Coronaના કહેર વચ્ચે સ્વાસ્થ્ય સચિવ દ્વારા 'સબ સલામત'નો રિપોર્ટ HCમાં રજૂ કરાયો, જાણો સંપૂર્ણ રિપોર્ટ

Coronaના કહેર વચ્ચે સ્વાસ્થ્ય સચિવ દ્વારા 'સબ સલામત'નો રિપોર્ટ HCમાં રજૂ કરાયો, જાણો સંપૂર્ણ રિપોર્ટ
આ રિપોર્ટ સત્યથી વિપરીત, ગેરમાર્ગે દોરનારો, ખુદ સરકારના અગાઉના રિપોર્ટથી વિરોધાભાસી હોવાના આક્ષેપ સાથે એક સોગંદનામું હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવ્યું

આ રિપોર્ટ સત્યથી વિપરીત, ગેરમાર્ગે દોરનારો, ખુદ સરકારના અગાઉના રિપોર્ટથી વિરોધાભાસી હોવાના આક્ષેપ સાથે એક સોગંદનામું હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવ્યું

  • Share this:
અમદાવાદ: રાજ્યમાં કોરોનાનો કહેર હાહાકાર મચાવી રહ્યો છે. 24 કલાકમાં અમદાવાદમાં 349, સુરતમાં 278, વડોદરામાં 169, રાજકોટમાં 127, મહેસાણામાં 45, બનાસકાંઠામાં 57, પાટણમાં 49, ગાંધીનગકરમાં 80, ખેડામાં 30, જામનગરમાં 44, પંચમહાલમાં 27, અમરેલીમાં 26, ભરૂચમાં 26, મોરબીમાં 24, આણંદ અને સુરેન્દ્રનગરમાં 20-20 કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યના આરોગ્ય સચિવે આજે હાઈકોર્ટમાં કોરોના મામલે રિપોર્ટ રજૂ કર્યો છે.

આ રિપોર્ટ સત્યથી વિપરીત, ગેરમાર્ગે દોરનારો, ખુદ સરકારના અગાઉના રિપોર્ટથી વિરોધાભાસી હોવાના આક્ષેપ સાથે એક સોગંદનામું હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, વેન્ટિલેટર્સની પરિસ્થિતિ અંગે સરકારના જે ડેટા છે તે વિરોધાભાસી છે. સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો, નર્સો સહિતની અનેક પોસ્ટ્સ આજદિન સુધી ખાલી છે. સરકારી હોસ્પિટલોમાં કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરવામાં આવતી હોવાથી કાયમી સ્ટાફ રહેતો નથી અને પગાર સહિતના ધારાધોરણ જળવાતા નથી.



આ પણ વાંચો - વડોદરા મેડિકલ કોલેજમાં લંપટ બાબુનો 'લેધર કરન્સી'નો ચોંકાવનારો કિસ્સો

એટલું જ નહીં સ્વાસ્થ્ય કેન્દ્રોની અછત પણ રાજ્યમાં હોવાનો આક્ષેપ આ સોગંદનામામાં કરવામાં આવ્યો છે. એડવોકેટ કે.આર. કોષ્ટિએ રાજ્ય સકરારના રિપોર્ટને પડકાર ફેંક્યો છે અને કોર્ટ સમક્ષ એવી દાદ માગી છે કે, સરકારના રિપોર્ટને ખોટો અને ગેરમાર્ગે દોરનારો જાહેર કરવામાં આવે. સરકારી હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફને એડહોક અને કોન્ટ્રાક્ટ પર રાખવાના આદેશોને રદ કરવામાં આવે. તે ઉપરાંત તમામ સરકારી, કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો, હેલ્થ સેન્ટરો માટે મંજૂર પોસ્ટ્સ પર ભરતી કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની સુઓમોટો રિટ પિટિશનમાં સરકારના સ્વાસ્થ્ય સચિવ જયંતી રવિ દ્વારા રાજ્યની હોસ્પિટલો કોરોના વાયરસ સામે લડવા માટે સક્ષમ છે તેવો એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. રાજ્યની તમામ સિવિલ અને સરકારી હોસ્પિટલોમાં આઇસીયુ બેડ, આઇસોલેશન બેડ અને વેન્ટિલેટર્સની સંખ્યા, જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપરાંત તમામ નિષ્ણાત સ્ટાફ, તબીબો, નર્સો સહિતના સ્ટાફ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

જો કે આ રિપોર્ટમાં રજૂ કરાયેલી કેટલીક વિગતો સાચુ ચિત્ર રજૂ ન કરતી હોવાનો વાંધો એડવોકેટ કોષ્ટિએ કરતાં કોર્ટે તેમને ચાર સપ્તાહમાં સોગંદનામું કરવા કહ્યું હતું. જે મુજબ તેમણે ઉક્ત સોગંદનામું કર્યું છે.
Published by:kiran mehta
First published:November 25, 2020, 21:39 pm

टॉप स्टोरीज