ગુજરાત હાઈકોર્ટે સરકારના કર્યા વખાણઃ ટીકા કરવાથી મૃત વ્યક્તિઓ ફરી જીવતા નહીં થાય

News18 Gujarati
Updated: June 1, 2020, 10:44 AM IST
ગુજરાત હાઈકોર્ટે સરકારના કર્યા વખાણઃ ટીકા કરવાથી મૃત વ્યક્તિઓ ફરી જીવતા નહીં થાય
કોરોનાની મહામારી એ હેલ્થ ક્રાઈસિસ છે પોલિટિકલ ક્રાઈસિસ નથીઃ ગુજરાત હાઈકોર્ટ

કોરોનાની મહામારી એ હેલ્થ ક્રાઈસિસ છે પોલિટિકલ ક્રાઈસિસ નથીઃ ગુજરાત હાઈકોર્ટ

  • Share this:
અમદાવાદઃ કોરીના મહામારીની સુઓમોટોમાં ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)એ સોશીયલ મીડિયા (Social Media) અને અન્ય પ્લેટફોર્મ્સ પર ચાલી રહેલી ચર્ચાઓ અને ટિપ્પણીઓ પર વ્યથા વ્યક્ત કરી છે. કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું છે કે કોર્ટના ચૂકાદાની બાબતોનો આધાર લઈ બિન જવાબદાર ટીપ્પણીઓથી દૂર રહીએ. કોર્ટની જાહેર હિતની અરજીનો ઉદ્દેશ રાજ્ય સરકાર (Rupani Government)ની કામગીરીની વધુ સુધારણા માટેનો છે. રાજ્ય સરકારે સંતોષજનક કામગીરી કરી છે. કોરોનાની મહામારી એ હેલ્થ ક્રાઈસિસ છે પોલિટિકલ ક્રાઈસિસ નથી, સૌ સાથે મળીને તેનો સામનો કરીએ. મહામારીના સમયમાં લોકોને પોતાના સ્વસ્થ્યની ચિંતા છે ત્યારે તેમને મદદરૂપ થવાને બદલે કોઈ રાજકીય મુદ્દો ન બનાવીએ. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, માત્ર ટીકા કરવાથી ન તો ચમાત્કારિક રીતે લોકો સાજા થઈ જશે અને ન તો મૃત લોકો જીવતા થઈ જશે.

ગુજરાત હાઈકોર્ટે એમ સ્પષ્ટપણે નોંધ્યું છે કે, રાજ્ય સરકારે જાહેર હિતમાં આ મુદ્દાને ખૂબ ગંભીરતાથી લીધો છે. હવે જેની જરૂર છે તે અવેરનેસ, સાવચેતી અને સક્રિય રહેવાની છે. હાઈકોર્ટે સોશીયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ્સ પર ચાલી રહેલી બિનજરૂરી ચર્ચાઓ અને ટિપ્પણીઓ પર વ્યથા વ્યક્ત કરી છે. કેમ કે સમય-સમય પર લોકોના વ્યાપક હિત માટે લેવામાં આવેલા નિર્ણયોનો અમુક રાજકીય વિરોધના હેતુ માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

હાઇકોર્ટે પોતાના ઓર્ડરમાં લખ્યું છે કે આ ઓર્ડર અમે ક્લોઝ કરીએ તે પહેલા, હાલ સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર ચાલી રહેલી બિનજરૂરી અને નાહકની ચર્ચાઓ તેમજ ટિપ્પણીઓ માટે અમે અમારી વેદના વ્યક્ત કરવા માંગીએ છીએ. અમને જાણવા મળ્યું છે કે વખતોવખત જનહિત માટે આપવામાં આવેલા અમારા આદેશોનો કેટલાંક આડા હેતુઓ માટે દુરૂપયોગ કરવામાં આવ્યો છે. અમારા અભિપ્રાય મુજબ, જાહેરહિતની અરજી (PIL – પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન) એ લોકો માટે છે જેઓ એકલવાયા અને નિરાધાર છે તેમજ એ લોકોના ફાયદા માટે છે જેઓ પોતાના સામાજિક પછાતપણાને કારણે કોર્ટ સુધી પહોંચી શકતા નથી. અમે એમ પણ કહેવા માંગીએ છીએ કે આ જાહેરહિતની અરજીઓ કોઈ રાજકીય લાભ કે રાજકીય માઇલેજ મેળવવા માટે પણ નથી. જાહેર હિતની અરજીઓને ક્યારેય પણ રાજકીય લડાઇનું સાધન બનાવવું જોઇએ નહીં. આ કટોકટીભરી પરિસ્થિતિમાં આપણે એકબીજાનો સાથ આપવો જોઇએ, એકબીજા સાથે ઝઘડવું ન જોઇએ.

હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, કોવિડ-19ની આ કટોકટી એક માનવીય સંકટ છે, કોઇ રાજકીય કટોકટી નથી. પરિણામે, આ મુદ્દે કોઈપણ વ્યક્તિ રાજકારણ ન કરે તે જ સૌથી વધુ હિતાવહ છે. કોવિડ-19 સાથે સંકળાયેલી અનિશ્ચિતતાઓ અને અર્થતંત્ર પરની તેની ગંભીર અસરોને જોતાં સરકાર તેની નીતિઓમાં યોગ્ય સુધાર કરે એ અતિશય મહત્વપૂર્ણ છે. આવી અસામાન્ય પરિસ્થિતિમાં વિપક્ષની ભૂમિકા પણ એટલી જ મહત્વની છે. એ બાબતમાં કોઈ બેમત નથી કે વિપક્ષનું કામ સરકારના દરેક કાર્ય પર નજર રાખીને તેમને ટકોરવાનું છે, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિમાં, ટીકાત્મક રીતે બોલવા કરતા સરકારને સહયોગ કરવો વધારે ફાયદાકારક રહેશે.

ગુજરાત હાઈકોર્ટ ગુજરાત સરકાર સામે ઊભા થઈ રહેલા સવાલ બાબતે કહ્યું કે, શાસકપક્ષની સરકારની ટીકા કરવા માત્રથી ચમત્કારિક રીતે કોવિડ-19ના દર્દીઓ સાજાં નહીં થઈ જાય અને તેનાથી મૃત્યુ પામેલા લોકો પણ પાછા જીવતા થવાના નથી. આ મહામારી લોકોના આરોગ્ય, સલામતી અને સુખાકારી માટે જોખમી છે અને આ કટોકટીથી કોઈને પણ લાભ નથી થઈ રહ્યો. આ મુદ્દાનું રાજનીતિકરણ કરવાથી આ મહામારીએ વ્યાપક રીતે લોકોમાં જે પીડા અને દુઃખ પેદા કર્યા છે તે આખીવાતનું મહત્વ જ આપણે ઓછું કરી નાખીશું. લોકોના જીવ બચાવવા અને લોકોની મદદ કરવાના ઉદ્દેશ્યની ઉપર રાજકારણ અને રાજકીય હિતોને ક્યારેય મૂકી શકાય નહીં. વિરોધીઓને ખોટી ટીકાઓ પરિસ્થિતિમાં કોઈ સુધાર નથી કરી શકવાની, પરંતુ રચનાત્મક ટીકાઓ ચોક્કસપણ મદદ કરી શકે છે.

આ પણ વાંચો, Lockdown 5.0: સામાન્ય જનતાને લાગ્યો મોટો આંચકો, 110 રૂપિયા મોંઘો થયો LPG સિલિન્ડર 

રાજ્ય સરકાર દ્વારા મહામારીની આ પરિસ્થિતિને સંભાળવાની પદ્ધતિઓમાં ફક્ત ત્રુટિઓ અને ખામીઓ શોધીશોધીને તેને હાઇલાઇટ કર્યા કરવાથી લોકોના મનમાં ડર પેદા થાય છે. જ્યારે લોકોના જીવનું જોખમ રહેલું હોય એવી પરિસ્થિતિમાં લોકોને રાજકીય વિચારધારાઓ અને રાજકીય દુશ્મનાવટની બહુ પડી નથી હોતી. આ મહામારી તમામ માટે જોખમરૂપ છે અને ડરામણી છે અને આ પરિસ્થિતિમાં લોકો સરકાર અને વિપક્ષ વચ્ચે સહયોગ જોવા માંગે છે. તેઓ ઇચ્છે છે કે આ પરિસ્થિતિમાં તેમના નેતાઓ એકસાથે થાય અને સાથે મળીને તેનો સામનો કરે. અત્યાર સુધીમાં મોટાભાગના લોકશાહી દેશો કે જે આ મહામારીનો સામનો કરવામાં સફળ રહ્યા છે, તે બધામાં એક વાત સર્વસામાન્ય છે અને તે છે ત્યાંના તમામ રાજકીય પક્ષો વચ્ચે સહકારની ભાવના. આ તમામ રાજકીય પક્ષો એકજૂટ થઈને એક કોમન અજાણ્યા દુશ્મન સામે લડ્યા છે જે છે કોરોના વાયરસ. આ જ પ્રકારનો સહયોગ, સમજદારી અને રચનાત્મક ટીકાઓ ગુજરાત રાજ્યમાં આ મહામારી સામે લડવા માટેનું એક મજબૂત હથિયાર બની શકે છે.

હાઈકોર્ટે તમામને વિનંતી કરતાં કહ્યું કે, હવે પછી વખતોવખત જનહિત માટે પસાર કરવામાં આવતા કોર્ટના આદેશો અંગે કોઈપણ ટિપ્પણી કરતા પહેલા કે કોઈપણ ચર્ચામાં ઉતરતા પહેલા ખૂબ કાળજી રાખશો. અમારો સંદેશ એકદમ સ્પષ્ટ છે. આ મુદ્દે અમારે વધુ સ્પષ્ટીકરણ અને વિગતો આપવાની જરૂર નથી. જે પ્રમાણેના આક્ષેપો કરવામાં આવ્યા છે તે મુજબ જો રાજ્ય સરકારે કંઇ કર્યું જ ન હોત તો અત્યાર સુધીમાં આપણે બધા જ મૃત્યુ પામ્યા હોત. આ લિટિગેશનમાં આપણે જે કંઇ પણ કરી રહ્યા છીએ, તે રાજ્ય સરકારને તેમની બંધારણીય અને કાયદાકીય જવાબદારીઓ યાદ કરાવીને તેમને સભાન અને સક્રિય રાખવા માટે કરી રહ્યા છીએ.

આ પણ વાંચો, ચીનની ભારતને ખુલી ચેતવણીઃ US સાથે ચાલી રહેલા વિવાદથી દૂર રહો, નહીં તો બરબાદ થઈ જશો
First published: June 1, 2020, 10:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading