coronavirus : કોરોનાના કારણે રાજ્યસભાની ચૂંટણી મોકૂફ, કોંગ્રેસના 'લોકડાઉન' MLA જયપુરથી પરત આવશે

News18 Gujarati
Updated: March 24, 2020, 1:41 PM IST
coronavirus : કોરોનાના કારણે રાજ્યસભાની ચૂંટણી મોકૂફ, કોંગ્રેસના 'લોકડાઉન' MLA જયપુરથી પરત આવશે
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને વિશેષ વિમાન મારફતે પરત લાવવામાં આવે તેવી શક્યતા છે.

ચૂંટણી મોકૂફ થતા આજે રાજસ્થાન ગયેલા કૉંગ્રેસના ધારાસભ્યો વહેલાં રાજસ્થાનથી પરત ફરશે. તમામ ધારાસભ્યોના રાજસ્થાન સરકારે કોરોના ટેસ્ટ કરાવ્યા

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus in Gujarat) 33 પોઝિટિવ કેસ 24મી માર્ચે બપોરે 1.00 વાગ્યા સુધી નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે 31મી માર્ચ સુધી સમગ્ર રાજ્યને આવશ્યક સેવાઓ સિવાયના મામલે 'તાળાબંધી' કરવામાં આવી છે ત્યારે કેન્દ્રીય ચૂંટણીપંચે (Election Commission of inidia) આગામી 26મી માર્ચ યોજાનારી ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને મોકૂફ રાખવાના નિર્ણય કર્યો છે. ચૂંટણી મોકૂફ થતાની સાથે જ કોંગ્રેસના (Congress) રાજસ્થાનમાં હોર્સ ટ્રેડિંગની બીકે 'લોકડાઉન' થયેલા ધારાસભ્યો પરત લવાશે.

કોરોના ટેસ્ટ કરાવ્યો

પ્રાપ્ત અહેવાલો મુજબ રાજસ્થાન સરકારે જયપુરના રિસોર્ટમાં રહેલા તમામ કોંગી ધારાસભ્યોનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે. આ ધારાસભ્યો પોતાની સાથે કોરોના નેગિટિવ કે પોઝિટિવ અથવા તો જે સ્ટેટસ આવે તેનું સર્ટિફિકેચ સાથે રાખશે. આ ધારાસભ્યો ખાનગી વિમાન મારફતે રાજ્યમાં આવશે. ધારાસભ્યો છેલ્લા કેટલાય દિવસથી હોર્સ ટ્રેડિંગની બીકે પાર્ટીના આદેશઅનુસાર રાજસ્થાન મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :   Coronavirus : કોરોનાને રોકવા સરકારનો નિર્ણય, 12 વાગ્યાથી આખું ગુજરાત લોકડાઉન, DGPની મોટી જાહેરાત

સરકારે કોરોના ટેસ્ટ કરાવવાની સંમતિ માંગી હતી

અગાઉ આ મુદ્દે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે 'રાજ્યમાં કોરોના વાયરસના જોખમને કારણે જ્યારે પણ કોંગ્રેસના એમએલએ રાજસ્થાનથી પરત આવશે તેમનો કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવામાં આવશે. આ ટેસ્ટ કરાવવા માટે અમે સ્પીકરની મંજૂરી માંગીશું અને મંજૂરી મળતા તેમના ટેસ્ટ કરાવ્યા પછી જ સદનમાં પ્રવેશ આપીશું.આ પણ વાંચો : કોરોના વાયરસના કારણે રાજ્યસભા ચૂંટણી પણ સ્થગિત, નવી તારીખોની જાહેરાત બાદમાં થશે

નવી તારીખો 31મી માર્ચ પછી જાહેર થશે

કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત મુજબ હાલમાં ગુજરાતની લોકડાઉનની સ્થિતિની લઈને રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે ત્યારે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આગામી 31મી માર્ચ સુધી મોકૂફ છે. ચૂંટણીની નવી તારીખ 31મી માર્ચ પછી સ્થિતિ થાળે પડતા જાહેર કરવામાં આવશે.
First published: March 24, 2020, 1:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading