અમદાવાદ: શિયાળાની (winter) શરૂઆત સાથે જ ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. પરંતુ દરવર્ષ કરતા આ વર્ષે સ્થિતિ જુદી છે. આ વખતે કોરોનાનો (coronavirus) કહેર છે અને શિયાળામાં ઠંડીના લીધે કોરોના વકરે તેવી આશંકા છે. તેવામાં ઠંડીની આ મૌસમમાં સ્વાસ્થ્યને (health) સાચવવા શુ કરવું, કોરોના જે રીતે વધી રહ્યો છે તેનાથી બચવા શુ કરવું અને શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ (immunity ) વધારવા શુ કરવું તે જાણવું પણ જરૂરી છે. અને એટલે જ ડોકટર્સ અને નિષ્ણાતોની આ પાંચ ટિપ્સ (Tips) પાળશો તો કોરોના જ નહીં અન્ય રોગોથી પણ બચી શકાશે.
જે પ્રકારે કોરોનાના કેસ આવી રહ્યા છે, તેને જોતા આરોગ્ય તંત્ર સતર્ક છે. અને કોઈપણ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો શરદી ખાંસી અને તાવના લક્ષણો હોય છે જે લક્ષણો શિયાળાની ઠંડી ઋતુમાં જોવા મળતા હોય છે અને તેના કારણે તબીબોને પણ લાગી રહ્યું છે કે, શિયાળામાં કોરોનાના કેસ વકરી શકે છે. જેને લઈને શિયાળામાં તંદુરસ્ત રહેવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની પાંચ ટિપ્સ તમને કામ લાગી શકે છે.
નિષ્ણાત ડૉક્ટર્સની ટિપ્સ
આ અંગે સિનિયર ફિજીશિયન ડો. પ્રવીણ ગર્ગ જણાવે છે કે, શિયાળામાં તંદુરસ્ત રહેવા તાજા અને લીલા શાકભાજી અને ફળો ખાવા જોઈએ. જેમાં પ્રોટીન અને વિટામિન પૂરતી માત્રામાં હોય. જે રોગને દૂર ભગાડવામાં ખૂબ ઉપયોગી છે. બીજું કે નિયમિત કસરત અને યોગ કરવા આવશ્યક છે. દરરોજ 10થી 15 મિનિટ પ્રાણાયામ અને મેડિટેશન કરવું. ત્રીજુ કે શરદી ખાંસીથી બચવા કોલ્ડ ડ્રિંક અને ઠંડા પાણીની જગ્યાએ ગરમ હૂંફાળું પાણીનું સેવન કરવું જોઈએ. ઠંડીમાં એસી અને કુલરનો ઉપયોગ ટાળવો જોઈએ. ચોથુ કે શિયાળામાં તંદુરસ્ત ખોરાકની સાથે પૂરતી ઊંઘ લેવી પણ આવશ્યક છે. એટલે મોડે સુધી જાગવું નહિ અને વહેલા સુઈ જવુ હિતાવહ છે. પાંચમું કે કોરોના સામે બચાવ અને સારવાર માટે વિટામીન D મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. તજજ્ઞો મુજબ વિટામીન D ની ગોળી અને સૂર્યના કિરણો રક્ષક બની રહ્યા છે.
રોજના 15 થી 20 મિનીટ સૂર્યના કિરણો લેવા કોરોના સામેની લડત માટે જરૂરી છે તેમજ શાકભાજી, વિટામિન C અને D, ઝીંક ડોકટર્સની સલાહ પ્રમાણે લેવા જોઈએ. સાથે જ જો શરદી ખાંસી અને વાયરલના લક્ષણો પહેલા દિવસમાં જ દેખાય તો તાત્કાલીક ડોક્ટરની સલાહ પ્રમાણે ઈલાજ કરવો. મહત્વનું છે કે, કોઈપણ વાયરસ ઠંડીની મોસમમાં વકરે છે ત્યારે કોરોના પણ વકરે તેવી શકયતા છે. ત્યારે કોરોનાથી બચવા માસ્ક, સોશિયલ ડિસ્ટનસ અને હેન્ડ સેનિટાઈઝ કરવા જરૂરી છે. સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવા તબીબોની આ ટિપ્સ ઉપયોગી સાબિત થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર