ગુજરાત વિધાનસભાના વિપક્ષ ના નેતા પરેશ ધાનાણી એ વૈશ્વિક મહામારી કોરોના ને પગલે અસર થયેલ રાજ્યરમાં તમામ કારીગર વર્ગ માટે રાહત પેકેજ માગ રાજ્ય સરકાર પાસે કરી છે.વિપક્ષના નેતા પરેશ ધનાણી એ પોતાના આ પત્રમાં મુખ્ય મંત્રી ને જણાવ્યું છે કે સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યતમાં નોવેલ કોરોના વાયરસ ફેલાયેલો છે, જે વિશ્વના 205 ઉપરાંતના દેશોમાં અતિ તીવ્રતાથી ફેલાઈ રહેલ છે. આ વાયરસને ભારતમાં ફેલાતો અટકાવવા માટે તા. 24 માર્ચ, 2020થી 14 એપ્રિલ, 2020 સુધી 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવેલ, પરંતુ કોરોના વાયરસની સ્થિ તિ બેકાબુ થતાં ફરી બીજા તબક્કાનું લોકડાઉન તા. 15 એપ્રિલ, 2020થી 3 મે, 2020 સુધી જાહેર કરવામાં આવેલ છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે આ મુશ્કેાલ ઘડીમાં રાજ્ય સરકારને સતત સાથ અને સહકાર આપી રાજ્ય ની જનતાને આ મહામારીમાંથી ઉગારી લેવાના ઉદ્દેશ્યન સાથે જવાબદાર વિરોધપક્ષની ભૂમિકા અદા કરી રહી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા સમયાંતરે થતા સૂચનો રાજકીય પક્ષાપક્ષીને બદલે રાજ્યાની પ્રજાના હિતમાં જ હોય છે.હાલમાં કોરોના વાયરસના કારણે સમગ્ર રાજ્ય માં તમામ પ્રકારના ધંધા-રોજગાર બંધ છે, જે ફરી ક્યાનરે ચાલુ થશે તે નક્કી નથી.
ગરીબ અને મધ્યધમ વર્ગના લોકોને જીવન જીવવું મુશ્કેતલ થઈ ગયેલ છે. રાજ્ય માં બીજા તબક્કાનું લોકડાઉન તા. 15-4-2020થી તા. 3-5-2020 સુધી જાહેર થયેલ છે. કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામ રાજ્યનમાં દિવસેને દિવસે ખૂબ જ વધતી જાય છે, જેથી હાલના સંજોગો જોતાં સ્થિઓતિ પૂર્વવત્ ક્યા રે થાય તે કહેવું મુશ્કેીલ છે. હાલની પરિસ્થિલતિ જોતાં આગામી લાંબા સમય સુધી ધંધા-રોજગાર ચાલુ થાય તેવી કોઈ શક્યજતા જણાતી નથી. રાજ્ય માં અસંગઠીત ક્ષેત્રના કુશળ કારીગરો તેમજ શ્રમિકોને જીવનનિર્વાહ કરવાનું મુશ્કે લ થઈ ગયું છે અને રાજ્યયનો કારીગર વર્ગ પોતાનો રોજગાર બંધ થવાથી ખૂબ જ તકલીફ વેઠી રહેલ છે.
રાજ્યેમાં કારીગર વર્ગ જેવા કે, સુથાર, કડીયા, વાળંદ, મોચી, ઈલેકટ્રીશીયન, પ્લરમ્બથર, લોખંડનું કામ કરનાર ગેરેજ વર્ક્સવ, કલર કામ, ઓટો રીક્ષાચાલક, લારી-ગલ્લાચાલક, પાથરણાવાળા, પથ્થકર પોલીસ કરનાર, લાકડા પોલીશ કરનાર, ટાઈલ્સલનું કામ કરનાર, એલ્યુમિનિય સેકશનનું કામ કરનાર વિગેરે કારીગરોનો ખૂબ મોટો વર્ગ છે.
સરકારશ્રી દ્વારા મોટા ઉદ્યોગોને જે સહાય આપવામાં આવે છે, તેઓ માટે જે પેકેજ જાહેર કરવામાં આવે છે કે સબસીડી આપવામાં આવે છે તે મુજબ સમાજને તમામ ક્ષેત્રે ઉપયોગી એવા કારીગર વર્ગ માટે પણ સહાનુભૂતિ દાખવી, તેઓને પ્રોત્સા હિત કરવા માટે ખાસ પેકેજ/સહાય જાહેર કરવા અત્યંગત જરૂરી છે, કારણ કે રાજ્ય નો આ કારીગર/શ્રમિક વર્ગ દૈનિક અંદાજે રૂા. 300થી રૂા. 600 સુધીની રકમ માંડ કમાઈ શકે છે. આવા કપરા સમયમાં તેઓ ધંધા-રોજગાર બંધ થતાં બેકાર બની ગયેલ છે. આ કારીગર વર્ગ માટે શ્રમયોગી કલ્યાપણ બોર્ડ મારફત કે સરકારશ્રી મારફત સીધું ખાસ પેકેજ જાહેર થવું જોઈએ અને આવા લોકો માટે પુનઃ અન્નલપુર્ણા યોજના પણ ચાલુ થવી જોઈએ.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર