની દાખલ થવાની સંખ્યા વધી રહી છે. ત્યારે વેકસીન લીધે દર્દીઓ કેવી સ્થિતિ છે અને વેકસીન લીધેલ નથી તેને કેવી સ્થિતિ છે ડોકટર પાસેથી જાણીએ.

છેલ્લા 3 દિવસથી કોરોના પોઝિટિવ દર્દીની હોસ્પિટલમાં એડમિટ થવાની સંખ્યા વધી

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે છેલ્લા 3 દિવસથી કોરોના પોઝિટિવ દર્દીની હોસ્પિટલમાં એડમિટ થવાની સંખ્યા વધી રહી છે અને કોરોના કેસ પણ વધી રહ્યા છે.

આ પણ વાંચો - અમદાવાદ : કોરોનાથી બચવા આયુર્વેદિક એક્સપર્ટ્સની D3ની ફોર્મ્યુલા, જાણો કેવી રીતે

સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલમાં કુલ 67 દર્દીઓ દાખલ છે. જેમાંથી 30 ટકા દર્દીઓએ વેકસીનનો એક પણ ડોઝ લીધો નથી અને 10 ટકા દર્દીઓ એવા છે જેને પ્રથમ ડોઝ લીધો છે. 11 દર્દીઓ બાયપેક વેન્ટિલેટર પર છે પરંતુ 11 દર્દીઓમાંથી 8 દર્દીઓએ વેકસીન લીધી નથી.

વેકસીન લીધી નથી તેને કોરોનાની વધુ અસર થાય છે

વેકસીન લીધી નથી તેવા દર્દીઓની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે. તેનો સીધો મતલબ છે કે વેકસીન લીધી નથી તેને કોરોનાની વધુ અસર થાય છે. ત્યારે ડોકટર રાકેશ જોષીએ અપીલ કરી છે જે લોકોએ વેકસીન લીધી નથી તે વેકસીન લઇ લે અને માસ્ક ફરજિયાત પહેરે. કોરોનાની ગાઈડલાઈનનું પણ પાલન કરે.

આ પણ વાંચો - અમદાવાદ : પરિણીતાએ 5 માસના દીકરા સાથે નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો

કોરોના કેસ વધી રહ્યા છે હજુ પણ સમય છે સમજી જાવ. વેકસીન લીધી નથી તો વેકસીન લઈ લો અને સુરક્ષિત રહો. જો વેકસીન લીધી હશે અને કોરોના થશે તો કોરોનાની અસર વધુ નહીં થાય અને ઝડપથી સાજા થઈ જશો. પરંતુ કોરોનાની બચવા માટે ભીડથી દૂર રહો. માસ્ક પહેરો અને વેકસીન પણ લઈ લો.
Published by:Ashish Goyal
First published:

Tags: Corona vaccine, Coronavirus