કોરોના વાયરસનો કહેર: GTU 30 જુલાઈ પહેલા MCQ ફોર્મેટમાં લેશે પરીક્ષા


Updated: July 9, 2020, 10:01 PM IST
કોરોના વાયરસનો કહેર: GTU 30 જુલાઈ પહેલા MCQ ફોર્મેટમાં લેશે પરીક્ષા
ફાઈલ તસવીર

વિદ્યાર્થીઓની આ પરીક્ષા ઓનલાઈન અને ઓફલાઇન લેવાશે. વિદ્યાર્થીઓને ઝડપથી પરિણામ મળી શકે તે હેતુથી MCQ ફોરમેટમાં પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

  • Share this:
અમદાવાદ: સરકાર અને UGC દ્વારા કરવામાં આવેલા પરિપત્રને કારણે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ (Gujarat technologycal university) ફરી એકવાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓની આ પરીક્ષા ઓનલાઈન (Online) અને ઓફલાઇન (Offline) લેવાશે. વિદ્યાર્થીઓને ઝડપથી પરિણામ મળી શકે તે હેતુથી MCQ ફોરમેટમાં પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

દેશભરમાં લોકડાઉન જાહેર થતા વિદ્યાર્થીઓ ના અભ્યાસ પર અસર થઈ છે. જેથી કોરોના વાયરસના કારણે ચાર મહિનાથી અટવાયેલી પરીક્ષા આખરે લેવાઈ રહી છે. પરીક્ષા ને લઈ બે વાર આયોજન થયા બાદ મોકૂફ રહી. અને ફરી એકવાર પરીક્ષા નું આયોજન કરાયું છે.

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જણાવે છે કે તમામ ફેકલ્ટીના ડીન સાથે હાલમાં એક બેઠક યોજાઇ હતી. જેમાં સરકાર તરફથી આવેલ પરિપત્ર અને UGC તરફથી આવેલ પરિપત્ર અંગે વિસ્તૃત માં ચર્ચા કરવામાં આવી. અને તમામ ડીન પાસે અભિપ્રાય લેવામાં આવ્યો કે એન્જિનિરિંગ ડિગ્રી, ડિપ્લોમા અને ફાર્મસી ના વિદયાર્થીઓના છેલ્લા વર્ષના સેમિસ્ટ ર ની પરીક્ષા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ-સુરતની હૃદયદ્રાવક ઘટના: અકસ્માતમાં પુત્રના મોતના સમાચાર બાદ પુત્ર વિયોગમાં માતાનું મોત

MCQ ફોર્મેટમાં લેવાનારી પરીક્ષામાં 70 માર્કની લેવાશે. પરીક્ષાનો સમય 70 મિનિટ હશે. 30 જુલાઈ પહેલા ઓનલાઈન પરીક્ષા પૂર્ણ કરાશે. વિદ્યાર્થીઓને જલ્દીથી પરિણામ આપી શકાય તે હેતુથી હવે MCQ ફોર્મેટમાં પરીક્ષા લેવાનું નક્કી કરાયું. જે વિદ્યાર્થીઓ પાસે નેટની સુવિધા ના હોય તે કોલેજ પર જઈ વાય ફાઈના માધ્યમથી પણ પરીક્ષા આપી શકશે.

આ પણ વાંચોઃ-Tata Motorsની જબરદસ્ત ઓફર: દરરોજ રૂ.166માં Tiago અને રૂ.185માં Altroz થશે તમારીમોબાઈલ, ટેબ્લેટ અને લેપટોપની મદદથી વિદ્યાર્થીઓ કોઈપણ જગ્યાએથી પરીક્ષા આપી શકશે. ઓનલાઈન પરીક્ષા ના આપી શકે તેવા વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા પણ યોજાશે. ઓફલાઇન પરીક્ષા પણ MCQ બેઝડ રહેશે, જેમાં 70 મિનિટમાં 70 માર્કની પરીક્ષા લેવાશે.

આ પણ વાંચોઃ-અનોખા લગ્નઃ એક મંડપમાં એક દુલ્હાએ બે દુલ્હન સાથે લીધા ફેરા, એક સાથે લવ મેરેજ તો બીજી સાથે અરેન્જ મેરેજ

ઓફલાઇન પરીક્ષા 15 ઓગસ્ટથી 30 ઓગસ્ટની વચ્ચે પરીક્ષાના આયોજનની તૈયારીઓ થઈ રહી છે. ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા ના આપી શકે તેમની પાછળથી સ્પેશિયલ પરીક્ષા લેવાશે, જે સપ્ટેમ્બર મહિનામાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે GTU ની રાજ્યભરમાં 400 જેટલી કોલેજોમાં ડીગ્રી/ ડિપ્લોમા એન્જીનીયરીંગ અને ફાર્મસીના અંતિમ વર્ષ/ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા અંદાજે 59,000 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા GTU એ વિધાર્થિ સંગઠનોના વિરોધને કારણે 2 જુલાઈએ યોજાતી પરીક્ષા મોકૂફ રાખી હતી પરંતુ UGC એ પરીક્ષા લેવાનો આદેશ કરતા ફરી પરીક્ષાનું આયોજન કરાયું છે.
Published by: ankit patel
First published: July 9, 2020, 9:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading