કોરોનાનો કહેર વધતા આજથી રાજ્યના આ મોટા મંદિરો, બજારો, જાહેર સ્થળો સ્વયંભૂ બંધ

કોરોનાનો કહેર વધતા આજથી રાજ્યના આ મોટા મંદિરો, બજારો, જાહેર સ્થળો સ્વયંભૂ બંધ
પ્રતિકાત્મક તસવીર

પાવાગઢ, બહુચરાજી, ખોડલધામ, નર્મદા પરિક્રમા, દ્વારકા, શિવરાજપુર બીચ, ગામડાંઓ, એપીએમસી, જાણો આ સમગ્ર લીસ્ટ

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં કોરોના વાઇરસનો (Coronavirus) કહેર જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં સરકાર દ્વારા નાઇટ કર્ફ્યૂ અને કેટલાક કડક નિયમો મૂકવામાં આવ્યા છે. જોકે, આ વખતે સરકાર લૉકડાઉનના (Lockdown) મૂડમાં નથી ત્યારે સ્વંયભૂ લૉકડાઉનને સમર્થન આપી રહી છે. આ સ્થિતિમાં રાજ્યમાં 5500+ કેસ સામે આવી રહ્યા છે ત્યારે રાજ્યમાં (Gujarat Self Lockdown) આજથી અનેક મોટા જાહેર સ્થળો બંધ જાહેર કરવામાં આવ્યા છે જેમાં કેટલાક ગમો છે, કેટલાક મોટા મંદિરો છે, કેટલીક બજારો છે કેટલાક પર્યટન સ્થળો છે. જાણો આજથી બંધ થઈ રહેલી તમામ સેવાઓ સ્થળોની માહિતી

  પાવાગઢ શક્તિપીઠ  શક્તિપીઠ પાવાગઢ મદિરમાં આજથી ભક્તો માટે પ્રત્યક્ષ દર્શન કરાયા બંધ કરવામાં આવી છે. 12મી એપ્રિલથી 28 એપ્રિલ સુધી મંદિરમાં પ્રત્યક્ષ દર્શન બંધ રાખવા મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયો હતો નિર્ણય ત્યારે કોરોના સંક્રમણની વકરતી જતી સ્થિતીને લઇ ચૈત્રી નવરાત્રી દરમિયાન મંદિરમાં દર્શન બંધ રાખવામાં આવ્યા છે. ચૈત્રી નવરાત્રીમાં ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી  લાખોની સંખ્યામાં ભક્તો ઊમટતા હોય છે, ત્યારે માઇ ભક્તોની અવર જવરથી ધમધમતું પાવાગઢ ડુંગર બજાર બન્યું છે સુમસામ. ભક્તો માટે ઓનલાઈન દર્શનની કરાઇ છે વ્યવસ્થા

  દ્વારકાના તમામ ફરવાલાયક તેમજ ધાર્મિક સ્થાનો બંધ 

  દ્વારકામાં કોરોનાનો કહેર વધતા કડક નિર્ણયો લેવામાં આવ્યા છે. નાગેશ્વર જ્યોર્તિલિંગ-નાગેશ્વર, ગોમતીઘાટ,સુદામાસેતુ-દ્વારકા રૂક્ષ્મણી મંદિર,ભડકેશ્વર મંદિર-મીરા ગાર્ડન-દ્વારકા,તેમજ શિવરાજપુર બીચ પણ બંધ કરવામાં આવ્યા છે. યાત્રિકોની અવરજવર વધે તો સંક્રમણ વધવાની શક્યતાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.આગામી સૂચના ન મળે ત્યાં સુધી તમામ સ્થળો બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. દ્વારકામાં કોરોના ના કેસોમાં થઈ રહેલ સતત વધારો ચિંતાનો વિષય હોઈ તમામ સ્થળો પર સંક્રમણ અટકાવવા અપાઈ સૂચના.

