coronavirus : કોરોનાથી સમાજને બચાવા કેદીઓ મેદાને, જેલના માસ્કની માંગમાં વધારો

coronavirus : કોરોનાથી સમાજને બચાવા કેદીઓ મેદાને, જેલના માસ્કની માંગમાં વધારો
ફાઇલ તસવીર

બજારમાં જ્યારે માસ્કના ભાવમાં લૂંટ ચલાવાઈ રહી છે ત્યારે જેલના કેદીઓ દ્વારા બનેલા માસ્ક 10 રૂપિયામાં વેચાઈ રહ્યા છે

  • Share this:
અમદાવાદ એક તરફ સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસ નો કહેર જોવા મળી રહ્યો છે. હવે ભારત પણ તેમાં બાકાત નથી. ત્યારે દેશ માં માસ્ક ની માંગ માં વધારો થઈ રહ્યો છે..અનેં કેટલાક લોકો માસ્ક ની અછત હોવાનો લાભ ઉઠાવી ને બમણા ભાવ વસૂલ કરી રહ્યા છે..ત્યારે જેલ વિભાગ દ્વારા કેદી ઓ પાસે માસ્ક બનાવવાની શરૂ કર્યું છે. સાબરમતી જેલ માં પ્રતિદિન ૧૦૦૦ જેટલા માસ્ક બનાવવા માં આવી રહ્યા છે. આ માસ્ક નું વિતરણ 10 રૂપિયા પ્રતિ નંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે સમગ્ર રાજ્ય માંથી વિવિધ એજન્સી દ્વારા આ માસ્ક ના ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી માં લગભગ 18 હજાર જેટલા માસ્ક ના ઓર્ડર આવ્યા છે.

આમ અલગ અલગ એજન્સી ઓ દ્વારા કર્મચારી ઓ માટે માસ્ક ખરીદવામાં આવી રહ્યા છે..ના માત્ર સાબરમતી મધ્યસ્થ જેલ પરંતુ બરોડા અને રાજકોટ જેલમાં પણ આ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે જેલમાં બનાવેલ માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકોને સહેલાઈથી અને સસ્તામાં માસ મળી રહે તે માટે જ્યાં પણ જેલની પ્રોડક્ટનું વેચાણ થતું હોય ત્યાંથી માસ્ક નું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે.



આ પણ વાંચો :  Coronavirus : ચીને વિશ્વમાં Covid-19નો તકલાદી માલ પધરાવ્યો છતાં ભારત વેન્ટીલેટર ખરીદશે, રિપોર્ટથી ખળભળાટ

માત્ર દસ રૂપિયામાં એક માસ્ક નું વેચાણ થઈ રહ્યું છે. જેલ વિભાગ માં હજી પણ કેદીઓ દ્વારા માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. એટલે કે જેલ વિભાગ દ્વારા જેલમાં રહેલા કેદીઓના સ્વાસ્થ્યની સાથે સાથે લોકોના પણ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હાલમાં જે રીતે માસ બનાવતી કંપનીઓ કાળા બજાર કરી રહી છે તેવા સંજોગોમાં લોકોને સહેલાઇથી અને સસ્તામાં મળી રહે તે હેતુ જેલ વિભાગ નો છે.

આ પણ વાંચો :  Coronavirus : કોરોનાનો અજગર ભરડો : અમદાવાદમાં 8 નવા પોઝિટિવ કેસ, રાજ્યમાં આંકડો 82એ પહોંચ્યો

માસ્કની ડિમાન્ડ

અમદાવાદ મધ્યસ્થ જેલ 1660
તાલીમ આરોગ્ય કેન્દ્ર માં 500
મરીન ટસ્ક ફોર્સ માં 2000
ગુજરાત કેસર રિસર્ચ સેન્ટર માં 1000
એસ ટી વર્ક શોપ માં 500
Sbi બેંક માં 100
સાણંદ સ્કુલ માં 200
હિમ્મત નગર મહેસાણા જેલ માં 800
એફ એસ એલ 1000
જનતા વેચાણ માટે 200
Published by:News18 Gujarati
First published:April 01, 2020, 15:58 pm

ટૉપ ન્યૂઝ