અમદાવાદ : હેલ્થ ટીમે લીધી એરપોર્ટની મુલાકાત, વિદેશથી ફ્લાઇટ આવે તે પહેલા કરવામાં આવી તૈયારી

અમદાવાદ : હેલ્થ ટીમે લીધી એરપોર્ટની મુલાકાત, વિદેશથી ફ્લાઇટ આવે તે પહેલા કરવામાં આવી તૈયારી
અમદાવાદ : હેલ્થ ટીમે લીધી એરપોર્ટની મુલાકાત

નવમી મે ના રોજ વિદ્યાર્થીઓને લઈ ફ્લાઇટ અમદાવાદ આવશે

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસ (Coronavirus)મહામારીનો કહેર વિશ્વભરમાં ફેલાયેલો છે. ભારત દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે લોકડાઉન કર્યું છે અને ફ્લાઇટ સેવા બંધ છે. વિદેશ અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ ફસાયા છે. ત્યારે સરકાર દ્વારા ભારત આવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને લાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. નવમી મે ના રોજ વિદ્યાર્થીઓને લઈ ફ્લાઇટ અમદાવાદ આવશે. જેને લઈ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ અને હેલ્થ ટીમે મુલાકત લીધી હતી. વિદેશથી આવતા વિદ્યાર્થીઓ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેની સમીક્ષા કરી છે. હેલ્થ ટીમ દ્વારા તમામ વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકિંગ કરવામાં આવશે અને લક્ષણો દેખાય તો તેવા વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં મોકલાશે .બાકી તમામ વિદ્યાર્થીઓને કૉરોન્ટાઇન કરાશે. 14 દિવસ કૉરોન્ટાઇનનો સમય પૂર્ણ થયા બાદ પોતાના ઘરે મોકલાશે.આ પણ વાંચો - IMDએ મૌસમ પૂર્વાનુમાનના લિસ્ટમાં PoKને જોડીને પાકિસ્તાને કર્યો ઇશારો

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે અમદાવાદ એરપોર્ટ પર તમામ તૈયારી કરવામાં આવી છે. તમામ લોકોનું સ્કેનિંગ કરવામાં આવશે. વિદેશથી આવતા વિદ્યાર્થીઓએ આરોગ્ય વિભાગની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ એરપોર્ટ પર આઇસોલેશન એરિયા તૈયાર કરાય છે.

મહત્વપૂર્ણ છે કે વિદેશથી આવ્યા બાદ તમામને 14 દિવસ કૉરોન્ટાઇન કરવામાં આવશે. એટલે કે કૉરોન્ટાઇન કરવા માટે પણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમદાવાદ નજીક તમામ લોકોને રાખવામાં આવશે. જોકે અમદાવાદ એરપોર્ટથી બહાર નિકળતાની સાથે બસ દ્વારા તમામને જે જગ્યા પર કોરોન્ટાઇન કરવાના છે ત્યાં લઈ જવાશે.
First published:May 07, 2020, 17:01 pm

टॉप स्टोरीज