  બહુચરાજી મંદિર આવતી કાલથી દર્શન માટે બંધ

  મહેસાણા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીને યાત્રિકો માટે દર્શન બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. કાલે 13મી એપ્રિલથી 30મી એપ્રિલ સુધી મંદિરનાં દર્શન બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ચૈત્રી નવરાત્રીમાં ભક્તોની વિષેશ ભીડ થતી હોવાથી મંદિર આવતી કાલથી બંધકોરોનાનું સંક્રમણ અટકાવવા મંદિર વહીવટી તંત્રનો નિર્ણય લેવામાં આવ્યો છે.  માત્ર પૂજારી દ્વારા મંદિરમાં સેવા પૂજા ચાલુ રહેશે. યાત્રિકો માટે 30 એપ્રિલ સુધી પ્રવેશ બંધ રહેશે.

  આ પણ વાંચો : ગાંધીનગર : ચાર સંતાનોની માતાએ પ્રેમી સાથે રહેવાં કર્યુ એવું કામ કે જાણીને ચોંકી જશો

  ખોડલધામ બંધ

  વધતા કોરોના સંક્રમણ લઈને કાગવડ ખોડલધામ મંદિર બંધ કરવાનો નિર્ણય.વધતા કોરોના સંક્રમણ લઈને કાગવડ ખોડલધામ મંદિર બંધ કરવાનો નિર્ણય. 10 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી મંદિર બંધ રહેશે, રાજ્યમાં અને રાજકોટ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણના પગલે નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરના ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા લેવાયો છે નિર્ણય, ભક્તોને દર્શન, ધ્વજારોહણ અને પૂજા ઘરે બેઠા કરવા વિનંતી કરવામાં આવી છે.

  નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા સ્થગિત

  નર્મદા જિલ્લામાં આજે ફાગણ વદ અમાસથી આજથી એક મહિના સુધી શરૂ થનારી ઉતરવાહિની પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે.  નર્મદા પરિક્રમા આજથી એક મહિના સુધી ચાલતી હોય છે.કોરોનાના કેસ વધતા તંત્રએ પરિકમાં રોકવાનો નિર્ણય કર્યો હતો પરિક્રમાનો પ્રસાર પ્રચાર કરતા સાંવરિયા મહારાજે શ્રદ્ધાળુઓને કપરા કાળમાં પરિક્રમા ન કરવા સંદેશો આપ્યો છે. ગત વર્ષે પણ પરિક્રમા કોરોનાંને લઈ બંધ રહી હતી.પાટણ જિલ્લા નું સુપ્રસિદ્ધ યાત્રાધામ વરાણા મંદિર આજથી બંધ કરવામાં આવશે.

  વરાણા મંદિર પાટણ

  પાટણ જિલ્લામાં વધતા કોરોના કહેરને પગલે સુપ્રસિદ્ધ યાત્રાધામ વરાણા મંદિરને આજથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાટણ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વરાણા મંદિર આજથી બંધ કરવામાં આવ્યું છે. આઈશ્રી ખોડિયાર માતાજી મંદિર વરાણામાં આજથી લોકડાઉન રહેશે. વરાણા મંદિરમાં અચોક્કસ મુદત માટે લોકડાઉનકરવામાં આવ્યું છે.  કોરોનાના કેસ વધતાં મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.  આજથી સમગ્ર ગુજરાતમાંથી કોઈએ વરાણા મંદિર દર્શન કરવા આવવું નહિ. મંદિરના દરવાજા આજ વહેલી સવારથી બંધ થઈ ગયા છે.

  આ પણ વાંચો : સુરત : કર્ફ્યૂ ભંગની બીકમાં દીકરીની સારવાર માટે આખી રાત રાહ જોઈ, સવારે થયું મોત

  જૂનાગઢના માણાવદર શહેરમાં સોમ થી શુક્ર સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન

  સ્થાનિક વહીવટી તંત્ર અને વેપારી મંડળ દ્વારા બેઠક કરી સર્વાનુમતે સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય લેવાયો છે.  વધતાં જતાં સંક્રમણને અટકાવવા નિર્ણય લેવાયો છે. જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલશે અને તે પણ હાલના રાત્રી કર્ફ્યૂ નિયમ અનુસાર ખુલ્લી રહેશ.  સ્વૈચ્છિક લોકડાઉનને લઈને માણાવદરની બજારો સૂમસામ બની છે.

  જેતપુર માર્કેટિંગ યાર્ડના વેપારી એસો.નું સ્વૈચ્છિક બે દિવસનું લોકડાઉન

  જેતપુર માર્કેટિંગ યાર્ડના વેપારી એસોનું સ્વૈચ્છિક બે દિવસનું લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે.  માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામકાજ અને જણસીની આવકો રહેશે બંધ. બે દિવસ માટે ખેડૂતોને જણસી લઈને નહિ આવવા અપીલ  કરવામાં આવી છે. વેપારીઓ તા,12 અને 13 બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉન કોરોનાનું સંક્રમણ વધતા સ્વૈચ્છિક લોકડાઉનનો કર્યો નિર્ણય કરાયો છે. વેપારીઓ આજે અને આવતીકાલે એમ બે દિવસ પોતાના વેપાર અને ધંધા રાખશે બંધ,

  માર્કેટયાર્ડ જસદણમા ખેત પેદાશ માલ આવક બંધ 

  હાલમાં કોરોનાવાયરસ (covid-19)નું સંક્રમણ વધી રહેલ છે વાયરલ સંક્રમણને અટકાવવા આજે તારીખ 12 -4  2021ને સોમવારથી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી માર્કેટ યાર્ડમાં ખરીદ વેચાણનું કામકાજ બંધ રહેશે. આ સમય દરમિયાન માર્કેટયાર્ડમાં ખેત પેદાશ માલ ન લાવવા વિનંતી. આ અંગેની જાણ દરેક કમિશન એજન્ટ ભાઈઓએ પોતપોતાના ખેડૂતોને કરી આપવા વિનંતી કરવામાં આવી છે.

  આ પણ વાંચો : સુરત : TRB જવાનને સહકર્મી સાથે થયો પ્રેમ, યુવતીએ લગ્નનું દબાણ કરતાં તાપીમાં ધક્કો મારી હત્યા કરી

  ગોંડલની કોલીથડ જિલ્લા પંચયાત સીટ હેઠળના 24 ગામોમાં સ્વૈચ્છીક લૉકડાઉનની અપીલ

  રાજકોટ જિલ્લાનાં ગોંડલની કોલીથડ જિલ્લા પંચયાત સીટ હેઠળ ના 24 ગામાં લોકડાઉનનો નિર્ણય કરાયો છે. 24 ગામોનાં આગેવાનોએ કરી સ્વૈચ્છીક લોકડાઉનની અપીલ કરવામાં આવી છે.આજથી 10 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન કરવા 24 ગામનો નિણર્ય કરવામાં આવ્યો છે. 10 દિવસ દરમિયાન તમામ ધંધા રોજગાર બંધ રહેશે. મેડિકલ સ્ટોર દૂધ ની ડેરી અને આવશ્યક સેવા સિવાય બધું બંધ રાખવા વિનંતી

  બોટાદમાં આજથી રાણપુર શહેરમાં બે દિવસ માટે  લોકડાઉન

  બોટાદ જિલ્લાનાં રાણપુર શહેરમાં બે દિવસ માટે  લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અહીંયા 13 અને 14 એપ્રિલ બે દિવસમાટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. રાણપુરમાં વધતા જતા કોરોના કેસોનાં પગેલ નિર્ણય કરાયો છે. રાણપૂર ગ્રામ પંચાયત દ્વારા નિણર્ય લેવાયો છે.
  Published by:Jay Mishra
  First published:April 12, 2021, 13:38 pm

  ટૉપ ન્યૂઝ