રાજ્યમાં હવે શહેરો સાથે ગામડાંઓ પણ કોરોનાની ઝપટમાં, જાણો ક્યા જિલ્લાઓમાં છે સૌથી વધુ કેસ

રાજ્યમાં હવે શહેરો સાથે ગામડાંઓ પણ કોરોનાની ઝપટમાં, જાણો ક્યા જિલ્લાઓમાં છે સૌથી વધુ કેસ
તસવીર: Shutterstock

એક અહેવાલ મુજબ દેશના ગ્રામિણ વિસ્તારોમાં 53 ટકા ઇન્ફેક્શન જ્યારે શહેરી વિસ્તારોમાં 47 ટકા ઇન્ફેક્શન જોવા મળ્યું છે.

 • Share this:
  ભારત સહિત રાજ્યમાં કોરોના વાયરસની (second wave of COVID-19) બીજી લહેરે જોવા મળી છે. આ બીજી લહેરમાં ભારતના ગ્રામિણ વિસ્તારો ઝપટમાં આવી ગયા છે. દેશના ગ્રામિણ વિસ્તારોની સાથે સાથે રાજ્યમાં પણ ગામડાંઓમાં કોરોનાના કેસમાં સખત વધારો થયો છે. રાજ્યમાં ગ્રામિણ વિસ્તારોમાં વધેલા ચેપના આંકડા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા કોવિડ બુલેટિન પરથી જાણી શકાય છે. હાલમાં એક અહેવાલ મુજબ દેશના 53 ટકા ઇન્ફેક્શન ગ્રામિણ વિસ્તારોમાં પ્રસરી ગયું છે જ્યારે 47 ટકા શહેરી વિસ્તારના છે.

  આંકડાઓ મુજબ સરખામણી  રાજ્યના ચાર મહાનગર અમદાવાદ-સુરત-વડોદરા- રાજકોટને બાદ કરીને ચકાસીએ તો અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસનો આંકડો ઓછો ન કહી શકાય. રાજ્યના ગ્રામિણ વિસ્તારોની સ્થિતિને આંકવા જ્યાં અર્ધ શહેરી વિસ્તારો છે તેવા જિલ્લાના આંકડાના કેસનો આંકડો ચકાસવા લાયક છે. અહીં તારીખ મુજહ રાજ્યના કેટલાક જિલ્લાનો આંકડો તારીખ મુજબ છે.

  આ પણ વાંચો : COVID : RTPCR ટેસ્ટ કીટને લઈને મોટો ખુલાસો, વીડિયો જોઈ તમે પણ ચોકી ઉઠશો

  6-5-2021

  મહેસાણા 482 5 મોત, જામનગર જિલ્લો 332 5 મોત, મહીસાગર 224 1 મોત, દાહોદ 220, ગીર સોમનાથ 218 2 મોત, જૂનાગઢ જિલ્લો 213, પંચમહાલ 207, આણંદ 205, બનાસકાંઠા 193, 3 મોત, અમરેલી 189, કચ્છ 187, 5 મોત, અરવલ્લી 150, 2 મોત, ખેડા 144, પાટણ 139, 2 મોત, સાબરકાંઠા 121, 2 મોત, તાપી 107,

  5-5-2021

  મહેસાણા 525, 2 મોત, જામનગર જિલ્લો 339, 5 મોત, મહીસાગર 188, 2 મોત, દાહોદ 198, 1 મોત, ગીરસોમનાથ 192, 1 મોત, જૂનાગઢ જિલ્લો 193, 5 મોત, પંચમહાલ 237, 2 મોત, આણંદ 157, 1 મોત, બનાસકાંઠા 156, 4 મોત, અમરેલી 156,1 મોત, કચ્છ 173, 3 મોત, અરવલ્લી 124, 1 મોત, ખેડા 180,2 મોત, પાટણ 154, 1 મોત, સાબરકાંઠા 147, 5 મોત, તાપી 113,

  આ પણ વાંચો : મોરબી : પંચાસરના ગરાસિયા પ્રૌઢની હત્યાના કેસમાં તમામ છ આરોપીનો નિર્દોષ છુટકારો

  4-5-2021

  મહેસાણા 459, 3 મોત, જામનગર જિલ્લો 331, 5 મોત, મહીસાગર 195, 1 મોત, દાહોદ 162, 2 મોત, ગીરસોમનાથ 149, 1 મોત, જૂનાગઢ જિલ્લો 172, 3 મોત, પંચમહાલ 110, ,આણંદ 138, બનાસકાંઠા 100, 4 મોત, અમરેલી 156,2 મોત, કચ્છ 162, 3 મોત, અરવલ્લી 102, 1 મોત, ખેડા 198, 2 મોત, પાટણ 84, 3 મોત, સાબરકાંઠા 198, 3 મોત, તાપી 78,1 મોત

  3-5-2021

  મહેસાણા 497, 3 મોત, જામનગર જિલ્લો 319, 5 મોત, મહીસાગર 169, 1 મોત, દાહોદ 159, 2 મોત, ગીરસોમનાથ 120, જૂનાગઢ જિલ્લો 132, 5 મોત, પંચમહાલ 108, ,આણંદ 127, બનાસકાંઠા 199, 2 મોત, અમરેલી 99,4 મોત, કચ્છ 187, 3 મોત, અરવલ્લી 109, ખેડા 159, 1 મોત, પાટણ 131, 3 મોત, સાબરકાંઠા 141, 4 મોત, તાપી 49, 1 મોત

  આ પણ વાંચો : સુરત : તાપીમાં મોતની છલાંગ લગાવવા આવેલી યુવતીને લોકોએ બચાવી, ઘટનાનો Live Video વાયરલ

  2-5-2021

  મહેસાણા 565, 2 મોત, જામનગર જિલ્લો 309, 6 મોત, મહીસાગર 169, 1 મોત, દાહોદ 67, 2 મોત, ગીરસોમનાથ 104, જૂનાગઢ જિલ્લો 147, 6 મોત, પંચમહાલ 109, 2 મોત ,આણંદ 161, બનાસકાંઠા 226, 3 મોત, અમરેલી 119,3 મોત, કચ્છ 169, 3 મોત, અરવલ્લી 80, ખેડા 174, પાટણ 173, 2 મોત, સાબરકાંઠા 142, 4 મોત, તાપી 89

  1-5-2021

  મહેસાણા 517, 4 મોત, જામનગર જિલ્લો 353, 7 મોત, મહીસાગર 135, 2 મોત, દાહોદ 144, 1 મોત, ગીરસોમનાથ 106, 3 મોત, જૂનાગઢ જિલ્લો 136, 5 મોત, પંચમહાલ 133,2 મોત ,આણંદ 146,1 મોત, બનાસકાંઠા 198, 3 મોત, અમરેલી 45,3 મોત, કચ્છ 161, 3 મોત, અરવલ્લી 127, 2 મોત, ખેડા 196, 1 મોત, પાટણ 169, 4 મોત, સાબરકાંઠા 135, 6 મોત, તાપી 96 1 મોત

  આ પણ વાંચો : સુરત : કોરોનામાંથી સાજા થયેલા અનેક દર્દીઓ મ્યુકરમાઇકોસીસની ઝપટમાં, 200 જેટલા કેસ આવ્યા

  મહેસાણા- જામનગર, પાટણ, સાબરકાંઠાનો ચિંતાજનક આંક

  ઉપરના છ દિવસના આંકડાનો અભ્યાસ કરતા જાણવા મળે છે કે આંકડાની ગ્રામિણ વિસ્તારોની દૃષ્ટીએ મહેસાણા, સાબરકાંઠા, પાટણ, ખેડા અને કચ્છ જેવા વિસ્તારોમાં સંક્રમણ ખૂબ પ્રસરી ગયું છે. ખાસ કરીને મહેસાણામાં 6 દિવસમાં 2645 કેસ નોંધાયા છે જ્યારે 19 મોત થયા છે. જ્યારે જામનગર જિલ્લામાં 1983 કેસ નોંધાયા છે જ્યારે 33 મોત થયા છે. બનાસકાંઠામાં 6 દિવસમાં 1072 નવા કેસ નોધાયા છે જ્યારે 19 મોત થયા છે. જ્યારે પાટણમાં 6 દિવસમાં 850 કેસ નોંધાયા છે જ્યારે 15 મોત થયા છે. મહેસાણાના મોટીદવ ગામે જ તાજેતરમાં 28 મૃત્યુ કોવિડના મોર્બીડ-કો મોર્બીડ પેશન્ટ મળીને થયા છે.

  સિદ્ધપુરમાં લૌકિકકાર્ય સંખ્યા ઘટી

  દરમિયાન અહેવાલો મુજબ સિદ્ધપુરમાં લૌકિકકાર્ય માટે આવતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. આટલા મૃત્યુ પછી પણ લોકો હવે પોતાના રહેણાંકની નજીક જ આ કાર્ય સમાપ્ત કરી લેતા હોવાના અહેવાલો છે.
  Published by:Jay Mishra
  First published:May 07, 2021, 11:50 am

  ટૉપ ન્યૂઝ