અમદાવાદમાં કોરોનાના કેસ વધતા AMCનો મહત્વનો નિર્ણય, શહેરમાં પાંચ સ્થળ ક્લસ્ટર કન્ટેઇન્ટ કરાયા

News18 Gujarati
Updated: April 4, 2020, 7:11 AM IST
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા AMCનો મહત્વનો નિર્ણય, શહેરમાં પાંચ સ્થળ ક્લસ્ટર કન્ટેઇન્ટ કરાયા
ફાઈલ તસવીર

એએમસી ટીમ દ્વારા આ વિસ્તારમાં ખાદ્ય સામગ્રી સહિત વસ્તુઓ અપાશે, પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તાર બંધ કરાયા

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં (Ahmedabad) કોરોના વાયરસ (Coronavirus) ના કેસ સતત વધી રહ્યા છે. જેના કારણે એએમસી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરતા શહેરના પાંચ સ્થળોને કલ્સટર કન્ટેઇન્ટ કરવામાં આવ્યા છે. જમાલપુર, રખિયાલ, દરિયાપુર અને દાણીલીમડાનો કેટલોક ભાગ કલ્સટર કન્ટેઇન્ટ કરવામાં આવ્યો છે. પોલીસ બંદોબસસ્ત વચ્ચે આ વિસ્તાર બંધ કરવામાં આવ્યો છે. એએમસી ( AMC)ટીમ દ્વારા આ વિસ્તારમાં ખાદ્ય સામગ્ર સહિત વસ્તુઓ આપવામાં આવશે.

કોરોના પોઝિટિવના અમદાવાદમાં આજે વધુ 7 કેસ નોંધાયા છે. આ તમામ કેસ કોરોનાના હોટસ્પોટ બનેલા અમદાવાદમાં નોંધાયા છે. જેથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે.

આરોગ્ય સચિવ જયંતિ રવિએ પણ કહ્યું છે કે, ગુજરાત માટે હજુ 5 તારીખ સુધીના દિવસો મહત્વના છે. ખાસ કરીને લોકડાઉનમાં રહે તે હિતાવહ છે, કેમ કે ગુજરાતમાં કોરોના હજુ ત્રીજા સ્ટેજ સુધી પહોંચ્યો નથી. શહેરોની સાથે હવે ગુજરાતના ગામડાઓ સુધી પણ કોરોના ના પ્રસરે તે માટે આરોગ્ય વિભાગ પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

લોકડાઉનની સ્થિતિ અને દિલ્હીમાં તબલિગી સમાજના કાર્યક્રમમાં ગયેલા લોકો અંગે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે મરકઝનો મામલો ખૂબ જ ગંભીર છે.

મરકઝમાં ગયેલા 103 લોકોની ઓળખ કરવામાં આવી છે. આજે 19 લોકોની ઓળખ કરી છે. આજે જેને ઓળખવામાં આવ્યા છે તેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ છે, જે મૂળ ઉત્તરપ્રદેશના વતની છે. અત્યાર સુધીમાં અમદાવાદના 57, ભાવનગરના 20, મહેસાણાના 12, સુરતના 8, નવસારીના 2 અને 4 બોટાદના લોકોની ઓળખ કરવામાં આવી છે.

જેમાંથી જૂના અમદાવાદ અને લઘુમતી વિસ્તારમાંથી 57ને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. પોલીસ વડાએ આગળ કહ્યું કે અમદાવાદમાં લોકડાઉનનું સૌથી વધુ ઉલ્લંઘન થયું છે. જ્યારે અફવા ફેલાવનારા 90 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
First published: April 3, 2020, 9:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading