અમદાવાદમાં લોકો સાથ આપશે તો મે મહિનામાં જ કોરોના પર 'વિજય' મેળવી લઈશું : નેહરા

News18 Gujarati
Updated: April 21, 2020, 1:38 PM IST
અમદાવાદમાં લોકો સાથ આપશે તો મે મહિનામાં જ કોરોના પર 'વિજય' મેળવી લઈશું : નેહરા
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાની ફાઇલ તસવીર

અમદાવાદમાં પ્લાઝમા થેરાપીથી પ્રથમ કોરોના દર્દીની સારવાર કરાઈ, ત્રણ ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો ઇલાજ થશે, ત્રણ હોટલમાં કેર સેન્ટર માટે મંજૂરી

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિતોની દિનપ્રતિદિન વધી રહેલી સંખ્યા વચ્ચે સારા સમાચાર આવ્યા છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું છે કે અમદાવાદમાં કોરોના વાયરસના દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે. ક્વૉરન્ટીન કરાયેલા 264 દર્દીઓને રજા આપવામાં આવી છે તો ગઈકાલે 31 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો લોકો સાથ આપશે તો અમદાવાદમાં કોરોના વાયરસ પર પાલિકા તંત્ર મે મહિનામાં જ વિજય મેળવી લેશે.

3 હોટેલમાં કેર સેન્ટરની મંજૂરી

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ એક પ્રેસ વાર્તાલાપમાં જણાવ્યું કે 'અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની સારવાર માટે ત્રણ ખાનગી હોસ્પિટલોને ગઈકાલે મંજૂરી મળી. આ હોસ્પિટલમાં એચસીજી, સ્ટર્લિંગ અને નારાયણ હોસ્પિટલનો સમાવેશ થાય છે. હવે શહેરના એસજી હાઇવે પર આવેલી ત્રણ હોટેલને પણ ચાર્જેબલ કેર સેન્ટર શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

પ્રથમ દર્દીની પ્લાઝમાંથી સારવાર

મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ઉમેર્યુ કે 'અમદાવાદમાં સમગ્ર દેશની એવરેજ કરતા વધુ પર મિલિયન ટેસ્ટ થયા છે. શહેરની એસવીપી હોસ્પિટલમાં એક દાખલ દર્દીને સફળતાપૂર્વક પ્લાઝમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. આ દર્દીની તબિયત હાલ સ્થિર છે અને તબીબોની ટીમ તેનું મોનિટરીંગ કરી રહી છે.

 

કોરોનાગ્રસ્ત પ્રેગ્નનેન્ટ મહિલાની સફળતાપૂર્વક ડિલિવરી કરાઈ

નહેરાએ ઉમેર્યુ કે શહેરની એસવીપી હોસ્પિટલમાં દાખલ એક સગર્ભા મહિલાની સિઝેરિયન દ્વારા ડિલિવરી કરવામાં આવી હતી. કોમ્પિલિકેશનને ધ્યાને રાખતા તબીબોએ તેનું સિઝેરિયન કરી અને બાળકને સફળતાપૂર્વક જન્મ અપાવ્યો હતો. આમ સારા સમાચારોની પણ ચારેકોરથી શરૂઆત થઈ છે.

કોરોનાના દર્દીઓની સારવાર માટે  SVPની ક્ષમતા 500 બેડથી વધારી 1000 બેડ

મ્યુનિસિપલ કમિશનરે આગળ કહ્યું કે, રાજ્યમાં સૌપ્રથમવાર કોરોનાના દર્દીની સિઝેરિયન દ્વારા ડિલવરી કરવામાં આવી છે. જ્યારે દેશમાં આ સાતમો કિસ્સો છે. દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર SVPમાં શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલથી આજ સુધીમાં 16 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને હવે 51 દર્દી સાજા થયા છે. એક દર્દીનું પ્લાઝમા ટ્રાન્સમિશન થયું છે અને આજે વધુ એક દર્દીને કરવામાં આવશે. તેમજ કોરોનાના દર્દી માટે SVPની ક્ષમતા 500 બેડથી વધારી 1000 બેડ કરી છે. આમ હવે 1000 દર્દીની સારવાર થઈ શકશે.

 
First published: April 21, 2020, 1:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading