Coronavirus : મેના અંત સુધીમાં અમદાવાદમાં કોરોનાનો ખાત્મો બોલાવી દેવાના AMC કમિશનર નેહરાના દાવામાં કેટલું સત્ય?

News18 Gujarati
Updated: April 21, 2020, 5:30 PM IST
Coronavirus : મેના અંત સુધીમાં અમદાવાદમાં કોરોનાનો ખાત્મો બોલાવી દેવાના AMC કમિશનર નેહરાના દાવામાં કેટલું સત્ય?
coronavirusupdates : મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે અમદાવાદ દેશમાં પર મિલિયન ટેસ્ટમાં સૌથી મોખરે છે.

અમદાવાદમાં પ્લાઝમા થેરાપીથી પ્રથમ કોરોના દર્દીની સારવાર કરાઈ, ત્રણ ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો ઇલાજ થશે, ત્રણ હોટલમાં કેર સેન્ટર માટે મંજૂરી

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોની દિનપ્રતિદિન વધી રહેલી સંખ્યા વચ્ચે સારા સમાચાર આવ્યા છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું છે કે અમદાવાદમાં કોરોના વાયરસના દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે. ક્વૉરન્ટીન કરાયેલા 264 દર્દીઓને રજા આપવામાં આવી છે તો ગઈકાલે 31 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો લોકો સાથ આપશે તો અમદાવાદમાં કોરોના વાયરસ પર પાલિકા તંત્ર મે મહિનામાં જ કોરોનાનો ખાત્મો બોલાવી દેશે. જોકે, મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કરેલો આ દાવો સત્ય છે? આ દાવામાં કેટલું સત્ય છે?

એગ્રેસિવ ટેસ્ટિંગ

વિજય નહેરાના આ દાવા પાછળનું પ્રથમ પેરામીટર એગ્રેસિવ ટેસ્ટિંગ છે. અમદાવાદમાં 1298 સંક્રમિત કેસ છે જે પૈકીના 49ને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં સૌથી વધુ ટેસ્ટ અમદાવાદ શહેરમાં કરવામાં આવ્યા છે. હાલમાં અમદાવાદ શહેરમાં 43 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં 15084 ટેસ્ટ થયા છે. 60 લાખથી વધુ વસ્તી ધરાવતા અમદાવાદમાં પર મિલિયન એટલે કે પર 10 લાખ લોકોએ 2490 ટેસ્ટ થયા છે જે દેશના અન્ય રાજ્યોની એવરેજ કરતા ખૂબ વધારે છે.

આ પણ વાંચો :  અમદાવાદમાં લોકો સાથ આપશે તો મે મહિનામાં જ કોરોના પર 'વિજય' મેળવી લઈશું : નેહરા

ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ કર્ફ્યૂ

અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પાલિકા તંત્રએ મોટો નિર્ણય લીધો હતો. પાલિકા તંત્રએ કન્ટેઇનમેન્ટ અને બફર ઝોન જાહેર કરી ત્યાં કફ્યૂ લાદવામાં આવ્યો. શહેરમાં કોટ વિસ્તાર જેમા જૂના અમદાવાદના દાણીલીમડા , જમાલપુર ખાડીયા, કાલુપુર વિધાનસભા મતવિસ્તારના એરિયા અને શહેરના ગુલબાઈ ટેકરાને સંપૂર્ણપણે લૉકડાઉન કરી દેવામાં આવ્યો. 

જાન્યુઆરીથી જ તૈયારી કરવામાં આવી હતી

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કોરોના સામે લડવા માટે જાન્યુઆરીથી તૈયારી કરી હતી. માસ્કની અને પીપીઈ શૂટની ખરીદી વહેલી તકે ખરીદી હતી અને પાલિકાના આરોગ્ય તંત્રને તૈયાર કર્યુ હતું. ટેકનોલોજીના માધ્યમથી અન્ય નાગરિકોને ખબર પડે એટેલે કોરોનાના કેસો અને બફર ઝોનનો મેપ તૈયાર કરાવ્યો હતો. બફર ઝોનમાં તમામ ક્વૉરન્ટીન કરાયેલા લોકોને પાલિકાએ ખાવા પીવાની ચીજો પહોંચાડી હતી.

આ પણ વાંચો :   Coroanvirus : સુરતમાં શાકભાજી વેચતા ફેરિયાઓને કોરોના આવતા ચિંતા વધી, શાકમાર્કેટ બન્યા હોટસ્પોટ

સામાજિક આગેવાનો ધારાસભ્યોને સાથે રાખી કામ કર્યુ

નેહરાએ કોટ વિસ્તારમાં ખાસ કરીને દાણીલીમડા મત વિસ્તારમાં જ્યાં શહેરના સૌથી વધુ સંક્રમિત કેસ આવ્યા હતા ત્યાંના ધારાસભ્યોને સાથે રાખીને કામ કર્યુ. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને આ કામગીરી દરમિયાન ચેપ લાગ્યો જોકે, તેમને પણ સમયસર ચેકિંગ કરી તપાસ કરી

કોટ વિસ્તારમાં થર્મલ સ્ક્રિનિંગ અને ટ્રેસિંગ

પાલિકા તંત્રએ થર્મલ સ્ક્રિનિંગના કેમ્પ શરૂ કર્યા છે. શહેરના કોટ વિસ્તારમાં જ્યાં કર્ફ્યૂ નથી ત્યાં પાલિકાના કેમ્પ લગાડ્યા છે. ત્યાંથી પસાર થતા દરેક વ્યક્તિનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત આરોગ્ય તંત્રે કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોને રીતસરના પકડી પકડી અને તેમની ચકાસણી કરી હતકી.

રેપિડ ટેસ્ટ

અમદાવાદ શહેરમાં કેન્દ્રસરકાર પાસેથી મળેલી રેપિડ ટેસ્ટ કિટનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં પર મિલિનિય 427 ટેસ્ટ કરવામાં આવ્યા છે જે દેશના અન્ય કોઈ પણ રાજ્યો કરતા સૌથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યો છે.

કોરોનાના દર્દીઓની સારવાર માટે SVPની ક્ષમતા 500 બેડથી વધારી 1000 બેડ

રાજ્યમાં સૌપ્રથમવાર કોરોનાના દર્દીની સિઝેરિયન દ્વારા ડિલવરી કરવામાં આવી છે. જ્યારે દેશમાં આ સાતમો કિસ્સો છે. દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર SVPમાં શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલથી આજ સુધીમાં 16 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને હવે 51 દર્દી સાજા થયા છે. એક દર્દીનું પ્લાઝમા ટ્રાન્સમિશન થયું છે અને આજે વધુ એક દર્દીને કરવામાં આવશે. તેમજ કોરોનાના દર્દી માટે SVPની ક્ષમતા 500 બેડથી વધારી 1000 બેડ કરી છે. આમ હવે 1000 દર્દીની સારવાર થઈ શકશે.

આ પણ વાંચો :   રાજકોટ : શિવરાત્રીના મેળામાં થયો મિલાપ, પ્રેમ આગળ વધ્યો, યુવતી સગર્ભા થતાં યુવાને કહ્યું ગર્ભ મારો નથી

જેને ખર્ચ પોસાય તેના માટે 5star કોવિડ કેર સેન્ટર

શહેરના એસ.જી. હાઇવે પર આવેલી ત્રણ ફાઇવ સ્ટાર હોટલ સાથે પાલિકાએ કરાર કરી અને તેમાં કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરી છે. જે લોકોને ખર્ચ પોસાય તેમ હોય તે આ કોવિડ કેસ સેન્ટરમાં પણ સારવાર કરાવી શકે છે. આમ સરકારી સાથે પ્રાઇવેટ તંત્રને પણ કોરોનાના યુદ્ધમાં જોડી યોદ્ધા નહેરાએ મેના અંત સુધીમાં કોરોનાને હરાવા પ્લાન ઘડ્યો છે.

આ પણ વાંચો :  શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત : રાજ્યમાં તમામ યુનિવર્સિટીઓ હસ્તકની કોલેજોમાં આગામી દિવસોમાં પરીક્ષા લેવાશે

રાજ્યમાં મૃત્યુદર ઘટ્યો દર 100 દર્દીએ એક જ દર્દી વેન્ટિલેટર પર

રાજ્યમાં કોરોના વાયરસનો મૃત્યુદર ઘટ્યો છે. દર 100 દર્દીએ એક જ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં ગઈકાલે સાંજે 8.00 વાગ્યાની સ્થિતિ મુજબ મૃત્યુદર ઘટીને 3.66 ટકા થયો છે. આમ કોરોના રાજ્યમાં હોટસ્પોટ વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહ્યા છે પરંતુ કોરોના કાબુમાં આવી જાય તેવી શક્યતા પૂરેપૂરી છે.

 
First published: April 21, 2020, 4:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading