અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધતા એએમસી દ્વારા ચાની કિટલી બાદ ફરી એકવાર પાન ગલ્લાઓ બંધ કરવા આદેશ આપ્યા છે. એએમસીએ સોલિડ વેસ્ટ વિભાગની ૨૦૦થી વધુ ટીમ બનાવી શહેરમાં સાત ઝોન ૪૮ વોર્ડમા ચેકીંગ હાથ ધરાયું હતુ. એએમસી સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પાન ગલ્લાઓ અને ચા કિટલી પર સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતો હોવાનો દાવો કરે છે.
ન્યુઝ૧૮ ગુજરાત સાથે વાતચિત કરતા એએમસીના સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યું હતુ કે, લોકો કોરોના જતો રહ્યો હોય તેમ ટોળા વળી ચાની કિટલી અને પાન ગલ્લાઓ પર જોવા મળે છે. શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, બે દિવસથી આ કામગીરી ચાલી રહી છે. લોકો તરફથી અમને અરજી આવી છે કે લોકો ટોળા વળી ભીડ કરે છે, જે અંતર્ગત એએમસીએ કામગીરી હાથ ધરી છે. જે આગામી દિવસમાં શનિવાર અને રવિવારના રોજ પણ કામગીરી કરાશે.
ડાયરેક્ટર સોલંકીએ વધુમા જણાવ્યુ હતુ કે, એએમસી ચાની કિટલી અને પાન-ગલ્લાઓ માટે SOP બનાવશે, જેનું પાલન ફરજીયાત પણે કરવાનું રહેશે. જો કોરોના વાયરસ સંક્રમણ અટકાવું હશે તો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ કરવું જરૂરી છે.
આ પણ વાંચો -
અમદાવાદ: 3 પોલીસકર્મીને ટામેટા ભારે પડ્યા, આવ્યો જેલમાં જવાનો વારો, જાણો કોણ-કોણ આવ્યા ACBના ઝપેટામાં
તેમણે વધુમાં કહ્યું કે, શહેરના સ્વાસ્થ્યની વાત છે તેથી હજુ પણ કડકાઈથી અમલ કરવામાં આવશે. લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પાલન રાખવું જ પડશે. અમદાવાદીઓ પણ એએમસી ટીમને સ્પોર્ટ કરી રહ્યા છે, અને દુકાનો સ્વૈચ્છિક બંધ કરી રહ્યા છે, આવનાર દિવસમાં હજુ પણ જે દુકાનદારો સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરે, તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. પાન-ગલ્લા બંધ કરાવવાની કામગીરી આજથી જ શરૂ કરી દેવામાં આવી છે. ટુંક સમયમાં એસઓપી નક્કી થઈ ગયા બાદ, તેના કડક પાલન સાથે ફરી પાન-ગલ્લા ખોલવાની છૂટ આપવામાં આવશે, જ્યાં સુધી એસઓપી નક્કી નહીં થાય ત્યાં સુધી પાન-ગલ્લા બંધ રાખવામાં આવશે.