Coronavirus : કોરોનાને રોકવા સરકારનો નિર્ણય, 12 વાગ્યાથી આખું ગુજરાત લોકડાઉન, DGPની મોટી જાહેરાત

News18 Gujarati
Updated: March 23, 2020, 9:43 PM IST
Coronavirus : કોરોનાને રોકવા સરકારનો નિર્ણય, 12 વાગ્યાથી આખું ગુજરાત લોકડાઉન, DGPની મોટી જાહેરાત
રાજ્યના પોલીસ વડાની જાહેરાત કામ સિવાય બહાર નીકળ્યા તો કાર્યવાહી થશે.

આજે રાતથી જીવનજરૂરિયાતની ચીજો મળશે, પોલીસને આ નિર્ણયનો અમલ કરાવવા માટે તમામ સહયોગ આપવા અપીલ

  • Share this:
અમદાવાદ :  સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસની અસરના લીધે સમગ્ર રાજ્યમાં આજે મધરાતથી સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ જાહેરાત કરી છે કે આજ રાતથી બેરિકેડીંગ કરી અને રાજ્યમાં લોકડાઉન કરવામાં આવશે.  રાજ્યના ચાર શહેર ઉપરાંત ગાંધીનગર અને કચ્છમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું હવે આનો અમલ સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવ્યો છે.

મુખ્યત્વે આ સેવાઓ શરૂ રહેશે


  • મહાનગર પાલિકાઓ, નગર પાલિકાઓ, સરકારી કચેરીઓ

  • દૂધ-શાકભાજી, ફળ-ફળાદી, ખાદ્યપદાર્થ વેચતી દુકાનો, ખાદ્ય સામગ્રી વેચતીદુકાનો, આવશ્યક સેવાના ઉત્પાદકો

  • મેડિકલ સ્ટોર, દવાખાના, હૉસ્પિટલ, દવાની ઉત્પાદક કંપની, આર.એન્ડ. સંસ્થા
  • પશુ-આહાર, ઘાસચારો, સારવાર, સંબંધિત સેવાઓ

  • પેટ્રોલ પમ્પ, ઓપરેશન, મીડિયા, પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક,સોશિયલ મીડિયા

  • બેંક, ATM, સ્ટોક એક્સચેન્જ, પોસ્ટ, કૂરિયર સેવા

  • ખાનગી સિક્યોરિટી સેવા
    તમામ આવશ્યક ચીજો, અતિ આવશ્યક સેવાના પરિવહન શરૂ રહેશે

  • સતત પ્રક્રિયા વાળા ઉત્પાદન કરતા એકમો


રાજ્યના પોલીસ વડાએ કહેલી મોટી વાતો

  • રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે આવશ્યક સેવાઓ સિવાય તમામ વેપાર ધંધા, ફેક્ટરી, વાણિજ્યિક સેવાઓ, જાહેર સંસ્થા બંધ રહેશે.

  • આજે રાત્રે 12.00 વાગ્યા પછી સમગ્ર રાજ્યમાં લોકડાઉન, આ આદેશ આજે રાત્રે 12.00 વાગ્યાથી 31-3-2020 સુધી ચુસ્તરીતે અમલ કરાશે

  • આ લોકડાઉન અંતર્ગત જીવન જરૂરિયાતની ચીજો સિવાય તમામ બાબતો પર પ્રતિબંધ

  • રાજ્યની સરહદો સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત નાગરિકો અને પરિવહનની આવનજાવન પર પ્રતિબંધ

  • નાગરિકો ઘરે રહે, સ્વસ્થ રહે અને કારણ વગર બહાર ન નીકળો, પોલીસ બેરિંકેટીંગ કરી ચેક કરશે.

  • જીવન જરૂરિયાતની ચીજોની ખરીદી કરવા માટે અને નોટિફિકેશન મુજબ જેને છૂટછાટ મળી છે તેને બહાર નીકળવાની પરવાનગી મળશે.

  • આ નિર્ણય જનતાના હીતમાં છે. અમલ માટે પોલીસને સહયોગ આપવા માટે રાજ્યની પ્રજાને અપીલ

  • જે લોકો કલમ 144 અને આ આદેશનો ભંગ કરશે તેમના પર કાર્યવાહી થશે


 
First published: March 23, 2020
વધુ વાંચો
अगली ख़बर