ઉચ્ચ અધિકારીઓ માસ્ક દંડ અંગે દમ મારે છે તો ગુજરાત રેલવે પોલીસ દંડ વસૂલવામાં અજીબ દુવિધામાં મૂકાઈ

ઉચ્ચ અધિકારીઓ માસ્ક દંડ અંગે દમ મારે છે તો ગુજરાત રેલવે પોલીસ દંડ વસૂલવામાં અજીબ દુવિધામાં મૂકાઈ
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત રેલવે પોલીસ કોઈની પાસે દંડની રકમ માટે 1000 રૂપિયા માંગે છે અને તેની વચ્ચે લોકો સાથે માથાકૂટ થઈ રહી છે અને માસ્કનો દંડ વસુલ નથી કરી શકતા.

  • Share this:
અમદાવાદઃ દેશમાં એક તરફ કોરોના (coronavirus) મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે બીજી બાજુ માસ્કને લઈ ડ્રાઈવ (Mask drive) ચાલુ છે. રાજ્ય સરકારે માસ્ક નહીં પહેરી ફરતા લોકો સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. જેમાં 1000 રૂપિયા સુધીનો દંડ (fine) લેવાનું ફરમાન કરવામાં આવ્યું છે.

રાજ્યની પોલીસ (Gujarat police) રોજ લાખો રૂપિયા દંડ વસૂલ કરી રહી છે પરંતુ તેની વચ્ચે રેલવે પોલીસ (railway police) સામે મજબૂરી થઈ ગઈ છે. રેલવે પોલીસ પાસે માસ્કના દંડ માટે 1000ની રસીદ વાળી બુક છે. પરંતુ તે લોકો દંડ વસુલ કરી શકતા નથી.માસ્ક દંડને લઈ ઉપરી અધિકારી તેમને રોજ દમ તો મારે છે પરંતુ તેમની મજબૂરી નથી સમજી શકતા. હવે વાત એમ છે કે રેલવે દ્વારા માસ્કની દંડની રકમ 100થી 500 સુધી કરવામાં આવ્યું છે અને જેમાં 200 રૂપિયા દંડ પેટે વસુલ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ-વલસાડઃ 'મારા ભગવાન જેવા પતિને મારનાર મરવો જ જોઈએ', પતિની હત્યા બાદ બાળકો સાથે પત્નીનું આક્રંદ

આ પણ વાંચોઃ-રાજકોટઃ સિવિલમાં પૈસા લઈને દાખલ કરાવનારા લાલચું યુવકો ઝડપાયા, રૂ. 9000ની લાંચ માંગવામાં આવતી

આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

અને જેની જાહેરાત પણ સ્ટેશન ઉપર કરવામાં આવે છે કે માસ્ક નહીં પેરશો તો 100થી 500 સુધી દંડ વસુલ કરવામાં આવશે. આની વચ્ચે જયારે grp કોઈની પાસે દંડની રકમ માટે 1000 રૂપિયા માંગે છે અને તેની વચ્ચે લોકો સાથે માથાકૂટ થઈ રહી છે અને માસ્કનો દંડ વસુલ નથી કરી શકતા.આ મામલે સરકારમાં એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે અને આનો નિકાલ લાવવા વિનંતી પણ કરવામાં આવી છે. પરંતુ હાલ તો ગુજરાત રેલવે પોલીસની હાલત જાય તો જાય કહા જેવી થઈ ગઈ છે કારણ કે એક બાજુ દંડના વસુલ થાય તો પણ ચિંતા અને દંડ વસુલ કરે તો લોકો સાથે મગજમારી થાય છે.
Published by:ankit patel
First published:April 23, 2021, 22:40 pm

ટૉપ ન્યૂઝ