Home /News /madhya-gujarat /

Gujarat corona update: કોરોનાની ત્રીજીની સુનામી, નવા 24,485 કેસ, ક્યાં કેટલા કેસ નોંધાયા?

Gujarat corona update: કોરોનાની ત્રીજીની સુનામી, નવા 24,485 કેસ, ક્યાં કેટલા કેસ નોંધાયા?

ગ્રાફિક્સ

coronavirus live update: ગુજરાતમાં આજે ગુરુવારે 24,485 કોરોના કેસ (corona case) નોંધાયા હતા. જ્યારે 10,310 દર્દીઓએ કોરોનાને (coronavirus patient) મ્હાત આપી છે. જ્યારે 13 લોકો મોતને ભેટ્યાં હતા.

    coronavirus latest update: ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની (coronavirus third wave) સુમાની આવી ગઈ છે ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની (Gujarat coronavirus latest update) સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 24,000 ઉપર કેસ નોંધાયા હતા. ગુજરાતમાં આજે ગુરુવારે 24,485 કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે 10,310 દર્દીઓએ કોરોનાને (coronavirus patient) મ્હાત આપી છે. જ્યારે 13 લોકો મોતને ભેટ્યાં હતા.

    ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના 24,485 કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે 10,310 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 13 લોકો મોતને ભેટ્યાં હતા. રાજ્યમાં કોરોના વાયરસમાંથી સાજા થવાનો દર 88.51 ટકા નોંધાયો હતો.

    રાજ્યમાં વિવિધ જિલ્લા અને મહાનગર પાલિકાઓમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 9837, સુરત કોર્પોરેશન 2981, વડોદરા કોર્પોરેશનમાં 2823, રાજકોટ કોર્પોરેશનમાં 1333 કેસ નોંધાયા હતા.



    આ ઉપરાંત સુરતમાં 728, આણંદ 558, ભાવનગર કોર્પોરેશનમાં 529, ગાંધીનગર કોર્પોરેશનમાં 509, જામનગર કોર્પોરેશનમાં 471 કેસ, વલસાડમાં 446 કેસ, ભરૂચમાં 408, વડોદરામાં 371 કેસ, મહેસાણામાં 354 કેસ નોંધાયા હતા.

    કોરોના વાયરસ ગ્રાફિક્સ


    આ ઉપરાંત કચ્છમાં 346, નવસારીમાં 297 કેસ, ગાંધીનગરમાં 225, મોરબીમાં 206, રાજકોટમાં 188, પાટણમાં 180, બનાસકાંઠામાં 174, સુરેન્દ્રનગરમાં 156 કેસ, જુનાગઢ કોર્પોરેશનમાં 129, અમરેલીમાં 128 કેસ, જામનગરમાં 128, અમદાવાદમાં 120, પોરબંદરમાં 117, ખેડામાં 112, સાબરકાંઠામાં 111, પંચમહાલમાં 110, દાહોદમાં 82, તાપીમાં 70, ભાવનગરમાં 58, દેવભૂમિ દ્વારકા 45, ગીર સોમનાથ 40, જૂનાગઢ 30, મહીસાગર 24, અરવલ્લી 18, બોટાદમાં 15, નર્મદા 14, ડાંગ 9, છોટા ઉદેપુર 5 કેસ નોંધાયા હતા.

    આ પણ વાંચોઃ-Surat crime news: કુટુંબી ભૂવાએ વિધિના બહાને મહિલાને બોલાવી, મહિલા ઉપર આચર્યું દુષ્કર્મ

    ગુજરાતમાં એક્ટિવ કેસોની સ્થિતિ
    અત્યારે ગુજરાતમાં કોરોના વાયરસના એક્ટીવ કેસોની વાત કરીએ તો ગુજરાતમાં 1,04,888 કેસ છે જ્યારે 156 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે તો 104732 સ્ટેબલ દર્દીઓ છે. અત્યાર સુધીમાં 886476 ડીસ્ચાર્જ થયા છે તો 10,199 દર્દીઓ અત્યાર સુધીમાં મોતને ભેટ્યાં છે.

    આ પણ વાંચોઃ-Rajkot: લગ્ન બાદ પણ પત્નીને અજાણ્યા શખ્સ સાથે સંબંધ રાખવા પડ્યા ભારે, પતિએ ગુસ્સામાં ઉતારી મોતને ઘાટ

    ગુજરાતમાં કેટલું થયું રસીકરણ
    ગુજરાતમાં આજે ગુરુવારે સાંજના ચાર વાગ્યા સુધી ગુજરાતમાં કુલ 2,47,111 કોરોના વાયરસના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 63,677 લોકોને પ્રીકોશન ડોઝનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 95829203 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Coronavirus, Covid-19 Case, Gujarati news

    આગામી સમાચાર