Home /News /madhya-gujarat /

Gujarat coronavirus updates: ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો, નવા 11,176 કેસ નોંધાયા

Gujarat coronavirus updates: ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો, નવા 11,176 કેસ નોંધાયા

કોરોના વાયરસ ગ્રાફિક્સ

Gujarat coronavirus updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસે 11,000નો (covid-19 case) આંકડો પાર કરી લીધો છે. આમ ગુરુવારે 13 જાન્યુઆરીએ કોરોના વાયરસના 11,176 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના વાયરસના કારણે 5 દર્દીઓના મોત (coronavirus patient) નીપજ્યા હતા.

વધુ જુઓ ...
    અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસે (coronavirus case in Gujarat) ફૂલ સ્પીડે રફ્તાર પકડી છે. અને ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં (Gujarat coronavirus udpate) કૂદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે. આમ ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરોનો (corona third wave in Gujarat) મોટો કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસે 11,000નો (covid-19 case) આંકડો પાર કરી લીધો છે. આમ ગુરુવારે 13 જાન્યુઆરીએ કોરોના વાયરસના 11,176 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના વાયરસના કારણે 5 દર્દીઓના મોત (coronavirus patient) નીપજ્યા હતા.

    ગુજરાતમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાત આરોગ્ય મંત્રાલયે આપેલા આંકડા પ્રમાણે આજે ગુરુવારે 13 જાન્યુઆરીએ ગુજરાતમાં નવા 11,176 કોરોના કેસો નોંધાયા છે. જ્યારે પાંચ કોરોના દર્દીઓના મોત નીપજ્યા છે. સાથે જ 4285 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આમ ગુજરાતમાં કોરોના વાયરસ સામે સાજા થવાનો દર 93.23 ટકા થયો છે.

    ગુજરાતમાં વિવિધ મહાનગરપાલિકાઓમાં કોરોનાની આજની સ્થિતિ

    ગુજરાતમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ અમદાવાદ અને સુરત મહાનગરપાલિકાની છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3673 કેસ નોંધાયા હતા. જ્યારે સુરત કોર્પોરેશનમાં 2690 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશન પણ 1000ના આંકડાની નજીક પહોંચી ગયું છે. આજે વડોદરામાં 950 નવા કોરોના કેસ નોંધાયા છે. રાજકોટ કોર્પોરેશનમાં 440 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 319 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 198 કેસ, જામનગર કોર્પોરેશનમાં 170 કેસ તો જૂનાગઢ કોર્પોરેશનમાં 68 કેસ નોંધાયા હતા.

    કોરોના વાયરસ પ્લેટ


    ગુજરાતના જિલ્લાઓમાં કોરોના કેસની સ્થિતિ
    આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે વલસાડમાં 337, સુરતમાં 243, નવસારીમાં 155, ગાંધીનગરમાં 134, રાજકોટમાં 133, કચ્છ 129, મહેસાણામાં 117, આણંદમાં 103, ખેડામાં 101, વડોદરામાં 97, અમદાવાદમાં 81, પાટણમાં 80, મોરબીમાં 78, બનાસકાંઠામાં 75, ગીર સોમનાથમાં 69, સુરેન્દ્રનગરમાં 56, અમરેલીમાં 52 અને સાબરકાંઠામાં 51 કેસ નોંધાયા હતા.

    આ પણ વાંચોઃ-Nadiad: મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું, યુવક-યુવતી ઝઘડતા આવ્યા અને યુવતીએ કેનાલમાં છલાંગ લગાવ્યાની ચર્ચા

    50થી ઓછા કોરોના કેસ ધરાવતા જિલ્લા
    છેલ્લા 24 કલાકમાં 50 કરતા ઓછા કોરોના કેસ નોંધાયા હોય એવા જિલ્લાની વાત કરીએ તો જામનગરમાં 46, દાહોદમાં 39, ભાવનગરમાં 38, પંચમહાલમાં 29, દેવભૂમિ દ્વારકામાં 28, મહિસાગરમાં 28, નર્મદામાં 19, જુનાગઢમાં 178, તાપીમાં 10, અરવલ્લીમાં 5, પોરબંદરમાં 5, છોટાઉદેપુરમાં 3, ડાંગમાં 2, બોટાદમાં 2 કોરોના કેસ નોંધાયા છે.

    આ પણ વાંચોઃ-Dahod: વિચિત્ર અકસ્માત, જે બસ ચલાવીને ગુજરાત આવ્યો હતો એ જ બસે લીધો ડ્રાઈવરનો ભોગ

    ગુજરાતમાં એક્ટીવ કેસોની સ્થિતિ
    ગુજરાતમાં અત્યારે કોરોના વાયરસના એક્ટીવ દર્દીઓની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે 50612 એક્ટીવ દર્દીઓ છે. જે પૈકી 64 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે જ્યારે 50,548 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 836140 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. તો 10142 દર્દીઓ કોરોનાના કારણે મોતને ભેટ્યા છે.

    આ પણ વાંચોઃ-Junagadh news: દૂધના વાહનમાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો, બૂટલેગરોના પ્લાન પર પાણી ફરી વળ્યું

    ગુજરાતમાં કોરોના રસીકરણ
    બુધવારે સાંજના પાંચ વાગ્યાથી લઈને ગુરુવારે સાંજના ચાર વાગ્યા સુધીમાં ગુજરાત ભરમાંથી આજે કુલ 3,11,217 કોરોના વાયરસના ડોઝ આપવામાં આવ્યા છે. જોકે, આજે 89040 પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધી કુલ 94444918 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Ahmedabad news, Coronavirus case, Covid-19 Cases in Gujarat, Gujarati news

    આગામી સમાચાર