Coronavirus : અમદાવાદમાંથી બટેટા ચોર ઝડપાયા, લૉકડાઉનમાં કાળા બઝારી કરવાનો હતો પ્લાન


Updated: March 25, 2020, 9:36 PM IST
Coronavirus : અમદાવાદમાંથી બટેટા ચોર ઝડપાયા, લૉકડાઉનમાં  કાળા બઝારી કરવાનો હતો પ્લાન
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના વેજલુપરમાંથી દુકાનમાં શેઠે કહ્યું છે તેમ કહી બટેટાના કટ્ટાની ચોરી કરવા આવેલા શખ્શોનો ભાંડો ફૂટ્યો

  • Share this:
અમદાવાદ: હાલ કોરોના ને લઈને વેપારીઓ શાક ભાજી ખરીદનાર ગ્રાહકો પાસે વધુ રૂપિયા લઈને લૂંટ ચલાવી રહ્યા છે. ત્યારે વેજલપુર એપીએમસી માર્કેટમાંથી બટાકાના કટ્ટાની ચોરી કરવા આવેલા બે લોકોની ધરપકડ કરાઈ છે. આ બને શખસો હાલની પરિસ્થિતિની તક ઝડપી કાળા બજારીયા કરવા માટે ચોરી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

વેજલપુર પોલીસસ્ટેશનની બાજુમાં એપીએમસી માર્કેટ આવેલું છે. અહીંખીમજીભાઇ બગદાભાઇ સરગરા એપીએમસી માર્કેટમાં દુકાનમાં કામ કરે છે. ગઇકાલે રાત્રે દુકાનમાં સુતા હતા ત્યારે અચાનક બુમાબુમ થતા તે જાગી ગયા હતા. ત્યારબાદ વોચમેને તેમને બોલાવ્યા હતા.

તે ત્યાં ગયા ત્યારે બે વ્યક્તિ રીક્ષા લઇ આવ્યા હતા અને જણાવ્યું હતું કે, તારા શેઠ સાથે વાત થઇ છે બે કટ્ટા બટાકાના લેવાના છે. ત્યારબાદ બે કટ્ટા લઇ તેઓ જતા રહ્યાં હતા. પછી થોડા જ સમયબાદ બીજા કટ્ટા લેવા આવતા ખીમજીભાઇ સાથે બોલચાલ થતા તેમણે પોલીસ બોલાવી હતી. પોલીસ આવી ત્યારે ખુલાસો થયો કે તેઓ બટાકાના કટ્ટા ચોરી કરવા આવ્યા હતા.

આ પણ વાંચો :  લૉકડાઉન: હરિદ્વાર સપ્તાહમાં ગયેલા સુરત અને સૌરાષ્ટ્રના 210 વડિલો ફસાયા, મદદની અપીલ

જેથી આ મામલે પોલીસે ખીમજીભાઇની ફરિયાદ લઇ આસિફ મલેક અને અશરફખાન પઠાણની ધરપકડ કરી હતી. આ બને શખસો હાલની પરિસ્થિતિની તક ઝડપી કાળા બજારીયા કરવા માટે ચોરી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर