માત્ર એક ફોન દ્વારા આ અધિકારીએ વડોદરાને નજીવા ભાડે અપાવ્યા 100 વેન્ટિલેટર, ઉત્પાદકે દાખવી માનવતા

માત્ર એક ફોન દ્વારા આ અધિકારીએ વડોદરાને નજીવા ભાડે અપાવ્યા 100 વેન્ટિલેટર, ઉત્પાદકે દાખવી માનવતા
વેન્ટિલેટરનો આ નવો પુરવઠો વડોદરાના કેટલાય દર્દીઓનાં જીવ બચાવશે.

બે અઠવાડિયા પહેલાં આ કંપની એ માત્ર ટેલીફોનીક વિનંતીને માન આપીને રૂ.8 કરોડની કિંમતના 120 વેન્ટિલેટર નામ માત્રના ભાડાથી વડોદરાના કોવિડ દર્દીઓ માટે કામચલાઉ ઉપયોગમાં લેવા સંમતિ આપી

  • Share this:
વડોદરામાં (Vadodara)  મકરપુરા (Makarpura) ખાતે આવેલી એ.બી.ઇન્ડસ્ટ્રીઝ જીવન રક્ષામાં અનિવાર્ય ઉપયોગીતા ધરાવતા મેક્સ પ્રોટોન પ્લસ (Max Proton Plus ventilators) વેન્ટિલેટર બનાવે છે અને ગુજરાત સહિત દેશના વિવધ રાજ્યોને પૂરા પાડે છે.કોરોના સામેની (Vadodara Corona Updates) લડતમાં આ કંપનીએ તંત્રને ખૂબ ઉપયોગી જીવન રક્ષક યોગદાન આપ્યું છે અને મજબૂત પીઠબળ પૂરું પાડ્યું છે.ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે (OSD Vinod Rao) આ કંપનીના અસાધારણ અને જીવન રક્ષક યોગદાન પર પ્રકાશ પાડતા તેમના આ માનવીય અભિગમને દિલથી બિરદાવ્યો છે.

તેમણે જણાવ્યું કે તાજેતરમાં બે અઠવાડિયા પહેલાં આ કંપની એ માત્ર ટેલીફોનીક વિનંતીને માન આપીને રૂ.8 કરોડની કિંમતના 120 વેન્ટિલેટર નામ માત્રના ભાડાથી વડોદરાના કોવિડ દર્દીઓ માટે કામચલાઉ ઉપયોગમાં લેવા સંમતિ આપી હતી.તેમનું આ સૌજન્ય દર્દીઓ ની જીવનરક્ષામાં ખૂબ ઉપયોગી બની રહ્યું છે.  આ કંપની પાસે હાલમાં દેશના વિવિધ રાજ્યોમાંથી વેન્ટિલેટર ની મોટી માંગ છે.આ પણ વાંચો : સુરત : અસામાજિક તત્વો TRB જવાન પર તૂટી પડ્યા! ઢોર માર મારી માથું ફોડી નાખ્યું

તેમ છતાં, કંપનીએ ગુજરાત મેડિકલ સર્વિસિસ કૉર્પોરેશન લિમિટેડના માધ્યમથી ખરીદવાના છે તેવા, વડોદરા માટે વધુ 100 વેન્ટિલેટર અગ્રતાના ધોરણે એક સપ્તાહમાં પૂરા પાડવા સંમતિ આપી છે.સામાન્ય રીતે આવો ઓર્ડર પૂરો કરતા એક મહિનાનો સમય લાગી શકે.  ડો.રાવે આજે આ કંપનીની મુલાકાત લીધી ત્યારે આ માનવતાભર્યા સૌજન્ય માટે કંપનીના એમ.ડી.શ્રી અશોક પટેલ અને ટીમને દિલથી ધન્યવાદ આપ્યા હતા.

વડોદરાની વેન્ટિલેટર ઉત્પાદક કંપનીનું અસાધારણ જીવન રક્ષક સૌજન્ય
રૂ.8 કરોડની કિમતના 120 મેક્સ વેન્ટિલેટર 3 મહિના માટે દર્દીઓની જીવન રક્ષા માટે ઉપયોગમાં લેવા ટોકન ભાડે પૂરા પાડ્યા.

આ પણ વાંચો :  ગાંધીનગર : નર્મદા કેનાલમાં કૂદી આપઘાત કરવા પહોંચ્યો હતો પતિ, એવી ઘટના ઘટી કે બચી ગઈ જિંદગી

કંપની વડોદરાને અગ્રતા આપી વધુ 100 વેન્ટિલેટર પૂરા પાડશે.ખાસ ફરજ પરના અધિકારીએ કંપનીના કોરોના લડવૈયા તરીકે ના સહયોગી યોગદાનને દિલથી બિરદાવ્યું.ગુજરાતમાં આગામી સમયમાં કોરોના કેસ વધવવા ની શક્યતા છે જે વચ્ચે વેન્ટિલેટર ની સુવિધા જરૂરિયાત દર્દીઓ મળી રહે એ માટે હવે જરૂરી બન્યું છે આ માટે હવે અગ્રગણ્ય સંસ્થાઓ પણ આગળ આવી છે.
Published by:Jay Mishra
First published:April 19, 2021, 23:14 pm