Gujarat coronavirus live update:આજે શુક્રવારે ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં 21,225 કેસો નોંધાયા હતા. જ્યારે 9245 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 87.58 ટકા રહ્યો હતો.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના (Gujarat coronavirus update) કેસો ગઈ કાલે સૌથી વધારે ઉછાળો નોંધાયો હતો. જોકે, આજે છેલ્લા 24 કલાકના કેસોની (covid-19 case) વાત કરીએ તો આજે ગઈ કાલ કરતા થોડો ઓછા કેસો નોંધાયો હતો. આજે શુક્રવારે ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં 21,225 કેસો નોંધાયા હતા. જ્યારે 9245 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 87.58 ટકા રહ્યો હતો. રાજ્યમાં કુલ 16 દર્દીઓના મોત નીપજ્યા હતા.
ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે આજે શુક્રવારે ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં 21,225 કેસો નોંધાયા હતા. જ્યારે 9245 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 87.58 ટકા રહ્યો હતો. રાજ્યમાં કુલ 16 દર્દીઓના મોત નીપજ્યા હતા.
રાજ્યના વિવિધ મહાનગર પાલિકા અને જિલ્લાઓમાં કોરોના વાયરસના નવા કેસો અંગે વાત કરીએ તો આજે શુક્રવારે અમદાવાદ કોર્પોરેશનમાં 8627 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 2432 કેસ, સુરત કોર્પોરેશનમાં 2124 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 1502 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 612 કેસ, સુરતમાં 452, ભરૂચમાં 412, વડોદરામાં 409, ભાવનગર કોર્પોરેશનમાં 404 કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં એક્ટીવ કેસોની સ્થિતિ
કોરોનાની કપરી પરિસ્થિતિમાં ગુજરાતમાં કોરોનાના એક્ટીવ કેસોની સ્થિતિ અંગે વાત કરીએ તો રાજ્યમાં અત્યારે કુલ 116843 કોરોનાના એક્ટીવ કેસો છે. જેમાંથી 172 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે જ્યારે 116671 સ્ટેબલ છે. જ્યારે 895730 દર્દીઓ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 10215 લોકોના મોત નીપજ્યા હતા.
આજે કેટલું થયું કોરોના વેક્સિનેશન
ગુજરાતમાં ગુરુવારે સાંજના ચાર વાગ્યાથી આજે શુક્રવારે સાંજના પાંચ વાગ્યા સુધી ગુજરાતમાં કુલ 210600 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 5211 પ્રીકોશન ડોઝનો પણ સમાવેશ થયો છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસની રસીના કુલ 96039803 ડોઝ આપવામાં આવ્યા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર